Not Set/ મુંબઈ : ચાર કલાક બાદ સમેટાયું રેલ્વેના વિદ્યાર્થીઓનું આંદોલન, પાટા પર પાછી ફરી લોકલ ટ્રેન

મુંબઈ, ભારતીય રેલ્વેમાં પોતાની સ્થાયી નોકરીની માંગોને લઇ વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ મંગળવાર સવારે મુંબઈની લોકલ ટ્રેન બ્લોક કરી દીધી હતી. રેલવે ટ્રેક બ્લોક થવાના કારણે ટ્રેન વ્યવહારને ગંભીર અસર થઈ હતી. જો કે ચાર કલાક સુધી ચાલેલા પ્રદર્શન બાદ હવે સમયાંતરે ટ્રેનો શરુ કરી દેવામાં આવી છે. જે જગ્યાએ વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા […]

India
fffff મુંબઈ : ચાર કલાક બાદ સમેટાયું રેલ્વેના વિદ્યાર્થીઓનું આંદોલન, પાટા પર પાછી ફરી લોકલ ટ્રેન

મુંબઈ,

ભારતીય રેલ્વેમાં પોતાની સ્થાયી નોકરીની માંગોને લઇ વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓએ મંગળવાર સવારે મુંબઈની લોકલ ટ્રેન બ્લોક કરી દીધી હતી. રેલવે ટ્રેક બ્લોક થવાના કારણે ટ્રેન વ્યવહારને ગંભીર અસર થઈ હતી. જો કે ચાર કલાક સુધી ચાલેલા પ્રદર્શન બાદ હવે સમયાંતરે ટ્રેનો શરુ કરી દેવામાં આવી છે. જે જગ્યાએ વિદ્યાર્થીઓ પ્રદર્શન કરી રહ્યા હતા ત્યાં પણ એક ટ્રેકને ખાલી કરાવી દેવામાં આવ્યો છે અને ૪ કલાક પછી આ આંદોલન હવે પૂરું થઇ ગયું છે. ત્યારબાદ મુંબઈની લાઈફલાઈન કહેવાતી લોકલ ટ્રેન પણ શરુ કરી દેવામાં આવી છે.

વિદ્યાર્થીઓની કાયમી નોકરી આપવા માંગ

વિરોધ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓની માંગ છે કે, “નોકરીમાં ૨૦ ટકા કોટા હટાવી દેવામાં આવે અને તેઓને કાયમી નોકરી આપવામાં આવે. અમે છેલ્લા ચાર વર્ષથી શાંતિપૂર્ણ રીતે પોતાની માંગો ઉઠાવી રહ્યા છે પરંતુ સરકાર દ્વારા કોઈ જવાબ આપવામાં આવતો નથી”.

ઉલ્લેખનીય છે કે, મંગળવાર સવારે મુંબઈના છત્રપતિ શિવાજી ટર્મિનલ અને માટુંગા રેલવે સ્ટેશન વચ્ચે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ રેલવેની નોકરી માટે આંદોલન કરી રહ્યા હતા. જો કે ત્યારબાદ પોલીસે ઘટના સ્થળે પહોંચી વિદ્યાર્થીઓને પાટા પરથી હટાવ્યા હતા. આંદોલનના કારણે લાંબા સમય સુધી એસટી-માટુંગા વચ્ચેની લાઈન જામ થતા વહેલી સવારે નોકરીએ જતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. આ પ્રદર્શનના કારણે ૩૦થી વધુ ટ્રેનો રદ્દ થઈ છે.

વિરોધ પ્રદર્શનને મળ્યું એમએનએસનું સમર્થન

બીજી બાજુ એમએનએસના નેતાઓએ પ્રદર્શન કરી રહેલ વિદ્યાર્થીઓનુ સમર્થન કર્યુ હતું. મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના (મનસે) પ્રમુખ રાજ ઠાકરેએ પ્રદર્શન કરી રહેલા વિદ્યાર્થીઓ સાથે મુલાકાત કરી હતી. મનસે નેતા સંદીપ દેશપાંડેએ જણાવ્યુ હતું કે, “જ્યાં સુધી રેલવે મંત્રી પિયુષ ગોયલ લેખિતમાં ખાતરી નહીં આપે ત્યાં સુધી કોઈ વિદ્યાર્થી પાટા પરથી હટશે નહીં. પ્રદર્શનકારીઓનો આક્ષેપ છે કે પોલીસે તેમના પર લાઠીચાર્જ કર્યો છે.

ભાજપ સાંસદ કિરીટ સૌમેયાએ જણાવ્યું હતું કે, “મેં આ મુદ્દે પિયુષ ગોયલ સાથે વાતચીત કરી છે. તેમણે આંદોલન કરી રહેલ વિદ્યાર્થીઓ સાથે વાતચીતનો પ્રસ્તાવ સ્વીકાર્યો છે. હું વિદ્યાર્થીઓને અપીલ કરુ છું કે તેઓ પોતાનુ આંદોલન સમેટી લે”.