Covid-19/ કોરોના પોઝિટિવ આવ્યા બાદ ફાતિમાએ કહ્યુ- મારી સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા થઇ ગઇ છે ખતમ

દેશમાં ઝડપથી કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે આ મહામારીએ સામાન્ય માણસ જ નહી પણ દિગ્ગજ નેતા-અભિનેતાને પોતાની ઝપટમાં લઇ લીધા છે.

Entertainment
2 3 કોરોના પોઝિટિવ આવ્યા બાદ ફાતિમાએ કહ્યુ- મારી સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા થઇ ગઇ છે ખતમ

દેશમાં ઝડપથી કોરોનાનાં કેસ વધી રહ્યા છે. ત્યારે આ મહામારીએ સામાન્ય માણસ જ નહી પણ દિગ્ગજ નેતા-અભિનેતાને પોતાની ઝપટમાં લઇ લીધા છે. બોલિવૂડમાં કોરોનાનું ગ્રહણ જોવા મળી રહ્યુ છે. કોરોનાની લહેરે ઘણા બોલિવૂડ કલાકારોને ઘેરી લીધા છે. દરમિયાન દંગલ ગર્લ ફાતિમા સના શેખને પણ થોડા દિવસો પહેલા થયો હતો. જો કે કોરોનાનાં ટેસ્ટમાં પોઝિટિવ આવ્યા બાદ, ફાતિમાએ હોમ ક્વોરેન્ટીન થઇ ગઇ હતી. તે તમામ નિયમોનું પણ પાલન કરી રહી છે. હવે ફાતિમાએ એક પોસ્ટ શેર કરીને તેના સ્વાસ્થ્ય વિશેની માહિતી શેર કરી છે.

2 4 કોરોના પોઝિટિવ આવ્યા બાદ ફાતિમાએ કહ્યુ- મારી સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા થઇ ગઇ છે ખતમ

ફાતિમાએ તેની ઇન્સ્ટા સ્ટોરી પર એક ચિત્ર પોસ્ટ કરીને કોરોના રોગચાળા સામે લડવાની પીડા પોસ્ટ કરી છે. તેણે જણાવ્યું છે કે તેને કેવી પીડા થઇ રહી છે. શેર કરેલા ફોટામાં ફાતિમા સના શેખ બેડ પર પડેલી અને દુઃખી દેખાઈ રહી છે. તેણે કહ્યું કે, તેની સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા ખતમ થઈ ગઈ છે. ફાતિમા લખે છે- “કોવિડ બકવાસ છે. મેં મારી સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા ગુમાવી દીધી છે. શરીરમાં ભયંકર પીડા થઇ રહી છે. ફાતિમા સના શેખે 29 માર્ચે એક પોસ્ટ કરી હતી જેમાં કહ્યું હતું કે તે કોરોના સંક્રમિત થઇ ગઇ છે.

2 2 કોરોના પોઝિટિવ આવ્યા બાદ ફાતિમાએ કહ્યુ- મારી સૂંઘવાની અને સ્વાદની ક્ષમતા થઇ ગઇ છે ખતમ

ફાતિમા સના શેખે 29 માર્ચે એક પોસ્ટ કરી હતી જેમાં કહ્યું હતું કે, તે કોરોના સંક્રમિત થઇ ગઇ છે. તેણે પોતાની ઈન્સ્ટાગ્રામ સ્ટોરીમાં લખ્યું હતુ કે, ‘મારો કોવિડ-19 ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. હમણાં, હું બધી સાવચેતીઓ અને પ્રોટોકોલોને અનુસરી રહી છું અને ઘરે ક્વોરેન્ટીન છું. તમારી ચિંતાઓ અને પ્રાર્થના માટે આભાર. સલામત રહો દોસ્તો.

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કે, ગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છે, બાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય, ચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ