Not Set/ આખરે મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના સંન્યાસને લઇને તોડી ચુપ્પી, કહ્યુ આ સમયે લઇશ રિટાયર્નમેન્ટ

આઈસીસી વિશ્વકપ 2019માં ભારતે પોતાનું સ્થાન ટોપ પર બનાવી લીધુ છે. ત્યારે આ વખતે વિશ્વકપ 2011નું પુનરાવર્તન થાય તેવી પૂરી શક્યતાઓ પણ દેખાઇ રહી છે. આ સાથે ઘણા ખેલાડીઓ એવા પણ છે કે જે વિશ્વકપ પૂર્ણ થયા બાદ સંન્યાસ લઇ શકે તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે. જેમા એમ એસ ધોનીનું નામ પણ સામે આવ્યુ છે. […]

Top Stories Sports
ms dhoni 19375465 આખરે મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના સંન્યાસને લઇને તોડી ચુપ્પી, કહ્યુ આ સમયે લઇશ રિટાયર્નમેન્ટ

આઈસીસી વિશ્વકપ 2019માં ભારતે પોતાનું સ્થાન ટોપ પર બનાવી લીધુ છે. ત્યારે આ વખતે વિશ્વકપ 2011નું પુનરાવર્તન થાય તેવી પૂરી શક્યતાઓ પણ દેખાઇ રહી છે. આ સાથે ઘણા ખેલાડીઓ એવા પણ છે કે જે વિશ્વકપ પૂર્ણ થયા બાદ સંન્યાસ લઇ શકે તેવી સંભાવનાઓ વર્તાઇ રહી છે. જેમા એમ એસ ધોનીનું નામ પણ સામે આવ્યુ છે. જો કે સંન્યાસની અટકળો વચ્ચે એમ એસ ધોનીએ પોતાની ચુપ્પી તોડતા કહ્યુ છે કે, અમુક લોકો ઇચ્છી રહ્યા છે કે હુ આજે જ સંન્યાસ લઉ.

MSD dhoni mahendra singh dhoni mahi sports dkoding આખરે મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના સંન્યાસને લઇને તોડી ચુપ્પી, કહ્યુ આ સમયે લઇશ રિટાયર્નમેન્ટ

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

મહેન્દ્ર સિંહ ધોની પોતાનો ચોથો વિશ્વકપ રમી રહ્યો છે. એવા સમાચાર સતત મળી રહ્યા છે કે તે આ વિશ્વકપ બાદ આતંરરાષ્ટ્રીય ક્રિકેટને બાય બાય કહી દેશે. મીડિયા રિપોર્ટ્સ મુજબ ધોનીએ સંન્યાસની અટકળો પર પોતાની ચુપ્પી તોડતા કહ્યુ કે, તેમને જ ખબર નથી કે તે ક્યારે સંન્યાસ લેશે. પરંતુ ઘણા બધા લોકો ઇચ્છી રહ્યા છે કે હુ સંન્યાસ લઇ લઉ. મીડિયા રિપોર્ટ્સ મુજબ તે સ્પષ્ટ કરવામાં આવ્યુ છે કે ધોનીનાં સંન્યાસ લેવાની ઇચ્છા રાખનારમાં ટીમ મેનેજમેન્ટ કે ભારતીય ટીમનાં લોકો નથી. આ પહેલા પીટીઆઈનાં એક સમાચારમાં દાવો કરવામાં આવ્યો હતો કે વિશ્વકપમાં ભારતની અંતિમ મેચ એમએસ ધોનીનાં કેરિયરની અંતિમ વન ડે મેચ બની શકે છે.

dc Cover f3a5v9dslrtlqsdufme8fp50i7 20190704015207.Medi આખરે મહેન્દ્ર સિંહ ધોનીએ પોતાના સંન્યાસને લઇને તોડી ચુપ્પી, કહ્યુ આ સમયે લઇશ રિટાયર્નમેન્ટ

ICC Cricket World Cup 2019 : ડાઉનલોડ કરોરમો અને જીતો આકર્ષક ઈનામો… ક્વિઝ રમવા ક્લિક કરો “મંતવ્ય ન્યૂઝ

ઉલ્લેખનીય છે કે, બીસીસીઆઈનાં એક ઓફિસરે પીટીઆઈને કહ્યુ હતુ કે, તમે એમ એસ ધોની વિશે કઇ પણ કહી શકો નહી. જો કે એ પણ મુશ્કેલ છે કે તે વિશ્વકપ બાદ ભારત માટે રમતો રહે. તેણે કેપ્ટનશીપ છોડવાનો નિર્ણય જે રીતે લીધો હતો એવામાં તેમના વિશે કઇ કહેવુ કે અંદાજો લગાવવો થોડો મુશ્કેલ છે. બીજી તરફ ટીમ ઈન્ડિયાનાં કેપ્ટન કોહલીની વાત કરીએ તો તે હંમેશા ધોનીનાં પક્ષમાં નિવેદન આપતો રહ્યો છે. કોહલી સિવાય ટીમનાં હેડ કોચ રવિ શાસ્ત્રી પણ ધોની વિશે હકારાત્મક નિવેદનો આપતા રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.