દ્વારકા/ પાકિસ્તાન મરીનની નાપક હરકત, ભારતીય 2 બોટ અને 12 માછીમારોનું અપહરણ

પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ ભારતીય બોટ અને માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. આ બંને બોટ ઓખાની હોવાની શક્યતા છે.આ પહેલા પણ 2 બોટ અને 12 જેટલા માછીમારોનાં અપહરણની ઘટના બની હતી.

Top Stories Gujarat Others
બોટ

પાકિસ્તાન મરીનની ફરી એકવાર નાપાક હરકત સામે આવી છે.આજે પણ ભારતીય બે બોટ અને 12 જેટલાં માછીમારોનું અપહરણ કર્યું છે. IMBL નજીકથી પાકિસ્તાન મરીન સિક્યોરિટી એજન્સીએ ભારતીય બોટ અને માછીમારોનું અપહરણ કરવામાં આવ્યું છે. આ બંને બોટ ઓખાની હોવાની શક્યતા છે.આ પહેલા પણ 2 બોટ અને 12 જેટલા માછીમારોનાં અપહરણની ઘટના બની હતી…છેલ્લા દસ દિવસની વાત કરીએ તો 6 બોટ અને 40 જેટલા માછીમારોનું અપહરણ પાકિસ્તાન મરીન દ્વારા કરાયું છે.

 આ પણ વાંચો:દોઢ માસમાં ત્રણ મંદિરોમાં ચોરી, આજદિન સુધી નથી ઉકેલાયો ભેદ

આપને જણાવી દઈએ કે, આ અગાઉ 29 જાન્યુઆરીએ ભારતીય જળ સીમા નજીક પાકિસ્તાને ફરી એકવાર આ અવળચંડાઈ કરી હતી. પાકિસ્તાની કોસ્ટગાર્ડે ભારતીય જળ સીમા નજીકથી પોરબંદરની એક બોટ સહિત 7 માછીમારોનું અપહરણ કર્યું હતું . તુલસી મૈયા નામની બોટનું ભારતીય જળ સીમામાંથી અપહરણ કરાયું હતું. બોટ વત્સલ પ્રેમજી થાપણિયાની માલિકીની હોવાનું સામે આવ્યું છે.

મળતી માહિતી પ્રમાણે તુલસી મૈયા નામની IND GJ 11 MM 1591 બોટ ઓખાથી માછીમારી કરવા માટે રવાના થઇ હતી. આ બોટમાં સાત ખલાસીઓ હતા. જો કે બોટનું એન્જિન દરિયામાં ખરાબ થઇ જતા બોટ મધદરિયે ફસાઇ હતી. તેવામાં 28 તારીખે પાકિસ્તાની એજન્સી દ્વારા 7 ખલાસી સાથે બોટનું અપહરણ કરી લેવાયું હતું.

સમગ્ર દેશમાં સૌથી મોટો 1600 કિલોમીટરનો દરિયાકિનારો ગુજરાત ધરાવે છે. જેથી રાજ્યનાં દરિયા કિનારા પર લાાખો લોકો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. માછીમારી કરવા માટે માછીમારો હંમેશા ભારતીય સીમામાં છે તેટલા વિસ્તારમાં માછીમારી કરતા હોય છે. જો કે વારંવાર પાડોશી દેશ પાકિસ્તાન દ્વારા માછીમારોનું બિનકાયદેસર રીતે અપહરણ થતું હોય છે.

 આ પણ વાંચો: 5 વર્ષથી ચાલતા વિવાદનો અંત, બદામળી બાગ ખાતે બનશે આર્ટ ગેલેરી

 આ પણ વાંચો:કોરોનાની ત્રીજી લહેરમાં મૃત્યુ આંક વધ્યો, છેલ્લા 24 કલાકમાં 6નાં મોત