Not Set/ કાસગંજ હિંસા : રાહુલ ઉપાધ્યાયે કહ્યું ‘હું જીવતો છું’ મીડિયા સામે આવીને કહી પૂરી હકીકત

ઉતરપ્રદેશના કાસગંજમાં તિરંગા રેલીમાં બે પક્ષો વચ્ચે બબાલ થઈ ગઈ હતી બે પક્ષો આમનેસામને આવી ગયા હતાં આ ઝગડામાં ચંદન ગુપ્તાનું મોત થઇ ગયું હતું અને તેવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે, એક બીજા વ્યક્તિ રાહુલ ઉપાધ્યાયની પણ મોત થઈ ગઈ છે, તે પછી પુરા વિસ્તારમાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યું હતું. રાહુલ મંગળવારના દિવસે […]

India
Kasganj kas કાસગંજ હિંસા : રાહુલ ઉપાધ્યાયે કહ્યું ‘હું જીવતો છું’ મીડિયા સામે આવીને કહી પૂરી હકીકત

ઉતરપ્રદેશના કાસગંજમાં તિરંગા રેલીમાં બે પક્ષો વચ્ચે બબાલ થઈ ગઈ હતી બે પક્ષો આમનેસામને આવી ગયા હતાં આ ઝગડામાં ચંદન ગુપ્તાનું મોત થઇ ગયું હતું અને તેવું પણ કહેવામાં આવી રહ્યું હતું કે, એક બીજા વ્યક્તિ રાહુલ ઉપાધ્યાયની પણ મોત થઈ ગઈ છે, તે પછી પુરા વિસ્તારમાં કર્ફ્યું લગાવી દેવામાં આવ્યું હતું.

રાહુલ મંગળવારના દિવસે મીડિયા સામે આવ્યો અને તેને કહ્યું કે હું ઘટનાના સમયે કાસગંજમાં હતો જ નહિ. તેણે કહ્યું કે મારા કેટલાક દોસ્તોએ આ સમાચાર સાંભળતા જ મને આ વિશે જણાવ્યું હતું.

હિંસમાં જીવ ગુમાવનાર અભિષેક ગુપ્તા ( ચંદન )ની સાથે રાહુલના મોતના સમાચાર પણ આગની જેમ ફેલાયા હતાં. પોલીસે તપાસ કરી પછી ખબર પડી કે તેના મોતના સમાચાર ખોટા છે.

આ હિંસાની વચ્ચે અફવાઓના હાથે મૃત્યુ પામેલા રાહુલ ઉપાધ્યાય આખરે સામે આવ્યો છે, તેને કહ્યું કે સોશ્યલ મીડિયામાં પર ચાલી રહેલ તેના મરવાના સમાચાર ખોટા છે. તેને મોતની અફવાનું સત્ય બધાની સામે મુક્યું હતું.

આઇજી સંજીવ ગુપ્તાને હિંસાના ઉશ્કેરણી અંગે પૂછ્યું, ત્યારે તેમણો પ્રતિભાવ એવો હતો કે તે એક પ્રકારના તોફાની તત્વો હતા જેઓ આનંદ માણવા માટે આવું કરી રહ્યા છે. 48 કલાક પછી શહેરમાં ઈન્ટરનેટ ચાલુ કરવામાં આવ્યું હતું.