Not Set/ રાતે છોકરીઓના રૂમમાં ઘુસી આવતા હતા પુરુષ કર્મચારીઓ : સનસનીખેજ રિપોર્ટ

મુઝફ્ફરપૂર શેલ્ટર હોમ મામલે મોટો ખુલાસો થયો છે. આ મામલે આજે TISS નો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ખુલાસો થયો છે કે શેલ્ટર હોમમાં રહતી છોકરીઓનું યૌન શોષણ થતું હતું. આ રિપોર્ટ 111 પાનાંનો છે. જેમાં કહેવામાં એવું કહેવામાં આવ્યું છે કે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ શંકાસ્પદ રીતે ચલાવવામાં આવી રહ્યું હતું. જેની કાર્યશૈલી પર ઘણા […]

Top Stories India
MuzafarrpurShelterHome રાતે છોકરીઓના રૂમમાં ઘુસી આવતા હતા પુરુષ કર્મચારીઓ : સનસનીખેજ રિપોર્ટ

મુઝફ્ફરપૂર શેલ્ટર હોમ મામલે મોટો ખુલાસો થયો છે. આ મામલે આજે TISS નો રિપોર્ટ સામે આવ્યો છે. જેમાં ખુલાસો થયો છે કે શેલ્ટર હોમમાં રહતી છોકરીઓનું યૌન શોષણ થતું હતું.

આ રિપોર્ટ 111 પાનાંનો છે. જેમાં કહેવામાં એવું કહેવામાં આવ્યું છે કે મુઝફ્ફરપુર શેલ્ટર હોમ શંકાસ્પદ રીતે ચલાવવામાં આવી રહ્યું હતું. જેની કાર્યશૈલી પર ઘણા સવાલ ઉઠે છે. એ શેલ્ટર હોમમાં હિંસાની કેટલીક ગંભીર ઘટનાઓ સામે આવી હતી.

MuzaffarpurShelterHomeRape 688513242 6 e1534149163743 રાતે છોકરીઓના રૂમમાં ઘુસી આવતા હતા પુરુષ કર્મચારીઓ : સનસનીખેજ રિપોર્ટ

મુઝફ્ફરપુર આશ્રય કેન્દ્ર છોકરીઓ સાથે યૌન હિંસા ના મામલાઓમાં સૌથી આગળ હતું. ત્યાં નાની ઉંમરથી લઈને મોટી ઉંમરની છોકરીઓ સાથે ખુબ યૌન હિંસા થતી હતી. કહેવામાં આવી રહ્યું છે કે ત્યાંના પુરુષ કર્મચારીઓ દરરોજ છોકરીઓ સાથે છેડછાડ કરતા હતા.

રિપોર્ટ મુજબ સજા દેવાના નામ પર અથવા અનુશાસનનું ઉલ્લંઘન કરવાના નામ પર છોકરીઓ સાથે યૌન હિંસા થતી હતી. હાલત એવી હતી કે પુરુષ કર્મચારીઓ ક્યારે પણ કોઈ પણ સમયે છોકરીઓના રૂમમાં ઘુસી જતા હતા અને એમના પ્રાઇવેટ પાર્ટ્સ પર હાથ મારતા હતા.

a1f92e0a 9b83 11e8 9ea4 7619ca404631 e1534149187200 રાતે છોકરીઓના રૂમમાં ઘુસી આવતા હતા પુરુષ કર્મચારીઓ : સનસનીખેજ રિપોર્ટ

શેલ્ટર હોમની છોકરીઓને બહાર ખુલી જગ્યામાં જવાની પરવાનગી નહતી. એમને એમના વોર્ડમાં બંધક બનાવીને રાખવામાં આવતા હતા. જે છોકરીઓ પોતાના પરિજનો અથવા સંબંધીઓ સાથે ફોન પર વાત કરવા માટે કહેતી, તો એ છોકરીઓને મારવામાં આવતી હતી. છોકરીઓ પર થતા અત્યાચારોને કારણે શેલ્ટર હોમમાં આતંકની સ્થિતિ પેદા થઇ હતી.

બિહારના મુઝફફરપુર અને ઉત્તરપ્રદેશના દેવરિયામાં બાલિકાગૃહોમાં બાળકીઓ સાથે થયેલા યૌન હિંસા મામલાને ધ્યાનમાં રાખી કેન્દ્ર સરકારે સખત પગલું ઉઠાવ્યું છે. સરકારે દેશના 9000 એવા સંસ્થાનોનું સોશ્યલ ઓડિટ કરવાનો આદેશ આપ્યો છે. જ્યાં અનાથ અને મા-બાપ દ્વારા તરછોડી દેવાયેલા બાળકોને રાખવામાં આવે છે. આ રિપોર્ટ આવતાં બે મહિનામાં જમા કરવા આદેશ અપાયો છે.