Not Set/ જસ્ટિસ રંજન ગોગોઈ હશે સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ… અહીં જાણો વિગત

જસ્ટિસ રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ હશે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રા એમના નામની ભલામણ મોકલશે. નિયમ મુજબ સૌથી વરિષ્ઠ જજ ચીફ જસ્ટિસ હોય છે. મુખ્ય ન્યાયાધીશના રૂપે જસ્ટિસ રંજન ગોગોઈ 3 ઓક્ટોબરે શપથ લેશે. આશા કરવામાં આવી રહી છે કે આવતા બે અઠવાડિયામાં સરકારના અનુરોધ પર રાષ્ટ્રપતિ સચિવાલય જસ્ટિસ ગોગોઇને નવા ચીફ જસ્ટિસ […]

Top Stories India
thequint2F2016 022F1a5aacd7 037d 4f6e 8c33 19ad0d067b0e2FHero gogoi જસ્ટિસ રંજન ગોગોઈ હશે સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ... અહીં જાણો વિગત

જસ્ટિસ રંજન ગોગોઈ સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ હશે. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રા એમના નામની ભલામણ મોકલશે. નિયમ મુજબ સૌથી વરિષ્ઠ જજ ચીફ જસ્ટિસ હોય છે. મુખ્ય ન્યાયાધીશના રૂપે જસ્ટિસ રંજન ગોગોઈ 3 ઓક્ટોબરે શપથ લેશે. આશા કરવામાં આવી રહી છે કે આવતા બે અઠવાડિયામાં સરકારના અનુરોધ પર રાષ્ટ્રપતિ સચિવાલય જસ્ટિસ ગોગોઇને નવા ચીફ જસ્ટિસ નામાંકિત કરશે.

ranjan gogoi 644x362 e1535807179421 જસ્ટિસ રંજન ગોગોઈ હશે સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ... અહીં જાણો વિગત

જસ્ટિસ રંજન ગોગોઇનું દેશના નવા ચીફ જસ્ટિસ બનવું લગભગ નક્કી જ છે. ઇન્ડિયા લીગલ મુજબ કાયદા મંત્રાલયે પ્રોટોકોલ હેઠળ દીપક મિશ્રાને એમના ઉત્તરાધિકારીના નામની ભલામણ કરવાની ઘોષણા કરી છે. એક રિપોર્ટ મુજબ જસ્ટિસ દીપક મિશ્રા બે સપ્ટેમ્બરે એમનો પત્ર મંત્રાલયને મોકલી શકે છે. વર્તમાન મુખ્ય ન્યાયાધીશ બે ઓક્ટોબરે નિવૃત થઇ રહ્યા છે.

28th thgrp LawGE94JKKDU3jpgjpg e1535807207868 જસ્ટિસ રંજન ગોગોઈ હશે સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ... અહીં જાણો વિગત

પરંપરા મુજબ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ ન્યાયાધીશને ચીફ જસ્ટિસ બનાવવામાં આવે છે. અને સિનિયોરિટીના હિસાબથી જસ્ટિસ ગોગોઈ જસ્ટિસ દીપક મિશ્રા બાદ સૌથી ઉપર છે. જણાવી દઈએ કે 12 ફેબ્રુઆરી 2011 જસ્ટિસ ગોગોઈ પંજાબ અને હરિયાણા હાઇકોર્ટના ચીફ જસ્ટિસ બન્યા હતા. 23 એપ્રિલ 2012 માં તેઓ સુપ્રીમ કોર્ટમાં આવ્યા હતા. જણાવાઈ રહ્યું છે કે સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રૂપે જસ્ટિસ ગોગોઈનો કાર્યકાળ એક વર્ષ, એક મહિનો અને 14 દિવસનો રહેશે. તેઓ 17 નવેમ્બર 2019 ના રોજ સેવા નિવૃત થશે.

1516293767 7115 e1535807349604 જસ્ટિસ રંજન ગોગોઈ હશે સુપ્રીમ કોર્ટના નવા મુખ્ય ન્યાયાધીશ... અહીં જાણો વિગત

જસ્ટિસ રંજન ગોગોઈ આસામથી આવે છે. અને તેઓ સુપ્રીમ કોર્ટના વરિષ્ઠ જાજોમાં સામેલ છે. તેઓ ઓક્ટોબર 2018માં દેશની સૌથી મોટી અદાલતમાં મુખ્ય ન્યાયાધીશ બનવાની કતારમાં છે. એમના પિતા કેશવ ચંદ્ર ગોગોઈ આસામના મુખ્યમંત્રી રહી ચુક્યા છે.