Not Set/ કોંગ્રેસના પ્રમુખપદે રાહુલ ગાંધીની આવતી કાલે તાજપોશી,સોનિયાએ આપ્યા નિવૃતિના સંકેત

દિલ્હી, કોંગ્રેસના પ્રમુખ તરીકે રાહુલ ગાંધીની તાજપોશી થઇ રહી છે ત્યારે સોનિયા ગાંધીની નિવૃતિ પર ચર્ચાઓ ચાલી હતી. આવતી કાલે એટલે કે શનિવારે રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખપદ તરીકેનો ચાર્જ લઇ રહ્યાં છે. ત્યારે વિદાય લઇ રહેલાં પ્રમુખ સોનિયા ગાંધીએ પોતાની નિવૃતિની સંકેતો આપ્યા હતા. એક ચેનલે સોનિયા ગાંધીને પુછ્યું કે, રાજકારણમાં હવે તમારી ભુમિકા શું […]

Top Stories
sonia કોંગ્રેસના પ્રમુખપદે રાહુલ ગાંધીની આવતી કાલે તાજપોશી,સોનિયાએ આપ્યા નિવૃતિના સંકેત

દિલ્હી,

કોંગ્રેસના પ્રમુખ તરીકે રાહુલ ગાંધીની તાજપોશી થઇ રહી છે ત્યારે સોનિયા ગાંધીની નિવૃતિ પર ચર્ચાઓ ચાલી હતી. આવતી કાલે એટલે કે શનિવારે રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખપદ તરીકેનો ચાર્જ લઇ રહ્યાં છે. ત્યારે વિદાય લઇ રહેલાં પ્રમુખ સોનિયા ગાંધીએ પોતાની નિવૃતિની સંકેતો આપ્યા હતા.

એક ચેનલે સોનિયા ગાંધીને પુછ્યું કે, રાજકારણમાં હવે તમારી ભુમિકા શું રહેશે? તો તેના જવાબમાં તેમણે કહ્યું હતું કે, હવે મારો નિવૃતિનો સમય થઇ રહ્યો છે..કોંગ્રેસના પ્રમુખ તરીકે સોનિયા ગાંધીની નિવૃતિની ઘોષણા બાદ મીડીયામાં ચર્ચાનો દોર ચાલ્યો હતો.જો કે કોંગ્રેસના સ્પોકપર્સન રણદીપ સુરજેવાલે ટ્વીટ કરીને કહ્યું હતું કે સોનિયા ગાંધી કોંગ્રેસના પ્રેસીડન્ટ તરીકે નિવૃત થઇ રહ્યાં છે,રાજકારણમાંથી નહીં.

રણદીપ સુરજેવાલે કહ્યું કે સોનિયા ગાંધી રાજકારણમાંથી નિવૃતિ નથી લઇ રહ્યાં. તેમના આશીર્વાદ, અનુભવ અને કોંગ્રેસની વિચાધારા સાથેની પ્રતિબધ્ધતા અમારા માટે માર્ગદર્શક બની રહેશે.

રાહુલ ગાંધી કોંગ્રેસના પ્રમુખપદનો ચાર્જ લઇ રહ્યાં છે અને તેમની તાજપોશીની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. આમ તો ગુજરાત અને હિમાચલપ્રદેશ વિધાનસભાની ચુંટણીના એક્ઝિટ પોલ કોંગ્રેસ માટે ઝટકા સમાન છે. જોકે તેમ છતા આવતીકાલે  થનાર રાહુલ ગાંધીની તાજપોશી પર તેની કોઈ અસર પડશે નહીં. કોંગ્રેસ સુત્રોએ સ્પષ્ટ કર્યુ છે કે રાહુલ ગાંધીને શનિવારે પાર્ટી અધ્યક્ષ બનાવવાના કાર્યક્રમમાં કોઈ ફેરફાર કરવામાં આવનાર નથી.

ઉલ્લેખનીય છે કે 19 વર્ષના કાર્યકાળ પછી સોનિયા ગાંધી કોંગ્રેસના પ્રમુખપદનો ચાર્જ છોડી રહ્યાં છે અને તેમના સ્થાને તેમના પુત્ર રાહુલ ગાંધી શનિવારે કોંગ્રેસના નવા પ્રમુખ તરીકેનો કાર્યભાળ સંભાળશે.