Surat News: સુરતના પલસાણા (Palsana) ના જોળવા (Jolva) ખાતે હત્યા કરવામાં આવી છે. રોહિત (Rohit) નામનો યુવક શાકભાજી લેવા ગયો હતો અને તેની હત્યા થઈ છે. અનુરાગ રેસિડેન્સીની સોસાયટીમાં હત્યાનો બનાવ બન્યો છે. યુવકની હત્યા અંગત અદાવતમાં કરવામાં આવી છે. યુવક પર ત્રણથી ચાર ઇસમોએ હુમલો કર્યો હતો. ચપ્પુના ઘા વાગતો યુવક ઇજાગ્રસ્ત થયો હતો.
ગંભીર ઇજાના પગલે યુવકનું મોત થયું હતું. રોહિત નામના આ યુવક પર હુમલો થતાં પોતાની મોટરસાઇકલ છોડી ઘર તરફ ભાગ્યો હતો. ચપ્પુના ઘા રોહિતને વાગતા તે ગંભીર રીતે ઘવાયો હતો. ઘર તરફ ફાગેલા રોહિતના સાળા પર પણ ઇસમોએ હુમલો કર્યો હતો. રોહિતને ગંભીર ઇજા પહોંચતા તેનું કમકમાટીભર્યુ મોત થયું હતું.
ઘટનાની જાણ પલસાણા પોલીસને થતાં પલસાણા પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. પલસાણા પોલીસે હત્યાના બનાવના પગલે ત્રણ શકમંદોનો ઝડપ્યા હતા. પોલીસ પૂછપરછમાં જાણવા મળ્યું છે કે 30 વર્ષીય રોહિત નામના યુવાનની મોટરસાઇકલ રીપેર કરવાની અદાવતમાં હત્યા કરવામાં આવી છે. ઘરેથી શાકભાજી લેવા નીકળેલા રોહિત પર ત્રણથી ચાર ઇસમોએ ઘાત લગાવીને હુમલો કર્યો હતો.
સુરતમાં વૈવિધ્યસભર સમુદાયો વધવાની સાથે-સાથે શહેરમાં ગુનાખોરી પણ વધી રહી છે. સુરત ગુજરાતનું ફક્ત ડાયમંડ જ હબ બની રહ્યું છે તેવું નથી પણ તેની સાથે-સાથે ક્રાઇમ કેપિટલ પણ બનવા જઈ રહ્યું છે. આ બતાવે છે કે કાયદો અને વ્યવસ્થા વૈવિધ્યસભર સમુદાયો વચ્ચે સામંજસ્ય જાળવવામાં અપૂરતી સાબિત રહી છે. તેમા પણ વિભક્ત કુટુંબો અનેક નવા પ્રશ્નો સર્જી રહ્યા છે.
આજે સુરતમાં ગુનાનું પ્રમાણ એટલું વધી ગયું છે કે તેને પહોંચી વળવા માટે સુરત પોલીસની સંખ્યા ઓછી પડી રહી છે. હજી એક ગુનાની તપાસમાં પોલીસ લાગી હોય ત્યાં બીજા ગુના બનીને ઊભા રહી જાય છે. આ સંજોગોમાં પોલીસ માટે પણ દિવસ વીતવાની સાથે-સાથે કામગીરી વધુને વધુ કપરી થતી જાય છે. મર્યાદિત સંસાધનો વચ્ચે પોલીસે દિનપ્રતિદિન રોજ નવા જ પડકારોનો સામનો કરવો પડી રહ્યો છે. તેથી દરેક ગુના માટે તેમણે તેમના મર્યાદિત સંસાધનોમાંથી ટોચની અગ્રતા મુજબ ફાળવણી કરવી પડે છે. તેમા પણ રાજકારણીઓની સુરક્ષા તો જાળવવાની જ છે. તેની સાથે કોઈ સમાધાન ન થવું જોઈએ.
આ પણ વાંચો: ગુજરાત : નગરપાલિકામાં બદલીનો દોર, 27 ચીફ ઓફિસરોની સાગમટે બદલી
આ પણ વાંચો: નગરપાલિકાના 26 ચીફ ઓફિસરોની સામુહિક બદલીના આદેશ