Not Set/ INX મીડિયા કેસ : પૂર્વ નાણામંત્રીના પુત્ર કીર્તિ ચિદમ્બરમની CBIએ કરી ધરપકડ

ચેન્નઈ, આઇએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં આરોપી પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ કાર્તિ ચિદમ્બરમ જયારે લંડનથી ભારત આવ્યા ત્યારે ચેન્નઈ એરપોર્ટ પરથી  ધરપકડ કરી હતી. સીબીઆઈ દ્વારા આ અંગે જણાવ્યું હતું કે, કાર્તિ તેઓના સવાલોનો જવાબ આપી રહ્યા ન હતા તેમજ તપાસમાં યોગ્ય સહયોગ કરી રહ્યા નથી. કાર્તિ […]

India
karti chidamabaram 660 022818094409 INX મીડિયા કેસ : પૂર્વ નાણામંત્રીના પુત્ર કીર્તિ ચિદમ્બરમની CBIએ કરી ધરપકડ

ચેન્નઈ,

આઇએનએક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં આરોપી પૂર્વ નાણામંત્રી પી. ચિદમ્બરમના પુત્ર કાર્તિ ચિદમ્બરમની ધરપકડ કરવામાં આવી છે. સીબીઆઈએ કાર્તિ ચિદમ્બરમ જયારે લંડનથી ભારત આવ્યા ત્યારે ચેન્નઈ એરપોર્ટ પરથી  ધરપકડ કરી હતી.

સીબીઆઈ દ્વારા આ અંગે જણાવ્યું હતું કે, કાર્તિ તેઓના સવાલોનો જવાબ આપી રહ્યા ન હતા તેમજ તપાસમાં યોગ્ય સહયોગ કરી રહ્યા નથી. કાર્તિ લંડનમાં હતા ત્યારે પોતાના વિરુધ ચાલી રહેલી તપાસના પુરાવાઓ નષ્ટ કરી રહ્યા છે એમ પણ સીબીઆઈ દ્વારા જણાવાયું હતું.

બીજી બાજુ સીબીઆઈએ દાવો કર્યો છે કે, તેઓ પાસે કાર્તિ ચિદમ્બરમ વિરુધ પૂરતા પુરાવા છે અને તેઓ સાબિત કરી શકે છે કે કાર્તિએ આ મામલે ૧૦ લાખ રૂપિયા લીધા હતા. નોધનીય છે કે, આઇએનએક્સ મીડિયા પર ૨૦૦૭માં પી. ચિદમ્બરમ યુપીએ સરકારમાં નાણામંત્રી હતા ત્યારે નિયમોનું ઉલ્લંઘન કરીને ૩૦૫ કરોડ રૂપિયાનું વિદેશી ફંડ લેવાનો આરોપ છે.

ED દ્વારા આ પહેલા ગત ૨ જાન્યુઆરી ૨૦૧૮ના રોજ આ કેસ સાથે જોડાયેલા આરોપી કીર્તિ ચિદમ્બરમ સામે સમન જાહેર કર્યું હતું તેમજ ૧૩ જાન્યુઆરીના રોજ દિલ્લી અને ચેન્નઈના ચાર જગ્યાઓ પર દરોડા પાડ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, કાર્તિ ચિદમ્બરમ પર ૨૦૦૭માં આઇએનએક્સ મીડિયા અને એયરસેલ-મૈક્સિસ મામલે નિયમોનું ઉલ્લંઘન ફોરેન ઇન્વેસ્ટમેન્ટ પ્રમોશન બોર્ડ (FIPB)ની મંજૂરી પ્રાપ્ત કરી હતી. આ સમયે કાર્તિ ચિદમ્બરમના પિતા પી. ચિદમ્બરમ નાણામંત્રી હતા અને તેઓએ જ કાર્તિનું કામ આશાન બનાવ્યું હતું હોવાનો આરોપ છે.