Not Set/ 2-જી સ્પેક્ટ્રમ કેસ : કોર્ટે એ.રાજા અને કનીમોઝી સહિત તમામ આરોપીઓને કર્યા મુક્ત

યુપીએ-2 ની સરકાર દરમિયાન સામે આવેલા ટેલીકોમ ક્ષેત્રના સૌથી મોટા 2-જી સ્પેક્ટ્રમના ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સીબીઆઈની સ્પેશીયલ કોર્ટે આ કેસમાં તમામ ૧૯ આરોપીઓને નિર્દોષ સાબિત કર્યા છે. આ આરોપીઓમાં પૂર્વ ટેલીકોમ મંત્રી એ.રાજા અને ડીએમકેના સાંસદ કનીમોઝી સામેલ હતા. કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, સરકારી વકીલ આરોપ સાબિત કરવામાં અસફળ રહ્યા […]

Top Stories
raja and kanimozhi 647 110717113034 2-જી સ્પેક્ટ્રમ કેસ : કોર્ટે એ.રાજા અને કનીમોઝી સહિત તમામ આરોપીઓને કર્યા મુક્ત

યુપીએ-2 ની સરકાર દરમિયાન સામે આવેલા ટેલીકોમ ક્ષેત્રના સૌથી મોટા 2-જી સ્પેક્ટ્રમના ભ્રષ્ટાચારના કેસમાં કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. સીબીઆઈની સ્પેશીયલ કોર્ટે આ કેસમાં તમામ ૧૯ આરોપીઓને નિર્દોષ સાબિત કર્યા છે. આ આરોપીઓમાં પૂર્વ ટેલીકોમ મંત્રી એ.રાજા અને ડીએમકેના સાંસદ કનીમોઝી સામેલ હતા.

કોર્ટ દ્વારા કહેવામાં આવ્યું કે, સરકારી વકીલ આરોપ સાબિત કરવામાં અસફળ રહ્યા છે. સીબીઆઈ જજે ઓપી સૈનીએ જણાવ્યું કે, અભિયોજન પક્ષ એ સાબિત કરવામાં નિષ્ફળ રહ્યું કે, બે પક્ષો વચ્ચે રૂપિયાની લેવડ-દેવળ થઇ હતી.

કોર્ટમાં સુનાવણી દરમિયાન એ.રાજા અને કનીમોઝી પણ હાજર રહ્યા હતા અને જયારે કોર્ટે નિર્ણય આપતા જ તાળીઓ હતી. બીજી બાજુ કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસ અને ડીએમકેના નેતાઓએ ભાજપ પર નિશાન સાધ્યું હતું. કોંગેસ નેતા કપિલ સિબ્બલે જણાવ્યું કે, મેં પહેલેથી જ જણાવ્યું હતું કે આ કેસમાં ઝીરો લોસ એ અને તે જ થયું. પ્રધાનમંત્રીના લેવલમાં આ તરીકે ભ્રષ્ટાચારનો આરોપ ન લગાડવો જોઈએ.

પૂર્વ કેગ પ્રમુખને નિશાને લેતા કપિલ સિબ્બલે જણાવ્યું કે, વિનોદ રાયે દેશની સમક્ષ માફી માંગવી જોઈએ. દેશને ગુમરાહ કરવામાં આવ્યો અને યુપીએ સરકારને ખોટી સાબિત કરવામાં આવી.

કોર્ટના નિર્ણય બાદ કોંગ્રેસના નેતા ગુલાબનબી આઝાદે આ મુદ્દો રાજ્યસભામાં ઉઠાવ્યો હતો. પરંતુ રાજ્યસભાના ચેરમેને વૈકૈયા નાયડુએ કહ્યું કે, આ મુદ્દો હાઉસની બહારનો મામલો છે.