Not Set/ ઓપિનિયન પોલ : ભાજપ માટે આવી ખતરે કી ઘંટી, તો કોંગ્રેસ માટે અચ્છે દિન, જુઓ આ આંકડા

નવી દિલ્હી, આગામી વર્ષે યોજાનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા ચાલુ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ત્રણેય રાજ્યોમાં વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે. પરંતુ ચાલુ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. જો કે આ પહેલા એક પ્રાઈવેટ ચેનલ દ્વારા કરવામાં આવેલા […]

Top Stories India Trending
modi41 ઓપિનિયન પોલ : ભાજપ માટે આવી ખતરે કી ઘંટી, તો કોંગ્રેસ માટે અચ્છે દિન, જુઓ આ આંકડા

નવી દિલ્હી,

આગામી વર્ષે યોજાનારી ૨૦૧૯ની લોકસભાની ચૂંટણી પહેલા ચાલુ વર્ષે મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ત્રણેય રાજ્યોમાં વર્તમાન સમયમાં ભારતીય જનતા પાર્ટીની સરકાર છે.

પરંતુ ચાલુ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણીમાં વર્તમાન સત્તાધારી પક્ષ ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો મુકાબલો છે. જો કે આ પહેલા એક પ્રાઈવેટ ચેનલ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં ભાજપ માટે ખતરે કી ઘંટી, તો કોંગ્રેસ માટે અચ્છે દિન આવતા જોવા મળી રહ્યા છે.

આ સર્વેમાં ત્રણેય રાજ્યોમાં ભાજપના હાથમાંથી સત્તા જતી જોવા મળી રહી છે, જયારે કોંગ્રેસ પૂર્ણ બહુમતી સાથે પોતાની સરકાર બાનાવવા જઈ રહી છે.

૧. મધ્યપ્રદેશ :

મધ્યપ્રદેશમાં ભાજપ છેલ્લા ૧૫ વર્ષથી સત્તામાં છે, પરંતુ આ સર્વે અનુસાર આગામી વિધાનસભાની ચૂંટણીમાં સત્તાના સમીકરણો બદલાતા જોવા મળી રહ્યા છે. વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ટક્કર જોવા મળી રહી છે, પરંતુ શિવરાજના હાથમાંથી સત્તા સરકતી જોવા મળી રહી છે.

કેટલી સીટ મળશે ?

કુલ સીટ : ૨૩૦

ભાજપ : ૧૦૬

કોંગ્રેસ : ૧૧૭

અન્ય : ૭

વિધાનસભાની ચૂંટણી મળનારા વોટની વાત કરવામાં આવે તો ભાજપને ૪૦ ટકા, કોંગ્રેસને ૪૨ ટકા અને અન્યને ૧૮ ટકા વોટ મળી રહ્યા છે.

૨. છત્તીસગઢ :

છત્તીસગઢમાં પણ મુખ્યમંત્રી ડો. રમણસિંહની આગેવાનીમાં ભાજપ છેલ્લા ૧૫ વર્ષથી સત્તા પર બિરાજમાન છે. જો કે આં સર્વે પ્રમાણે મધ્યપ્રદેશની જેમ જ છત્તીસગઢમાં પણ ભાજપ સરકારમાંથી જતી જોવા મળી રહી છે.

કેટલી સીટ મળશે ?

કુલ સીટ :  ૯૦

ભાજપ : ૩૩

કોંગ્રેસ : ૫૪

અન્ય : ૩

સર્વે મુજબ, છત્તીસગઢ વિધાનસભાની ચૂંટણીમાં ભાજપને ૩૯ ટકા, કોંગ્રેસને ૪૦ ટકા અને અન્યને ૨૧ ટકા વોટ મળી રહ્યા છે.

૩. રાજસ્થાન :

રાજસ્થાનમાં વધુ એકવાર પાંચ વર્ષ પછી બદલાતી સરકારની પરંપરા જોવા મળી રહી છે. સર્વે મુજબ પાંચ વર્ષના ભાજપ સરકાર બાદ હવે કોંગ્રેસ પુનઃ પોતાની સરકાર બનાવવા જઈ રહી છે. આ ચૂંટણીમાં વર્તમાન મુખ્યમંત્રી વસુંધરા રાજેના નેતૃત્વવાળી ભાજપ સરકારને નુકશાન ઉઠાવવું પડી રહ્યું છે.

કેટલી સીટ મળશે ?

કુલ સીટ :  ૨૦૦

ભાજપ : ૫૭

કોંગ્રેસ : ૧૩૦

અન્ય : ૧૩

વિધાનસભાની ચૂંટણી પહેલા કરવામાં આવેલા સર્વેમાં ભાજપને ૩૭ ટકા વોટ, કોંગ્રેસને ૫૧ ટકા વોટ જયારે અન્યને ૧૨ ટકા વોટ મળી રહ્યા છે.