ભુજ/ ગ્રામ પંચાયતની ચૂંટણીના ધમધમાટ વચ્ચે, 16 વર્ષીય કિશોરની કરપીણ હત્યા

ભુજ તાલુકાના નોખાણીયા ગામે 16 વર્ષીય કિશોરની હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. જાણવા મળતી વિગતો મુજબ સવારે ભેંસ ચરાવવા ગયેલા નિલેશ વાલજી ગાંગલની કોઈ અજાણ્યા ઈસમોએ હત્યા કરી દીધી હતી

Gujarat Others
ઉનગઢ 2 ગ્રામ પંચાયતની ચૂંટણીના ધમધમાટ વચ્ચે, 16 વર્ષીય કિશોરની કરપીણ હત્યા
  • ગ્રામ પંચાયતની ચૂંટણીના ધમધમાટ વચ્ચે, 16 વર્ષીય કિશોરની કરપીણ હત્યા
  • નોખાણીયામાં 16 વર્ષીય કિશોરની કરપીણ હત્યા
  • ભેંસ ચરાવવા ગયો હતો,પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ

એક તરફ ગ્રામ પંચાયતની ચૂંટણી અને બીજી તરફ ભુજ તાલુકાના નોખાણીયા ગામે 16 વર્ષીય કિશોરની હત્યાનો બનાવ બનતા ચકચાર મચી ગઈ છે. જાણવા મળતી વિગતો મુજબ સવારે ભેંસ ચરાવવા ગયેલા નિલેશ વાલજી ગાંગલની કોઈ અજાણ્યા ઈસમોએ હત્યા કરી દીધી હતી. કોઈ હત્યારાઓ કિશોરને ગળાના ભાગે અને માથામાં તિક્ષ્ણ હથિયારના ઘા ઝીકિ  મોતને ઘાટ ઉતારી દીધો હતો.

આ બનાવની જાણ થતાં પરિવારજનોએ માધાપર પોલીસને જાણ કરી હતી સ્થળ પર ડોગ સ્ક્વોડની ટિમ સ્થળ પર પહોંચી હતી તેમજ એફ.એસ.એલની ટિમને બોલાવાઈ હતી. માધાપર પોલિસ મથકના પી. આઇ. યશોદાબેન લેવુઆના જણાવ્યા પ્રમાણે કિશોરની હત્યા કેશમાં નિવેદનો લેવામાં આવી રહ્યા છે હજુ કારણ અકબંધ છે.

આ બનાવમાં જ્યારે કિશોર ભેંસ ચરાવવા ગયો ત્યારે તેની સાથે કોણ કોણ હતા તેમજ કિશોર કે તેના પરિવારજનોનો કોઈ સાથે મનદુઃખ છે કે કેમ તે સહિતના પાસાઓ તપાસવામાં આવી રહ્યા છે.  હાલ આ કેશમાં ભેદ ઉકેલવા માટે પોલીસે તપાસનો દોર શરૂ કર્યો છે. આજે બનાવના પગલે સ્થળ પર લોકોના ટોળેટોળા એકત્ર થઈ ગયા હતા. એક તરફ ચૂંટણીને લઈને સમગ્ર પોલિસ તંત્ર મતદાન મથક પર બંદોબસ્તમાં હતું અને બીજી તરફ કિશોરની કરપીણ હત્યાના બનાવથી સનસનાટી ફેલાઈ છે.

Year Ender 2021 / કોરોનાનું આવું ભયાનકરૂપ, હે ભગવાન આવા દિવસો ફરી ના બતાવતો…!!!

National / રાહુલ-પ્રિયંકા અમેઠીનો ગઢ જીતવા માટે નીકળ્યા પગપાળા, જુઓ તસવીરો 

National / કેટ-વિકીના લગ્ન બાદ હવે આ સાંસદ પુત્રના રોયલ વેડિંગ માટે થનગની રહ્યું છે રાજસ્થાન, સેલિબ્રિટીઓનો જામ્યો ખડકલો 

Round Up 2021 / જ્યારે ચમોલી ગ્લેશિયર તૂટવાથી મોટી તબાહી સર્જાઈ; આ ઘટના આજે પણ વૈજ્ઞાનિકો માટે છે એક રહસ્ય

Round Up 2021 / કરીના કપૂર અને શિલ્પા શેટ્ટીના પતિથી લઈને આ સેલેબ્સના વિવાદો બોલિવૂડમાં રહ્યા ચર્ચાસ્પદ