Not Set/ સિંગર અંકિત તિવારીના પિતાએ વિનોદ કાંબલી અને એની પત્ની વિરુદ્ધ કરી મારપીટની ફરિયાદ

મુંબઈ, ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી વિનોદ કાંબલી અને તેમની પત્ની એન્ડ્રીયા સામે મારપીટનો કેસ કરવામાં આવ્યો છે. બાંગુર સિટી પોલીસ સ્ટેશનમાં નામાંકિત સિંગર અંકિત તિવારીના પિતા રાજેન્દ્ર કુમાર તિવારીએ કાંબલી દંપતિ સામે એફઆઈઆર દાખલ કરી છે. તિવારીનું કહેવું છે કે એક મોલમાં તેમનો હાથ, ભૂલથી કાંબલીની પત્નીના હાથને અડકી ગયો હતો. આ વાત પર […]

Top Stories India
સિંગર અંકિત તિવારીના પિતાએ વિનોદ કાંબલી અને એની પત્ની વિરુદ્ધ કરી મારપીટની ફરિયાદ

મુંબઈ,

ભારતીય ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ ખેલાડી વિનોદ કાંબલી અને તેમની પત્ની એન્ડ્રીયા સામે મારપીટનો કેસ કરવામાં આવ્યો છે. બાંગુર સિટી પોલીસ સ્ટેશનમાં નામાંકિત સિંગર અંકિત તિવારીના પિતા રાજેન્દ્ર કુમાર તિવારીએ કાંબલી દંપતિ સામે એફઆઈઆર દાખલ કરી છે. તિવારીનું કહેવું છે કે એક મોલમાં તેમનો હાથ, ભૂલથી કાંબલીની પત્નીના હાથને અડકી ગયો હતો. આ વાત પર નારાજ થઇ કાંબલીએ તેમની સાથે મારપીટ કરી હતી.

VINOD Kambli and wife સિંગર અંકિત તિવારીના પિતાએ વિનોદ કાંબલી અને એની પત્ની વિરુદ્ધ કરી મારપીટની ફરિયાદ

રાજેન્દ્ર તિવારીની ફરિયાદ પર બંને પતિ-પત્ની વિરુદ્ધ બાંગુર નગર પોલીસ સ્ટેશનમાં આઇપીસીની કલમ 504 (શાંતિ ભંગ કરવાના હેતુથી કોઈનું અપમાન કરવું) અને કલમ 323 (હિંસક રૂપથી કોઇને નુકસાન પહોંચાડવું) હેઠળ કેસ કરવામાં આવ્યો છે.

scuffle between ankit tiwari family and vinod kambli in mumbai mall સિંગર અંકિત તિવારીના પિતાએ વિનોદ કાંબલી અને એની પત્ની વિરુદ્ધ કરી મારપીટની ફરિયાદ

આ ઘટના વિશે વિનોદ કાંબલીએ મીડિયા સાથે વાત કરી હતી, ‘તે વ્યક્તિએ મારી પત્ની સાથે દુર્વ્યવહાર કર્યો. મારે તેના વિરુદ્ધ કેસ કરવો જોઇએ. તે મારી પત્નીને ખોટી રીતે હાથ લગાવ્યો હતો. મે મુંબઇ પોલીસને આ વિશે આ ટ્વિટ કર્યુ છે. અમે આ કેસમાં આગળ તપાસ કરીશું.વિનોદ કાંબલી આ પહેલા પણ વિવાદોમાં ઘેરાયેલા રહ્યા છે. વર્ષ 2015માં ટીમ ઈન્ડિયાના ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલી અને તેમની પત્ની એન્ડ્રીયા સામે ઘરકામ કરતી સોની નફાયાસિંહ સરસાલે મારપીટ કેસ કર્યો હતો.

vinod kambli son ipl 2016 સિંગર અંકિત તિવારીના પિતાએ વિનોદ કાંબલી અને એની પત્ની વિરુદ્ધ કરી મારપીટની ફરિયાદ

પોલીસના જણાવ્યા મુજબ, પૂર્વ ક્રિકેટરના ઘરમાં બે વર્ષથી કામ કરતી સોનીએ આરોપ લગાવ્યો હતો કે, જ્યારે વિનોદ કાંબલી અને એન્ડ્રીયા પાસે પગાર માગ્યો તો તેની સાથે મારપિટ કરવામાં આવી. અને તેને ત્રણ દિવસ સુધી રૂમમાં પૂરી રાખવામાં આવી હતી. અને ત્યારબાદ ઘરેથી કાઢી મુકવામાં આવી હતી.