Not Set/ પિતાએ ચા વેંચી ઉધારી કરીને પુત્રને ભણાવ્યો, પુત્ર બન્યો આઈએએસ

યૂપીએસસી સિવિલ સર્વિસ 2017ના પરિણામોમાં રાજસ્થાનના જેસલમેર રહેવાસી દેશલદનને આઈએએસ માં 82 મી રેન્ક મળી છે. તેના પર તેમના પરિવારજનો અને સમાજને ગર્વ છે કારણ કે તેમણે કઠોર પરિશ્રમ કરી પરિવારનું નામ રોશન કર્યું છે. આપને જણાવી દઈએ કે દેશલદાનનાં પિતા ચા વેચવાનું કામ કરે છે. દેશલદાન એક સંપન્ન પરિવારથી નથી આવતો પરંતુ પોતાની મહેનતથી તેણે […]

Top Stories
28 04 2018 deshaldaan topper m600x450 1524909255 પિતાએ ચા વેંચી ઉધારી કરીને પુત્રને ભણાવ્યો, પુત્ર બન્યો આઈએએસ

યૂપીએસસી સિવિલ સર્વિસ 2017ના પરિણામોમાં રાજસ્થાનના જેસલમેર રહેવાસી દેશલદનને આઈએએસ માં 82 મી રેન્ક મળી છે. તેના પર તેમના પરિવારજનો અને સમાજને ગર્વ છે કારણ કે તેમણે કઠોર પરિશ્રમ કરી પરિવારનું નામ રોશન કર્યું છે. આપને જણાવી દઈએ કે દેશલદાનનાં પિતા ચા વેચવાનું કામ કરે છે.

દેશલદાન એક સંપન્ન પરિવારથી નથી આવતો પરંતુ પોતાની મહેનતથી તેણે સાબિત કરી દીધું છે, કે સફળતા મેળવવા માટે પૈસાની જરૂર નહિ પરંતુ કઠોર પરિશ્રમ અને ખંતની જરૂર પડે છે.

દેશલદાને ભણાવવા માટે તેના પિતાએ વ્યાજ પર પૈસા લીધા હતા અને આમ કરીને દેશલદાનને પોતાનો અભ્યાસ શરુ રાખ્યો હતો. દીકરો ભણવામાં બાળપણથી જ હોશિયાર હતો આથી પિતાએ તેને ખુબ સાથ આપ્યો હતો.

આપને જણાવી દીઈએ કે યુપીએસસી સિવિલ સર્વિસ 2017 ના પરિણામોમાં જેસલમેરના રહીશ દેશલમેરની પસંદગી કરવામાં આવી છે. તેણે 82 રેન્ક મેળવી છે. આ પહેલા દેશાલમેરની પસંદગી આઈએફએસ માં થઇ હતી.

જેસલમેરના ચુંગા નાકા પર ચાનો સ્ટોલ ચલાવનારા કુશલાદાને ખુબ મહેનત કરી અને પોતાના પુત્રને ભણાવ્યો હતો જયારે તેમણે ખબર પડી કે તેમના પુત્રની પસંદગી આઈએએસ માં થઇ છે આ જાણીને પૈતૃક ઘરમાં ખુશીઓ છવાઈ ગઈ હતી.

પિતાને વિશ્વાસ હતો કે પુત્ર તેમનું નામ દેશમાં નામ રોશન કરશે અને દીકરાએ ખરેખર આ કરવાથી દેશમાં પિતાનું નામ દેશમાં રોશન કર્યું છે. આમ કરી દેશલદાને પોતાના જીલ્લાનું નામ પણ રોશન કર્યું છે. આજે તેની આ ઉપલબ્ધીથી તેનો પરિવાર અને ગામ ખુબ ખુશ છે.