દિલ્લી,
વર્ષ ૨૦૧૪માં મોદી સરકારના ગઠન બાદ હંમેશા તેઓ દ્વારા દેશના સામાન્ય વ્યક્તિને સરકારના કોઈ યોજના સાથે જોડવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ત્યારે હવે મોદી સરકાર દ્વારા વધુ એકવાર આ જ પ્રમાણેની એક સ્કીમનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સામાન્ય વિધાથીઓ ૫૦ હજાર રૂપિયા સુધીની પુરસ્કારિત રકમ જીતી શકે છે.
આ સ્કીમ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા શરુ કરવામાં આવેલી ભારત નેટ પ્રોજેક્ટ. આ પ્રોજેક્ટ પણ વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વકાંક્ષી યોજ્નોમાંની ડિજિટલ ઈન્ડિયાનો જ એક ભાગ છે.
આ ભારત નેટ પ્રોજેક્ટ ભાગ લેવા માટે તમારે કોઈ પણ જગ્યાએ જવાની જરૂરત નથી, કારણ કે આ કામને તમે પોતાના ઘરે બેસીને પણ કરી શકો છો. જેમાં તમે ૫૦ હજાર રૂપિયા સુધી જીતી શકો છો.
ભારત નેટ પ્રોજેક્ટ શરુ કરવામાં આવશે
કેન્દ્ર સરકાર દ્વારા દેશભરના ગામડાઓમાં ઈન્ટરનેટ પહોચાડવા માટે એક ભારત નેટ નામના એક પ્રોજેક્ટની શરૂઆત કરવામાં આવી છે. આ પ્રોજેક્ટ દ્વારા દેશની કુલ ૨.૫ લાખ ગ્રામ પંચાયતોને ઓપ્ટીકલ ફાઈબર દ્વારા જોડવામાં આવશે.
તમે પણ આ પ્રોજેક્ટ માટે કામ કરી શકો છો.
આ પ્રોજેક્ટમાં દેશનો કોઈ પણ નાગરિક કે જે ડીઝાઇનિંગમાં મહારથ ધરાવતા હોય તો, આ પ્રોજેક્ટ તમારા માટે ખૂબ અગત્યનો છે.
હકીકતમાં મોદી સરકાર ભારત નેટ પ્રોજેક્ટ માટે લોગો તૈયાર કરાવવા માંગે છે અને આ કામને કરાવવા માટે તેઓ દેશના સામાન્ય નાગરિકને ભાગીદાર બનાવી પૂરું કરવા માંગે છે.
આ પ્રોજેક્ટમાં ભાગ લેનારા લોકો દ્વારા બનાવવામાં આવેલા લોગોને ઓનલાઈન સબમિટ કરાવવો પડશે. પરંતુ આ પહેલા તમારે લોગોને તૈયાર કરવા માટેના નિયમો અને શર્તો જાણવી જરૂરી છે.
આ માટે શું મળશે ?
ભારત નેટ પ્રોજેક્ટ માટે તમારા દ્વારા સબમિટ કરવામાં આવેલો લોગો બેસ્ટ સાબિત થશે ત્યારે ૫૦ હજાર રૂપિયાનું ઇનામ આપવામાં આવશે. આ ઉપરાંત અન્ય ૫ સતોષકારક એન્ટ્રીઓને પણ ૧૦-૧૦ હાજર રૂપિયા ઇનામ સ્વરૂપે આપવામાં આવશે.
આ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે તમારે શું કરવું પડશે :
ભારત નેટ પ્રોજેક્ટમાં ભાગ લેવા માટે તમારે ૧૫ મે પહેલા પોતાની એન્ટ્રી કરાવવી પડશે. આ ઉપરાંત લોગોની ડીઝાઇન તૈયાર કરતા પહેલા https://www.mygov.in/task/bharatnet-logo-design-contest નામની લિંક પર ક્લિક કરીને આ માટે જરૂરી નિયમ પણ તમે જાણી શકો છો.