Not Set/ ભારતમાં લોન્ચ થયું આ મીની કોમ્પ્યુટર, જેણે તમે રાખી શકો છો પોકેટમાં

દિલ્લી, પોતાના પોકેટમાં મીની કોમ્પ્યુટર લઈને ફરવાની ઇચ્છા ધરાવતા વ્યક્તિઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. એલિટ ગ્રૂપ કોમ્પ્યુટર સિસ્ટમ (એસીએસ) દ્વારા એક મીની કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું છે જેને તમે પોતાના ખિસ્સામાં રાખી શકો છો. એસીએસ સિસ્ટમ દ્વારા ભારતમાં લીવા ક્યુ નામનું એક મીની કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું છે. જેની મુખ્ય ખાસિયત એ છે […]

Tech & Auto
LLLLLLLLLL ભારતમાં લોન્ચ થયું આ મીની કોમ્પ્યુટર, જેણે તમે રાખી શકો છો પોકેટમાં

દિલ્લી,

પોતાના પોકેટમાં મીની કોમ્પ્યુટર લઈને ફરવાની ઇચ્છા ધરાવતા વ્યક્તિઓ માટે ખુશીના સમાચાર સામે આવ્યા છે. એલિટ ગ્રૂપ કોમ્પ્યુટર સિસ્ટમ (એસીએસ) દ્વારા એક મીની કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું છે જેને તમે પોતાના ખિસ્સામાં રાખી શકો છો.

એસીએસ સિસ્ટમ દ્વારા ભારતમાં લીવા ક્યુ નામનું એક મીની કોમ્પ્યુટર લોન્ચ કરવામાં આવ્યું છે. જેની મુખ્ય ખાસિયત એ છે કે આ કોમ્પ્યુટર એકદમ નાનું છે અને તે પોકેટ સાઈઝ હોવાના કારણે તમે પોતાના ખિસ્સામાં પણ રાખી શકો છો.

IMG 20180129 111655 ભારતમાં લોન્ચ થયું આ મીની કોમ્પ્યુટર, જેણે તમે રાખી શકો છો પોકેટમાં

આ મીની કોમ્પ્યુટરના સ્પેશિફિકેશનની વાત કરવામાં આવે તો,

લીવા ક્યુ મીની કોમ્પ્યુટરમાં ઇન્ટેલ અપોલો લેક પ્રોસેસર આપવામાં આવ્યું છે. જેમાં ૪ જીબી રેમ અને ૬૪ જીબીની સ્ટોરેજ આપવામાં આવી છે.

આ કોમ્પ્યુટરમાં hdmi 2.0 પોર્ટ આપવામાં આવ્યો છે અને તે 4 G અને વિન્ડોઝ 10 સપોર્ટ કરે છે.

રાજધાની દિલ્લીમાં આયોજિત લોન્ચ ઇવેન્ટમાં એસીએસ કંપની જણાવ્યું હતું કે, લીવા ક્યુમાં ૪ GB રેમ અને સ્ટોરેજ ૬૪ GB છે. આ ગેઝેટની કિંમત ૧૫૫૦૦ રૂપિયા છે અને કોઈ ઓપરેટિંગ સિસ્ટમ વગર આ કોમ્પ્યુટર ૧૩૫૦૦ રૂપિયામાં ઉપલબ્ધ રહેશે. સાથે સાથે આ ગેઝેટને અન્ય રીસેલર તેમજ ઇ-કોમર્સ કંપનીઓના માધ્યમથી પણ તમે ખરીદી શકો છો.

લીવા બ્રાન્ડના કોમ્પ્યુટરના અન્ય સ્પેશિફિકેશનની વાત કરવામાં આવે તો, લીવા ક્યુ કવાડ કોર ઇન્ટેલ પેન્ટી યમ N 4200 અને ડ્યુઅલ કોર સેલરોન N3350 પર આધારિત છે. આ કોમ્પ્યુટરમાં અન્ય ડિવાઇસ કનેક્ટ કરવા માટે માઈક્રો એસડી કાર્ડ સ્લોટ, યુએસબી 3.1ટાઈપ એ અને અન્ય એક યુએસબી 2.0 પોર્ટ આપવામાં આવ્યો છે. આ ઉપરાંત hdmi પોર્ટ, બ્લુટુથ અને વાઈ ફાઇના ફિચર્સ પણ આપવામાં આવ્યા છે.

આ લીવા ક્યુ બ્રાન્ડના મીની કોમ્પ્યુટરનું વજન માત્ર ૨૬૦ ગ્રામ છે જેથી યુઝર ભારીખમ લેપટોપના વજન ઉંચકવાને બદલે સહેલાઈથી પોતાના જ પોકેટમાં રાખી શકે છે.