Not Set/ જાણો, લાંબા સમય બાદ આ અભિનેત્રી જોવા મળશે બોલીવુડમાં…

મુંબઈ બોલીવુડની અભિનેત્રી એશા દેઓલ ઘણા સમયથી મોટો પરડોથી ગાયબ થઇ ગઈ હતી હવે તે ફરી એકવાર શોર્ટ ફિલ્મ કેકાવોકથી બોલીવુડમાં પાછી આવી રહી છે. આ ફિલ્મનું નિર્દેશક રામ કમલ મુખર્જી અને અભ્ર ચક્રવર્તી કરશે. તમને જણાવી દઈએ કે રામ કમલ મુખર્જીએ હેમા માલિનીની બાયોગ્રાફી લખી છે. કેકાવોક ફિલ્મમાં ઇશા એક શેફની ભૂમિકામાં જોવા મળશે. આ […]

Entertainment
Esha Deol 3 જાણો, લાંબા સમય બાદ આ અભિનેત્રી જોવા મળશે બોલીવુડમાં...

મુંબઈ

બોલીવુડની અભિનેત્રી એશા દેઓલ ઘણા સમયથી મોટો પરડોથી ગાયબ થઇ ગઈ હતી હવે તે ફરી એકવાર શોર્ટ ફિલ્મ કેકાવોકથી બોલીવુડમાં પાછી આવી રહી છે. આ ફિલ્મનું નિર્દેશક રામ કમલ મુખર્જી અને અભ્ર ચક્રવર્તી કરશે.

તમને જણાવી દઈએ કે રામ કમલ મુખર્જીએ હેમા માલિનીની બાયોગ્રાફી લખી છે. કેકાવોક ફિલ્મમાં ઇશા એક શેફની ભૂમિકામાં જોવા મળશે. આ વિશે વાત કરતા ઇશાએ જણાવ્યું હતું કે, રામ કમલ મુખર્જી આ ફિલ્મ બનાવવાનો વિચાર ત્યારે આવ્યો જયારે રામ કમલ મારી માતા પર બુક લખવા માટે મારું ઇન્ટરવ્યું લેવા આવ્યા હતા.

ફિલ્મ વિશે વાત કરતા ઇશાએ જણાવ્યું કે મને લાગે છે કે રામ કમલને આ ફિલ્મ બનાવવાનો વિચાર અલગ અલગ મહિલાઓ સાથે વાતચીત કર્યા પછી આવ્યો હતો. રામ કમલને આ ફિલ્મની સ્ટોરીમાં દરેક ઘટનાને ખુબ જ સારી રીતે રજૂ કરી છે.

તો બીજી બાજુ રામ કમલે કહ્યું કે, આ ફિલ્મ નિર્દશન કરવા માટે મને ઇશા પ્રરિત કર્યો છે અને ફિલ્મનું શુટિંગ માર્ચ મહિનાના અંતમાં કોલકાતામાં કરવામાં આવશે.

થોડા સમય પહેલા એશા દેઓલના ઘરે ઉજવવામાં આવેલ હોળી પાર્ટી ઘણી ચર્ચામાં રહી હતી જેમાં હેમા માલિની આ પાર્ટીમાં જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, એશા દેઓલ 2012માં લગ્ન બાદ બોલીવુડમાંથી બ્રેક લઇ લીધો હતો.