Not Set/ લદ્દાખ : બરફના તોફાનમાં ફસાયેલા ૧૦ પર્યટકોમાંથી ૫ના મળ્યા મૃતદેહ, પાંચ હજી લાપતા

લદ્દાખ, જમ્મુ-કાશ્મીરના લદ્દાખમાં સ્થિત ખારદુંગ લ ક્ષેત્રમાં આવેલા બરફના તૂફાનમાં (હિમસ્ખલન)ની ઝપેટમાં આવેલા ૧૦ લોકોમાંથી ૫ના મોત થયા હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે. રેસ્ક્યુ ઓપરેશન સાથે જોડાયેલા અધિકારીના જણાવ્યા મુજબ, શુક્રવાર સવારે હિમસ્ખલનની ઝપેટમાં આવેલા ૧૦ લોકોમાંથી ૫ લોકોના મોત થઇ ચુક્યા છે. #UPDATE Jammu & Kashmir: 5 bodies have been recovered so far. 10 […]

Top Stories India Trending
X7hwFOE6 લદ્દાખ : બરફના તોફાનમાં ફસાયેલા ૧૦ પર્યટકોમાંથી ૫ના મળ્યા મૃતદેહ, પાંચ હજી લાપતા

લદ્દાખ,

જમ્મુ-કાશ્મીરના લદ્દાખમાં સ્થિત ખારદુંગ લ ક્ષેત્રમાં આવેલા બરફના તૂફાનમાં (હિમસ્ખલન)ની ઝપેટમાં આવેલા ૧૦ લોકોમાંથી ૫ના મોત થયા હોવાની પૃષ્ટિ કરવામાં આવી છે.

રેસ્ક્યુ ઓપરેશન સાથે જોડાયેલા અધિકારીના જણાવ્યા મુજબ, શુક્રવાર સવારે હિમસ્ખલનની ઝપેટમાં આવેલા ૧૦ લોકોમાંથી ૫ લોકોના મોત થઇ ચુક્યા છે.

બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન સાથે સંકળાયેલા એક અધિકારીના જણાવ્યા મુજબ, બરફના તૂફાનમાં સવારે ૭ વાગ્યે એક ટ્રક ઝપેટમાં આવી ગઈ હતી. આ ટ્રકમાં કુલ ૧૦ લોકો સવાર હતા. આ ઘટનાની જાણ થતા જ BROના કર્મચારીઓ તેમજ મશીનરીને રાહત અને બચાવ કાર્યમાં લગાડવામાં આવી છે.

લદ્દાખ : બરફના તોફાનમાં ફસાયેલા ૧૦ પર્યટકોમાંથી ૫ના મળ્યા મૃતદેહ, પાંચ હજી લાપતા
national-jammu-and-kashmir-snow-storm-in-ladakh-khardungla-5 body recover rescue-operation-undway

તેઓએ વધુમાં કહ્યું હતું કે, ટ્રક સહિત ૧૦ લોકો જ્યાં ફસાયા છે ત્યાંનું તાપમાન શૂન્યથી ૧૫ ડિગ્રી ઓછું છે, જેને લઈને રેસ્ક્યુ ઓપરેશનમાં તકલીફ થઇ રહી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, છેલ્લા કેટલાક સમયથી જમ્મુ – કાશ્મીરમાં ભારે હિમવર્ષા થઇ રહી છે, જેને લઈ રાજ્યના અનેક વિસ્તારોનું તાપમાન માઈન્સ ડિગ્રી સુધી પહોંચી ગયું છે.