Not Set/ યુપીમાં મળેલી હાર બાદ યોગી-મૌર્યને દિલ્લી આવવા માટે આદેશ, અમિત શાહ લેશે ક્લાસ

દિલ્લી, તાજેતરમાં જ ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગઢ કહેવાતા ગોરખપુર અને ઉપ-મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યની સીટ ફૂલપુરની લોકસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં બીજેપીનો કારમો પરાજય થયો હતો જયારે વિપક્ષમાં રહેલા સપા અને બસપાના ગઠબંધનનો વિજય થયો હતો. ત્યારે બીજેપીનો ગઢ કહેવાતી આ બંને સીટો મળેલી હારના મનોમંથન માટે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મુખ્યમંત્રી […]

India
hhh યુપીમાં મળેલી હાર બાદ યોગી-મૌર્યને દિલ્લી આવવા માટે આદેશ, અમિત શાહ લેશે ક્લાસ

દિલ્લી,

તાજેતરમાં જ ઉત્તરપ્રદેશમાં મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના ગઢ કહેવાતા ગોરખપુર અને ઉપ-મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યની સીટ ફૂલપુરની લોકસભા સીટ પર પેટાચૂંટણી યોજાઈ હતી. આ પેટાચૂંટણીમાં બીજેપીનો કારમો પરાજય થયો હતો જયારે વિપક્ષમાં રહેલા સપા અને બસપાના ગઠબંધનનો વિજય થયો હતો. ત્યારે બીજેપીનો ગઢ કહેવાતી આ બંને સીટો મળેલી હારના મનોમંથન માટે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ અને ઉપ-મુખ્યમંત્રી કેશવપ્રસાદ મૌર્યને દિલ્લી આવવા માટે તેડું મોકલ્યું છે.

શનિવારે સાંજે પાંચ વાગ્યે દિલ્લી ખાતે આ ત્રણેય નેતાઓની બેઠક મળશે અને આ હાર અંગે મંથન કરવામાં આવશે. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણી પહેલા મળેલી હારના કારણો અંગે ચર્ચા થશે.

આ ઉપરાંત ઉત્તરપ્રદેશ રાજ્યમાં જ્યાં ૨૦૧૪માં ૮૦ લોકસભા બેઠકોમાંથી ૭૩ સીટ ભાજપે જીતી હતી ત્યારે આ વીઆઈપી બેઠકો પર મળેલી હાર બાદ સમાજવાદી પાર્ટી અને બહુજન સમાજવાદી પાર્ટીના ગઠબંધનથી ઉભા થયેલા પડકારો પર પણ સમીક્ષા કરવામાં આવશે. સાથે સાથે આગામી સમયમાં સપા, બસપા અને કોંગ્રેસ સહિતની વિપક્ષી પાર્ટીઓના મહાગઠબંધન અંગે પણ ચર્ચા થશે.

બીજી બાજુ પોતાના જ ગઢમાં જ મળેલા શરમજનક પરાજય બાદ રાજ્યની યોગી સરકાર પણ સફાળી જાગેલી જોવા મળી રહી છે. યોગી સરકાર દ્વારા રાજ્યના ૩૭ ઉચ્ચ અધિકારીઓની બદલી કરી લેવામાં આવ્યા છે જેમાં ગોરખપુરના ડીએમનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત માનવામાં આવી રહ્યું છે કે, મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સરકારના કેટલાક વિભાગોના અધિકારીઓ અને મંત્રીઓની કાર્યશૈલીથી પણ નારાજ છે.

યોગી સરકાર દ્વારા પેટાચૂંટણી પર મળેલી હાર અંગેની સમીક્ષામાં જાણવા મળ્યું છે કે,સરકારના કેટલાક વિભાગોના અધિકારીઓ પોતાની મનમાની કરી રહ્યા છે. ખાણ, પ્રાથમિક શિક્ષણ વિભાગમાં કામ નથી થઈ રહ્યું જ્યારે આયોગોની ભરતી પ્રક્રિયા પણ હાથ ધરવામાં આવી નથી આ ઉપરાંત કેટલાક વિભાગોના મંત્રીઓ પણ જનતા સાથે સંપર્ક બનાવવામાં નિષ્ફળ નીવડ્યા છે.