Not Set/ મધ્યપ્રદેશ: ભાજપને હરાવવા માટે કોંગ્રેસ બીએસપી વચ્ચે થયું ગઠબંધન

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશમાં આવી રહેલી ચૂંટણીઓને અનુલક્ષીને બીએસપી સાથેના ગઠબંધન પર મહોર લગાવી દીધી છે. આ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. એટલા માટે આ ગઠબંધન મોટા પગલાંના રૂપે જોવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ શનિવારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને હરાવવા માટે ગઠબંધનની બધી સંભાવનાઓ […]

Top Stories India
6dfbd59c f429 11e6 8b6e 25a65c287ec4 મધ્યપ્રદેશ: ભાજપને હરાવવા માટે કોંગ્રેસ બીએસપી વચ્ચે થયું ગઠબંધન

કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ મધ્ય પ્રદેશમાં આવી રહેલી ચૂંટણીઓને અનુલક્ષીને બીએસપી સાથેના ગઠબંધન પર મહોર લગાવી દીધી છે. આ વર્ષના અંતમાં મધ્ય પ્રદેશમાં વિધાનસભાની ચૂંટણીઓ થવાની છે. એટલા માટે આ ગઠબંધન મોટા પગલાંના રૂપે જોવામાં આવી રહ્યું છે. જણાવી દઈએ કે રાહુલ ગાંધીએ શનિવારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં ભાજપને હરાવવા માટે ગઠબંધનની બધી સંભાવનાઓ પર પ્રમુખ નેતાઓ સાથે ચર્ચા પણ હતી. આ બેઠકમાં મધ્ય પ્રદેશમાં ગઠબંધન ને લઈને હામી ભરવામાં આવી છે.

Mayawati Rahul Gandhi 295x200 e1531571135982 મધ્યપ્રદેશ: ભાજપને હરાવવા માટે કોંગ્રેસ બીએસપી વચ્ચે થયું ગઠબંધન

મધ્ય પ્રદેશ કોંગ્રેસના પ્રભારી મહાસચિવ દીપક બાબરીયા કે રાજ્યમાં બીએસપી સાથે મળીને ચૂંટણી  લડવાને લઈને વાતચીત સંતોષજનક રીતે આગળ વધી રહી છે. સીટોની વહેંચણીની ફોર્મ્યુલા ગોપનીય છે. અમે મીડિયા સામે કઈ કહેવા નથી માંગતા. જયારે ફેંસલો થશે ત્યારે આ બાબતે જણાવીશું.

પાર્ટી સંગઠન મધ્ય પ્રદેશ માં બીએસપી સાથે જયારે ગઠબંધનના પક્ષમાં છે, ત્યારે રાજસ્થાન પ્રદેશ એકમ આના હકમાં નથી. બીએસપી સાથે ગઠબંધનની સંભાવના પર રાજસ્થાન કોંગ્રેસના અધ્યક્ષ સચિન પાયલોટે કહ્યું કે રાજસ્થાનમાં અમે ભાજપને હરાવવા માટે સક્ષમ છીએ. કોઈ વિશેષ પાર્ટી સાથે ગઠબંધનની કોઈ વાત થઇ નથી.

જણાવી દઈએ કે મધ્ય પ્રદેશમાં 2013ની વિધાનસભા ચૂંટણીમાં બીએસપીએ 4 સીટો જીતી હતી. અને લગભગ એક ડઝન સીટ પર બીજા સ્થાને હતી. બીએસપીની આ તાકાતને જોઈને જ કોંગ્રેસ એમની સાથે ગઠબંધન કરી રહી છે.