Not Set/ દલિત, મુસલમાન હવે ભાજપના આ સાંસદે હનુમાનજીને બતાવ્યા “ચીની”

નવી દિલ્હી, દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભગવાન હનુમાનની જાતિને લઈ રાજનૈતિક ચર્ચાઓનો દોર જામ્યો છે. કેટલાક રાજકીય નેતાઓ હનુમાનને પહેલા દલિત, મુસલમાન કે જાટ ગણાવી રહ્યા છે, ત્યારે હવે બિહારમાં દરભંગા સીટ પરથી ભાજપન સાંસદ અને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે હનુમાનજીને ચીની બતાવ્યા છે. આ મુદ્દે કીર્તિ આઝાદે કહ્યું હતું કે, “હનુમાન જી ચીની હતા”. […]

Top Stories India Trending
529905 kirti azad દલિત, મુસલમાન હવે ભાજપના આ સાંસદે હનુમાનજીને બતાવ્યા "ચીની"

નવી દિલ્હી,

દેશભરમાં છેલ્લા કેટલાક દિવસોથી ભગવાન હનુમાનની જાતિને લઈ રાજનૈતિક ચર્ચાઓનો દોર જામ્યો છે. કેટલાક રાજકીય નેતાઓ હનુમાનને પહેલા દલિત, મુસલમાન કે જાટ ગણાવી રહ્યા છે, ત્યારે હવે બિહારમાં દરભંગા સીટ પરથી ભાજપન સાંસદ અને પૂર્વ ક્રિકેટર કીર્તિ આઝાદે હનુમાનજીને ચીની બતાવ્યા છે.

આ મુદ્દે કીર્તિ આઝાદે કહ્યું હતું કે, “હનુમાન જી ચીની હતા”. દરેક જગ્યાએ આં અફવાઓ ઉડી રહી છે કે,ચીની લોકો દાવો કરી રહ્યા છે કે, હનુમાન જી ચીની હતા”.

બીજી બાજુ ભાજપના સાંસદ ઉદિત રાજે હનુમાનને આદિવાસી કહ્યા હતા, જયારે યોગી સરકારમાં મંત્રી લક્ષ્મી નારાયણ ચૌધરીને હનુમાનને જાટ બતાવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે રાજસ્થાનમાં યોજાયેલી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર દરમિયાન ભગવાન હનુમાનને દલિત કહ્યા હતા, ત્યારથી જ આ અંગે નિવેદનબાજીનો દોર જામ્યો હતો.