Not Set/ નર્મદા કેનાલ બનાસકાંઠામાં બની રહી છે સુસાઇડ પોઇન્ટ

કેનાલમાં અંદાજે 4 હજાર કરતા વધુ લોકો આપઘાત કરી ચુક્યા છે. મોટા ભાગના લોકો યુવાન વયના હોય છે.  આપધત કરવાનું કારણ મોટે ભાગે ધર કંકાસ યા પ્રેમ પ્રકરણ હોય છે. 

Top Stories Gujarat Others
crow 10 નર્મદા કેનાલ બનાસકાંઠામાં બની રહી છે સુસાઇડ પોઇન્ટ

ગુજરાત સરકારની મહામૂલી નર્મદા કેનાલ યોજના બનાસકાંઠામાં બની રહી છે . સુસાઇડ પોઇન્ટ સતત કેનાલ માં આપઘાતનો રેશિયો વધતા સભ્ય સમાજ ચિંતિત  બન્યો છે.

ગુજરાત સરકારે બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ થરાદ ભાભરને નર્મદા કેનાલની ભેટ આપી છે.  જેના કારણે સરહદી વિસ્તારની દશા અને દિશા બદલાઈ પણ હવે આ જ કેનાલ આ વિસ્તારના કેટલાક લોકો માટે સુસાઇડ પોઇન્ટ બની રહી છે.  કમશ આપઘાતની ઘટનામાં વધારો થઈ રહ્યો છે.  કેનાલમાં વારંવાર મોતની છલાંગ લગાવીને લોકો મોતને વ્હાલું કરી રહ્યા છે.  જેના કારણે અનેક પરિવાર પર સામાજિક અને આર્થિક બદનામીનો બોજ વધી રહ્યો છે. સતત આપઘાતના બનાવ બનતા રોકવા કોઈ પ્રયાસ થતા નથી. આવી ઘટનામાં ચિંતા જનક વધારો થઈ રહ્યો છે.

crow 11 નર્મદા કેનાલ બનાસકાંઠામાં બની રહી છે સુસાઇડ પોઇન્ટ

થરાદની આજની ઘટનાની વાત કરીએ તો ટોટલ 6 લોકોએ મોતની છલાંગ લગાવી જેમાં એક મહિલા એક પુરુષ અને બે બાળકોના મોત થયા અને બે બાળકોને બચાવી લેવાયા છે. ગત અઠવાડિયામાં સાત લોકોના મોત થયા હતા.  કેનાલ પાસે દરરોજ મોતની કીકીયારી સંભળાય છે.  કયાંક કોઇકની દીકરી હોય તો કયાંક ધરની વહુ હોય અથવા લાડકવાઈ દીકરી હોય તો ક્યાંક કોકનો લાડકવાયો દીકરો હોય છે.  આપઘાત કરનાર તો દુનિયા છોડી ને જતા રહે છે પણ પાછળ પરિવાર પર આઘાત સહન કરવાની તાકાત રહેતી નથી.

કેનાલમાં અંદાજે 4 હજાર કરતા વધુ લોકો આપઘાત કરી ચુક્યા છે. મોટા ભાગના લોકો યુવાન વયના હોય છે.  આપધત કરવાનું કારણ મોટે ભાગે ધર કંકાસ યા પ્રેમ પ્રકરણ હોય છે.  થરાદ ના ફાયર ઓફિસર પણ હવે તો ભાંગી પડ્યા છે.  મહામૂલી જિંદગી હોવા છતાં કેટલી લાશ કાઢવા કેટલું હૃદય પણ કઠણ કરવું એ પણ એક સવાલ બન્યો છે.

થરાદ વાવ અને સુઇગામ માં ખરેખર લોકો ને જાગૃત કરવાની જરૂર છે.  સામાજિક અને રાજકીય આગેવાન સાથે તંત્રએ પણ ઠોશ કદમ ઉઠાવવાની જરૂર છે. કેમ કે કેટલા દિવસ આવી રીતે લોકો આપઘાત કરતા રહેશે હવે સમય આવી ચુક્યો છે આપઘાત રોકવાનો.  થોડીક વારના ગુસ્સો ઘણી  જિંદગીઓ બરબાદ કરી નાખે છે.  ત્યારે હવે આપઘાત રોકવા તંત્ર અને જવાબદાર આગેવાન કેવા પ્રયાસ કરે છે એ જોવાનું રહ્યું