Not Set/ જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ, એનસી અને પીડીપી બનાવશે ગઠબંધન સરકાર …?

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન ખતમ થવાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, રાજકારણમાં હલચલ વધી રહી છે. સજ્જાદ લોનની પાર્ટી અને ભાજપ વચ્ચે ગઠબંધનની અટકળો બાદ કોંગ્રેસ, પીડીપી અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે પણ કાશ્મીરમાં સરકાર બનાવવા પર વાતચીત ચાલી રહી છે. જોકે, ભાજપે આ કોશિશને પાકિસ્તાન પ્રેરિત ગણાવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ […]

Top Stories India
Omar says Mehbooba assumes office in a weaker position than her fat જમ્મુ-કાશ્મીરમાં કોંગ્રેસ, એનસી અને પીડીપી બનાવશે ગઠબંધન સરકાર ...?

જમ્મુ-કાશ્મીરમાં રાજ્યપાલ શાસન ખતમ થવાની તારીખ જેમ જેમ નજીક આવી રહી છે, રાજકારણમાં હલચલ વધી રહી છે. સજ્જાદ લોનની પાર્ટી અને ભાજપ વચ્ચે ગઠબંધનની અટકળો બાદ કોંગ્રેસ, પીડીપી અને નેશનલ કોન્ફરન્સ વચ્ચે પણ કાશ્મીરમાં સરકાર બનાવવા પર વાતચીત ચાલી રહી છે.

જોકે, ભાજપે આ કોશિશને પાકિસ્તાન પ્રેરિત ગણાવી છે. કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી ગુલામ નબી આઝાદે બુધવારે જણાવ્યું કે એક સુઝાવ પર આ દિશામાં વાતચીત ચાલી રહી છે. એમણે કહ્યું કે, બીજી પાર્ટીઓનું કહેવાનું છે કે આપણે એક થઈને સરકાર બનાવીએ.

કોંગ્રેસના પ્રભારી મહાસચિવ અંબિકા સોનીએ કાશ્મીરમાં પ્રદેશ અધ્યક્ષ અને ધારાસભ્ય દળના નેતાના નેત્તૃત્વમાં એક પેનલ બનાવી છે. આ પેનલ ઉમર અબ્દુલ્લા અને મહેબૂબ મુફ્તી સાથે વાત કરી રહી છે. 23 નવેમ્બરે અંબિકાએ દિલ્હીમાં જમ્મુ-કાશ્મીરના 50 નેતાઓને બેઠક માટે બોલાવ્યા છે.

જમ્મુ-કાશ્મીરના ભાજપના નેતા અને પૂર્વ ઉપમુખ્યમંત્રી કવિંદ્ર ગુપ્તાએ પીડીપી, એનસી અને કોંગ્રેસના ગઠબંધન પર આરોપ લગાવતા કહ્યું કે, આ કાવતરું પાકિસ્તાન પ્રેરિત છે.