Not Set/ નામકરણ, વિવિધ સરકારોની ‘ફઈબા’ જેવી ભૂમિકા

યોજના જૂની નામ નવું, કામ ન થાય તો કાંઈ નહિ પરંતુ જૂના નામો બદલવાની રાજકીય ફેશન પહેલા પણ હતી, આજે થોડી વધારે છે

India Trending
khelratn 3 નામકરણ, વિવિધ સરકારોની ‘ફઈબા’ જેવી ભૂમિકા

નામકરણ: ખેલરત્ન એવોર્ડ ૧૯૯૨થી ૨૦૨૦ સુધી ભારતના સદ્‌ગત વડાપ્રધાન અને આધુનિક સંદેશાવ્યવહાર ક્રાંતિના પ્રણેતા અને ત્રાસવાદ સામેની લડાઈને લીધે શહીદ થયેલા રાજીવ ગાંધીના નામે અપાતો હતો. હવે હોકીના જાદુગર અને ઓલિમ્પિકમાં ભારતને ચાર સુવર્ણચંદ્રક અપાવવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર મેજર ધ્યાનચંદના નામે અપાશે. જાે કે, ખેલરત્ન એવોર્ડ આગળ રાજીવ ગાંધીનું નામ લાગતું હતું. તે કેટલાક સ્થાપિત હિતોને ખૂંચતું હતું. કેટલાકે એવી માગણી પણ કરી હતી. આખરે નામ બદલાયું છે. અને નવું નામકરણ કરાયું. આ અંગે દેશના ઘણા અખબારોએ નોંધ સાથે એવી ટકોર કરી છે કે અચ્છે દિન અને ભ્રષ્ટાચાર નાબૂદી કાળા ધનની નાબૂદી કે ડોલર સામે રૂપિયાને વધુ તળિયે જતો અટકાવી શકનાર સરકારે કમસે કમ એવોર્ડો અને કેટલીક યોજનાઓનું નામ બદલવાનું કામ તો કર્યું જ છે. ભલે ભૂખ્યા રહીને પણ રાષ્ટ્રવાદના ગાણા ગાઈને ભક્તિ કરતાં રહીએ તેવો સંદેશો સોશિયલ મિડિયામાં એક મહાન આત્માએ આપ્યો છે.

himmat thhakar 1 નામકરણ, વિવિધ સરકારોની ‘ફઈબા’ જેવી ભૂમિકા

@હિંમતભાઈ ટક્કર, ભાવનગર 
આ વાત એટલા માટે યાદ કરવી પડે છે કે ૨૦૧૪ બાદ બીજું કાંઈ કર્યું હોય કે ન કર્યું હોય પણ ઘણા સ્થળે નામો તો ચોક્કસ બદલ્યા છે. ઈંદિરા ગાંધી આવાસ યોજાનું નામ બદલી વડાપ્રધાન આવાસ યોજના નામ કરી નખાયું. ખેલરત્ન પુરસ્કારનું નામકરણ ફરી થઈ ગયું. જ્યારે ભૂખમરામાં ઈંદિરા ગંધી માતૃત્વ સહયોગ યોજના હતી તેનું નામ બદલી વડાપ્રધાન માતૃવંદના યોજના કરી નાખવામાં આવ્યું છે. ૨૦૧૫માં સરકારે જે યાદીનો અભ્યાસ કરેલો તેમાં નહેરૂ ગાંધી પરિવારના નામે વિવિધ સ્થળે ૬૦૦ જેટલી સરકારી યોજના ચાલતી હતી.

khelratn નામકરણ, વિવિધ સરકારોની ‘ફઈબા’ જેવી ભૂમિકા
જાણીતા લેખક સેક્સપીયરની જે વાત હતી કે સહી કરતી વખતે નીચે પોતાનું નામ લખવું જાેઈએ તેમ કહેલું તો વર્તમાન સરકારે આ વલણને અપનાવ્યું છે. અને જૂની બોટલમાં નવો દારૂ ભરાતો હોય તે જ રીતે જૂની યોજનાઓ ચાલુ રાખીને તેને નવું નામકરણ કરીને નવા નામ સાથે જૂની યોજનાના વાક્યને સાર્થક કર્યું હોવાનું જાણકારો કહે છે. ૨૦૧૪ બાદ રાજીવ ગાંધી ઉપર દર્શાવાયેલી કેટલીક યોજનાઓ ઉપરાંત રાજીવ ગ્રામીણ વિદ્યુતીકરણ યોજનાને દીનદયાળ ઉપાધ્યાય ગ્રામજ્યોતિ યોજના નામ અપાયું છે. તો રાજીવ આવાસ યોજનાને સરદાર પટેલ રાષ્ટ્રીય શહેરી આવાસ યોજના નામ અપાયું છે. જવાહરલાલ નહેરૂ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ યોજનાનું નામ બદલી વડાપ્રધાન આવાસ યોજના (શહેરી) એવું નામ અપાયું છે. ૨૦૧૭માં કોંગ્રેસના નેતા શશી થરૂરે યુપીએ સરકારની ૨૩ યોજનાઓ જેમની તેમ રાખીને તેના નામો બદલાવી નાખ્યા છે. ભાજપના પુરોગામી પક્ષ જનસંઘના સ્થાપક નેતાઓ પૈકીના એક અને પ્રમાણિકતા નિષ્ઠા અને સાચી રાષ્ટ્રભક્તિના પ્રતિક સમા પંડિત દિનદયાળ ઉપાધ્યાયના નામે એક ડઝનથી વધુ યોજનાઓ ચાલે છે. મુગલસરાઈ જંકશન  અને ગુજરાતના સૌથી મોટા બંદર કંડલા બંદર સાથે પંડિત દિનદયાળ ઉપાધ્યાયનું નામ જાેડાયું છે. તેના સ્થાપનાના યશભાગી કચ્છના મહારાવને સાવ ભૂલી જવાયા છે તેવો કચ્છની પ્રજામાં સૂર છે. જાે કે રાજકારણીઓ અને ભક્તો તો સરકારની હા માં હા અને ના માં ના પૂરાવવા સિવાય બીજું કશું કરતાં નથી તેવી નોંધ જે તે વખતે કચ્છના સાચા કચ્છપ્રેમી અખબારોએ લીધી છે.

khelratn 1 નામકરણ, વિવિધ સરકારોની ‘ફઈબા’ જેવી ભૂમિકા
સરકારે હવે સંખ્યાબંધ યોજનાઓના નામકરણ  કર્યા છે. પરંતુ તેની સાથોસાથ સંસ્થાઓના નામ પણ બદલ્યા છે. ઈન્સ્ટીટ્યૂટ ફોર ડિફેન્સ સ્ટડીઝ યોજના સાથે ભૂતપુર્વ સંરક્ષણ મંત્રી અને ગોવાના પુર્વ મુખ્યમંત્રી મનોહર પરિકરનું નામ જાેડવામાં આવ્યું છે. પ્રવાસી ભારતીય કેન્દ્ર સાથે પૂર્વ વિદેશ મંત્રી સુષ્મા સ્વરાજનું અને રાષ્ટ્રીય નાણાકીય પ્રબંધન સંસ્થાનું નામ બદલીને અરૂણ જેટલી નાણાકીય પ્રબંધન સંસ્થા નામ કરી દેવાયું છે. દિલ્હીના ફિરોજશા કોટલા મેદાન સ્ટેડીયમનું નામ અરૂણ જેટલી સ્ટેડિયમ અને અમદાવાદના મોટેરા સ્ટેડિયમ જે સરદાર પટેલ મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાતું હતું જે હવે નરેન્દ્ર મોદી મોટેરા સ્ટેડિયમ તરીકે ઓળખાય છે. જાે કે આની સાથે જાેડાયેલા સંકુલને સરદાર પટેલ સ્પોર્ટસ સંકુલ નામ અપાયું છે. અનેક ગામોના નામ તો બદલાયા જ છે. જાે કે યુપીએ સરકાર વખતે લખનૌનું અમૌસી એરપોર્ટ ચૌધરી ચરણસિંહ એરપોર્ટ બની ગયું હતું.

khelratn 2 નામકરણ, વિવિધ સરકારોની ‘ફઈબા’ જેવી ભૂમિકા

જાે કે રાજ્યોના નામો પણ બદલાયા છે. પૂર્વ પંજાબનું પંજાબ, મધ્ય ભારતનું મધ્ય પ્રદેશ, મદ્રાસનું તમિલનાડુ, મૈસુરનું કર્ણાટક, મુંબઈ, કલકત્તા, મદ્રાસ, ત્રિવેન્દ્રમ સહિત ૧૫ શહેરોના નામ બદલાયા છે. અહમદ શા બેગડા સાથે જાેડાયેલા અમદાવાદ શહેરનું નામ કર્ણાવતી રાખવાની વાત ગુજરાતના સ્થાપનાકાળથી થાય છે પરંતુ ગુજરાતમાં સતત ૨૬ વર્ષથી ભાજપનું શાસન છે. કેન્દ્રમાં પહેલા છ અને અત્યારના ૭ મળી કુલ ૧૩ વર્ષથી અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ૧૯૯૫ થી ૨૦૦૦ અને ૨૦૦૫થી ૨૦૨૧ સુધી ભાજપનું જ શાસન છે. આમ શહેરથી સાંસદ સુધી એક જ પક્ષનું શાસન હોવા છતાં અમદાવાદનું નામ કર્ણાવતી સત્તાવાર રીતે થઈ શક્યું નથી. માત્ર હિંદુ સંગઠનો જ અમદાવાદને કર્ણાવતી કહે છે.

જ્યારે ઘણા જાણીતા વિદ્યાલયોના નામ પણ બદલવામાં આવે તેવી પૂરેપુરી શક્યતા છે. ટૂંકમાં ખેલરત્ન એવોર્ડ અને અત્યાર સુધીમાં જે સ્થળો અને યોજનાઓના નામ બદલાયા છે તે ટ્રેલર છે. હજી ઘણા નામ બદલવાના બાકી છે.
ઘણા તો રમૂજમાં એમ કહે છે કે રૂા. ૫૦૦ની નોટ પરથી રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીના ફોટાને દૂર કરી તેના સ્થાને નરેન્દ્ર મોદીનો ફોટો તો નહિ લાગી જાય ને ? આ તો એનડીએ સરકાર છે. ગમે તે કરે. લોકોને ભલે મોંઘુ દાટ ભોજન ખાવું પડે, બેકારીમાં સબડવું પડે પણ નામકરણમાં તો વિક્રમ સર્જે જ છે. ટૂંકમાં અર્થતંત્રની હાલત ભલે ન સુધરે પણ નામ પાડવાની ‘ફઈબા’ જેવી જવાબદારી નિભાવશે જ.

ટોક્યો ઓલિમ્પિક્સ / હરિયાણા બને છે રમતગમત મોરચે રોલ મોડલ

રણબંકો / રણનો રણકાર, રબારી સમાજનું ગૌરવ અને ભારતને બે યુદ્ધમાં જીત અપાવનાર બેતાજ બાદશાહ એટલે રણછોડ પગી