Not Set/ અગસ્તા ડીલ પર મિશેલની ચિઠ્ઠીથી થયો ખુલાસો, મનમોહન સિંહ પર હતું પાર્ટીનું દબાણ

નવી દિલ્હી, ૩૬૦૦ કરોડ રૂપિયાના અગસ્તા વેસ્ટલેન્ડ VVIP હેલિકોપ્ટર ડીલની કૌભાંડના મુખ્ય આરોપી મિશેલની ભારત પાછો લાવામાં આવી ચુક્યો છે, ત્યારબાદ હવે આ વચેટિયાની એક ચિઠ્ઠી સામે આવી છે જેને લઈ અનેક ખુલાસા થઇ શકે છે. મળતી માહિતી મુજબ, આ ચિઠ્ઠી ૨૮ ઓગષ્ટ, ૨૦૦૯ના રોજ ફિનમેકેનિકા કંપનીના CEO જુગેપી ઓરસીને લખવામાં આવી હતી, જેમાં કહેવામાં […]

Top Stories India Trending
christian michel 5 0 0 0 અગસ્તા ડીલ પર મિશેલની ચિઠ્ઠીથી થયો ખુલાસો, મનમોહન સિંહ પર હતું પાર્ટીનું દબાણ

નવી દિલ્હી,

૩૬૦૦ કરોડ રૂપિયાના અગસ્તા વેસ્ટલેન્ડ VVIP હેલિકોપ્ટર ડીલની કૌભાંડના મુખ્ય આરોપી મિશેલની ભારત પાછો લાવામાં આવી ચુક્યો છે, ત્યારબાદ હવે આ વચેટિયાની એક ચિઠ્ઠી સામે આવી છે જેને લઈ અનેક ખુલાસા થઇ શકે છે.

મળતી માહિતી મુજબ, આ ચિઠ્ઠી ૨૮ ઓગષ્ટ, ૨૦૦૯ના રોજ ફિનમેકેનિકા કંપનીના CEO જુગેપી ઓરસીને લખવામાં આવી હતી, જેમાં કહેવામાં આવ્યું છે કે, તેઓએ સત્તાધારી પાર્ટીના શીર્ષ નેતૃત્વ દ્વારા તત્કાલિન પ્રધાનમંત્રી મનમોહન સિંહ પર દબાણ બનાવ્યું હતું,

formar pm manmohan singh in chandigarh 1481289958 અગસ્તા ડીલ પર મિશેલની ચિઠ્ઠીથી થયો ખુલાસો, મનમોહન સિંહ પર હતું પાર્ટીનું દબાણ
national-agusta-westland-deal-christian-michel-letter-prime-minister-party-pressure

આ ઉપરાંત ચિઠ્ઠીમાં ખુલાસો થયો છે કે, આ ડીલ સાથે જોડાયેલી તમામ જાણકારી મિશેલને સબંધિત મંત્રાલયોને મળી રહી છે.

આ ચિઠ્ઠીમાં જણાવ્યા અનુસાર, મિશેલને અગસ્તા વેસ્ટલેન્ડ ડીલ સાથે જોડાયેલી તમામ જાણકારી પ્રધાનમંત્રી ઓફિસ, રક્ષા મંત્રાલય સહિત સરકારના વરિષ્ઠ અધિકારીઓને મળી રહી હતી.

મિશેલને પ્રધાનમંત્રી અને તત્કાલિન અમેરિકી વિદેશ મંત્રી હિલેરી ક્લિન્ટનની મુલાકાત અંગે પણ ખબર હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ૩૬૦૦ કરોડ રૂપિયાના અગસ્તા વેસ્ટલેન્ડ હેલિકોપ્ટરના ખરીદી કૌભાંડના આરોપી એવા ક્રિશ્ચયન મિશેલને UAEથી ભારત લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તે CBIની કસ્ટડીમાં છે.