Not Set/ RSS પ્રમુખ અને ભાજપના ચાણક્ય વચ્ચે થઇ મહત્વની બેઠક, આ એજન્ડા હોઈ શકે છે સૌથી ઉપર

મુંબઈ, ૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે, ત્યારે દેશના સૌથી ચર્ચિત મુદ્દાઓમાંના એક રામ મંદિરના નિર્માણના વિવાદ અંગે અનેક આરોપ પ્રત્યારોપ સામે આવી રહ્યા છે. એક બાજુ જ્યાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા અયોધ્યા વિવાદની સુનાવણી આગામી જાન્યુઆરી મહિના સુધી ટાળવામાં આવ્યા બાદ ધમાસાણ મચ્યું છે, તેમજ RSS અને વિશ્વ હિંદુ પરિષદ (VHP) […]

Top Stories India Trending
657468 579740 shah bhagwat 053017 RSS પ્રમુખ અને ભાજપના ચાણક્ય વચ્ચે થઇ મહત્વની બેઠક, આ એજન્ડા હોઈ શકે છે સૌથી ઉપર

મુંબઈ,

૨૦૧૯માં યોજાનારી લોકસભાની ચૂંટણીના દિવસો નજીક આવતા જાય છે, ત્યારે દેશના સૌથી ચર્ચિત મુદ્દાઓમાંના એક રામ મંદિરના નિર્માણના વિવાદ અંગે અનેક આરોપ પ્રત્યારોપ સામે આવી રહ્યા છે.

એક બાજુ જ્યાં દેશની સર્વોચ્ચ અદાલત દ્વારા અયોધ્યા વિવાદની સુનાવણી આગામી જાન્યુઆરી મહિના સુધી ટાળવામાં આવ્યા બાદ ધમાસાણ મચ્યું છે, તેમજ RSS અને વિશ્વ હિંદુ પરિષદ (VHP) દ્વારા આ મુદ્દે અધ્યાદેશ લાવવાની માંગ પણ કરાઈ રહી છે.

આ વચ્ચે જ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને RSSના પ્રમુખ મોહન ભાવગત વચ્ચે બંધ બારણે એક બેઠક મળી છે.

એક કલાક સુધી મળી બેઠક

RSSના પ્રમુખ અને ભાજપના ચાણક્ય કહેવાતા અમિત શાહ વચ્ચે  મળેલી મહત્વની બેઠક એક કાલક કરતા વધુ સમય ચાલી હતી. માનવામાં આવી રહ્યું છે કે, આ બેઠકમાં સૌથી ચર્ચિત એવા રામ મંદિરના મુદ્દો તેમજ સબરીમાલા મંદિર તેમજ ૨૦૧૯ની લોકસભાની ચૂંટણીને લઈ ચર્ચા થઇ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, મોહન ભાગવત દ્વારા વિજયાદશમીના એક દિવસ પહેલા જ પોતાના સંબોધનમાં અયોધ્યામાં રામ મંદિરના નિર્માણ અંગે પ્રતિક્રિયા આપી હતી. આ દરમિયાન તેઓએ કેન્દ્ર સરકારને કહ્યું હતું કે, “જરૂરત પડે તો આ વિવાદ નાગે કાયદો પણ બનાવવામાં આવે.

રામ મંદિરની થાય નિર્માણ : અમિત શાહ

રામ મંદિર નિર્માણના વિવાદ અંગે જ્યાં દેશભરમાં અનેક ચર્ચાઓનો દોર જામ્યો છે, ત્યારે ભાજપના અધ્યક્ષ અમિત શાહ પણ રામ મંદિરના નિર્માણ અંગે ખુલીને નિવેદન આપી રહ્યા છે.

ગયા મહિને અમિત શાહે જણાવ્યું હતું કે, “તેઓની ઈચ્છા છે કે, રામ મંદિરનું નિર્માણ ૨૦૧૯થી શરુ થયું જોઈએ. હાલમાં તેઓએ કહ્યું હતું કે, આ વિવાદિત જમીનના માલિકીના હક અંગે નિર્ણય કરતા સમયે આ વાતથી કિનારો કરી શકતો નથી કે, ૬૦૦ વર્ષ પહેલા ભગવાન રામના જન્મસ્થળ પર સ્થિત તેઓનું મંદિર તોડી પાડવામાં આવ્યું હતું”.