Not Set/ અયોધ્યા વિવાદ કેસ: સુપ્રીમ કોર્ટે ફગાવી 32 પીટીશન

અયોધ્યા રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. અયોધ્યા મામલામાં પહેલો મોટો નિર્યણ લેતા સુપ્રીમ કોર્ટે બુધાવરે અયોધ્યા મૂળવાદીઓ અને પ્રતિવાદીઓએ રજુ કરેલી બધી જ પીટીશનો ફગાવી દીધી છે. સુપ્રીમ કોર્ટે હવે અયોધ્યા વિવાદની સુનાવણી 23 માર્ચે 2 વાગે કરવાનો નિર્યણ લીધો છે. હવેથી અસર અરજદારોને જ કોર્ટ સાંભળશે. સુપ્રીમ કોર્ટે ભાજપના નેતા […]

India
report 3585 2017 03 22 અયોધ્યા વિવાદ કેસ: સુપ્રીમ કોર્ટે ફગાવી 32 પીટીશન

અયોધ્યા રામ જન્મભૂમિ અને બાબરી મસ્જિદ વિવાદ મામલે આજે સુપ્રીમ કોર્ટમાં સુનાવણી થઈ. અયોધ્યા મામલામાં પહેલો મોટો નિર્યણ લેતા સુપ્રીમ કોર્ટે બુધાવરે અયોધ્યા મૂળવાદીઓ અને પ્રતિવાદીઓએ રજુ કરેલી બધી જ પીટીશનો ફગાવી દીધી છે.

સુપ્રીમ કોર્ટે હવે અયોધ્યા વિવાદની સુનાવણી 23 માર્ચે 2 વાગે કરવાનો નિર્યણ લીધો છે. હવેથી અસર અરજદારોને જ કોર્ટ સાંભળશે. સુપ્રીમ કોર્ટે ભાજપના નેતા સુબ્રમણ્યમ સ્વામીની પીટીશન પણ ફગાવી દીધી છે. સ્વામીની આ પીટીશનમાં બાબરી મસ્જિદ રામ મંદિર સંપતિ વિવાદમાં હસ્તક્ષેપ કરવાનો પ્રયાસ હતો.

ચીફ જસ્ટીસ આરિફ મોહમ્મદ ખાને આ મામલા કહ્યું કે, અયોધ્યા વિવાદનો ઉકેલ લાવવા માટે કોઈ પણ વિદ્વાન, વકીલ અથવા કોઈ બીજી વ્યક્તિ બન્ને પક્ષો સાથે બેસીને વાત કરી શકે છે. સરકાર તરફથી એએસજી તુષાર મહેતાએ કહ્યું કે ત્રીજા પક્ષે એટલે કે હસ્તક્ષેપ યાચિકાઓને આ સમયે સુનવણી કરવી ઠીક નથી.

સુબ્રમણ્યમ સ્વામી સહિતની કુલ 32 પીટીશનોને કોર્ટે ફગાવી છે. આમાં અપર્ણા સેન, શ્યાન બેનેગલ અને તીસ્તા સેતલવાડની પીટીશનો સમાવેશ થાય છે. સુનાવણી વખતે સ્વામીએ કહ્યું હતું કે, તેમના મૂળ અધિકાર તેમની સંપતિ સાથે જોડાયેલા અધિકાર કરતા મોટા છે.

જોકે સ્વામીએ અયોધ્યામાં રામ મંદીરમાં પૂજા-વિધિને તેમનો મૂળ અધિકાર ગણાવ્યો છે અને તેને લાગુ કરવાની માંગણી કરી છે, આ પીટીશનને સુપ્રીમ કોર્ટે ફરી સુનાવણી હાથ ધરવા સંમત થઈ છે.

આ મામલાથી જોડાયેલી 9000 પાનાંઓનો દસ્તાવેજ અને 90,000 પાનાંમા નોંધાયેલા જુબાનીઓ પાલી, ફારસી,સંસ્કૃત, અરબી જેવી અલગ અલગ ભાષાઓમાં છે, જેમાં સુન્ની વક્ફ બોર્ડે કોર્ટે આ બધા દસ્તાવેજોનું અનુવાદ કરવાની વાત કહી હતી.

આ પહેલાં 8 ફેબ્રુઆરીએ આ મામલે સુનાવણી કરવામાં આવી હતી. ત્યારે વાલ્મીકિ રામાયણ, રામચરિતમાનસ અને ગીતા સહિત 20 ધાર્મિક પુસ્તકોનું તથ્યની ચકાસણી માટે અંગ્રેજીમાં ટ્રાન્સલેશન ન થયુ હોવાના કારણે સુનાવણી ટાળવામાં આવી હતી.

સુનાવણી દરમિયાન અરજી કરનારના વકીલે કહ્યું હતું કે, અયોધ્યા વિવાદ લોકોની લાગણી સાથે જોડાયેલો મુદ્દો છે. ત્યારે ચીફ જસ્ટીસે કહ્યું હતું કે, મને આવી દલીલો પસંદ નથી, આ માત્ર જમીન વિવાદ છે.

ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની નેતૃત્વ હેઠળ ત્રણ જજોની બેંચ સુનાવણીની દિશા નક્કી કરશે, મહત્વની વાત એ છેકે આ વિવાદ લગભગ 68 વર્ષોથી કોર્ટમાં છે.