Not Set/ મહારાષ્ટ્ર : દહાણુના દરિયામાં ૪૦ સ્કુલના બાળકો સાથેની બોટે મારી પલટી, ઘટનામાં ૪ બાળકોના મોત

મહારાષ્ટ્રના દહાણું ખાતેથી સનસનાટીભરી ઘટના સામે આવી છે. દહાણુમાં ૪૦ સ્કૂલના બાળકોને લઇ જઈ રહેલી એક બોટ દરિયામાં પલટી ખાઈ ગઈ છે. જેમાં ૪ બાળકોના કમકમાટીભર્યા મોત થયા છે. જયારે ૩૨ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કે.એલ પૌંડા સ્કૂલના વિદ્યાર્થીઓ પીકનીક કરવા ગયા હતા ત્યારે આ ઘટના દરિયા કિનારાથી ૨ નોટિકલ મીલના અંતરે થઈ હતી હતી. […]

Top Stories
DTaBashVoAEKU97 મહારાષ્ટ્ર : દહાણુના દરિયામાં ૪૦ સ્કુલના બાળકો સાથેની બોટે મારી પલટી, ઘટનામાં ૪ બાળકોના મોત

મહારાષ્ટ્રના દહાણું ખાતેથી સનસનાટીભરી ઘટના સામે આવી છે. દહાણુમાં ૪૦ સ્કૂલના બાળકોને લઇ જઈ રહેલી એક બોટ દરિયામાં પલટી ખાઈ ગઈ છે. જેમાં ૪ બાળકોના કમકમાટીભર્યા મોત થયા છે. જયારે ૩૨ બાળકોને બચાવી લેવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર, કે.એલ પૌંડા સ્કૂલના વિદ્યાર્થીઓ પીકનીક કરવા ગયા હતા ત્યારે આ ઘટના દરિયા કિનારાથી ૨ નોટિકલ મીલના અંતરે થઈ હતી હતી.

બીજી બાજુ ઘટનાની જાણ થતા જ સ્થાનિક પ્રશાસન તેમજ કોસ્ટગાર્ડની ટીમ પણ ઘટનાસ્થળે પહોચી હતી અને રેસ્કયુ અને બચાવની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી. બચાવ કામગીરીના ભાગરૂપે દમણથી ડોર્નિયર એરક્રાફ્ટ અને હેલિકોપ્ટરની પણ રેસ્ક્યુ ઓપરેશનમાં મદદ લેવામાં આવી રહી છે.