Not Set/ IRCTC ગોટાળો : લાલુ પરિવારની વધી મુશ્કેલીઓ, પટિયાલા હાઉસ કોર્ટે જાહેર કર્યું સમન્સ

IRCTC ગોટાળામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે લાલુ યાદવ, એમના પત્ની રાબડી દેવી, પુત્ર તેજસ્વી યાદવ સહીત કુલ 14 આરોપીઓને 31 ઓગસ્ટ માટે સમન્સ જાહેર કર્યું છે. તપાસ એજન્સી સીબીઆઈની ચાર્જશીટના આધાર પર અદાલતે આ સમન્સ જાહેર કર્યું છે. જેમાં સીબીઆઈએ લાલુ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ સહીત 14 લોકો પર ગોટાળામાં શામેલ થવાનો આરોપ હતો. […]

Top Stories India
lalu family647 071517045742 IRCTC ગોટાળો : લાલુ પરિવારની વધી મુશ્કેલીઓ, પટિયાલા હાઉસ કોર્ટે જાહેર કર્યું સમન્સ

IRCTC ગોટાળામાં દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે લાલુ યાદવ, એમના પત્ની રાબડી દેવી, પુત્ર તેજસ્વી યાદવ સહીત કુલ 14 આરોપીઓને 31 ઓગસ્ટ માટે સમન્સ જાહેર કર્યું છે. તપાસ એજન્સી સીબીઆઈની ચાર્જશીટના આધાર પર અદાલતે આ સમન્સ જાહેર કર્યું છે. જેમાં સીબીઆઈએ લાલુ યાદવ, રાબડી દેવી, તેજસ્વી યાદવ સહીત 14 લોકો પર ગોટાળામાં શામેલ થવાનો આરોપ હતો. લાલુ યાદવ સહીત બધા આરોપીઓને અદાલતે આરોપી તરીકે સમન્સ જાહેર કર્યું છે.

Lalu yadav tejashwi yadav rabri yadav e1532935771778 IRCTC ગોટાળો : લાલુ પરિવારની વધી મુશ્કેલીઓ, પટિયાલા હાઉસ કોર્ટે જાહેર કર્યું સમન્સ

રેલવે કંપની IRCTC ના અધિકારી બીકે અગ્રવાલનું નામ સીબીઆઈ ચાર્જશીટમાં આવ્યું હતું. પરંતુ એમના વિરુદ્ધ રેલવે માંથી અનુમતિ ના મળવાને કારણે અદાલતમાં કોઈ કાર્યવાહી થઇ શકતી નહતી. અનુમતિ ના આપવાથી એક અધિકારીના કારણે અદાલત આ મામલામાં આરોપીઓ વિરુદ્ધ કેસ ચાલી શકતો નહતો. રેલવે દ્વારા અનુમતિ મળી ગઈ હોતી તો આરોપીઓએ કોર્ટ આવવું પડતું અને આરોપો નક્કી થતા. તથા આરોપીઓની ધરપકડ થઇ શકતી. જે કલમો હેઠળ કેસ દાખલ થયો છે એમાં જામીન મળી શકે તેમ નથી. આનાથી લાલુ, રાબડી અને તેજસ્વીની મુશ્કેલીઓ વધી જતી.

લાલુ યાદવ રેલવે મંત્રી હતા ત્યારે ટેન્ડર થી લઈને સુજાતા ગ્રુપને રેલ્વેની હોટલ અપાવવામાં મોટી ગડબડ થઇ હોવાના આરોપ છે. આ સાથે હોટલ સાથે જોડાયેલ જાહેરખબર અને ટેન્ડર પ્રક્રિયા બદલવાનો આરોપ છે. આરોપો મુજબ લાલુએ ફોન પર બીજા ટેન્ડર ભારવાવાળાઓને ધમકી આપી હતી. સુજાતા હોટલ બેલી રોડની કિંમતી જમીન લાલુના નજીકના પ્રેમ ગુપ્તાની કંપની ડિલાઇટ માર્કેટિંગને આપી હતી. પ્રેમ ગુપ્તાએ પોતાની કંપનીના શેર તેજસ્વી યાદવ અને રાબડી દેવીને વેચી દીધા હતા, આવી રીતે લાલુ પરિવારે એ જમીન પર કબ્જો કરી લીધો હતો.

LALUFAMILY e1532935814956 IRCTC ગોટાળો : લાલુ પરિવારની વધી મુશ્કેલીઓ, પટિયાલા હાઉસ કોર્ટે જાહેર કર્યું સમન્સ

આ મામલાની શરૂઆત જયારે લાલુ યાદવ 2005માં રેલ મંત્રી હતા ત્યારે થઇ હતી. ઝારખંડના રાંચી અને ઓરિસ્સાના પુરીમાં રેલવેની બે હોટલ મેસર્સ સુજાતા હોટલ પ્રાઇવેટ લિમિટેડને લીઝ પર આપવામાં આવી હતી. આરોપ છે કે લીઝ પર આપવા માટે ટેન્ડરના નિયમોમાં ઢીલ કરવામાં આવી. અને જયારે હોટલ લીઝ પર મળી ગઈ તો એના બદલામાં ડિલાઇટ માર્કેટિંગ કંપનીને પટનામાં 3 એકર જમીન મળી. આ જમીન ચાણક્ય હોટલના ડાયરેક્ટર વિનય કોચરે 1 કરોડ 47 લાખ રૂપિયામાં વેચી જયારે એ સમયે બજાર કિંમત લગભગ 2 કરોડ રૂપિયા હતી.

ડિલાઇટ માર્કેટિંગ કંપની આરજેડી સાંસદ પ્રેમચંદ ગુપ્તાની પત્ની સરલા ગુપ્તાના નામ પર હતી. સીબીઆઇનું કહેવાનું છે કે આ કંપની લાલુ પરિવારની બેનામી કંપની હતી. 2014માં ડિલાઇટ માર્કેટિંગ કંપનીના શેર લારા પ્રોજેક્ટ્સના નામ પર ટ્રાન્સફર કરી દેવામાં આવી. લારા પ્રોજેક્ટ્સમાં લાલુના પત્ની રાબડી દેવી અને પુત્ર તેજસ્વી યાદવ ડાયરેક્ટર છે.