Not Set/ PNB મહાગોટાળો: ગીતાંજલિ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટની બેંગકોકથી પાછા ફરતી વખતે એરપોર્ટ પર કરી ધરપકડ

પંજાબ નેશનલ બેંકના મહાગોટાળામાં સામેલ એવા મૂળ સૂત્રધાર ડાયમંડના વેપારી અને ઝવેરી નિરવ મોદીનું પંજાબ નેશનલ બેંકનો થોડક દિવસ પહેલા 1300 કરોડ રૂપિયાના કૌભાંડનું પર્દાફાશ થયો હતો. બેંકે કહ્યું કે, 1300 કરોડના એક્સ્ટ્રા ટ્રાન્ઝેક્શન્સ પણ થયા છે. ત્યારે હવે ફ્રોડની આ રકમ વધીને 12,672 કરોડ થઇ ચુકી છે. પીએનબી કૌભાંડમાં સીબીઆઇએ મંગળવારે ગીતાંજલિ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ ઓપરેશન્સ […]

India
dc Cover ccefsbh9came51fjva0ur6iaq4 20161011113706.Medi PNB મહાગોટાળો: ગીતાંજલિ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટની બેંગકોકથી પાછા ફરતી વખતે એરપોર્ટ પર કરી ધરપકડ

પંજાબ નેશનલ બેંકના મહાગોટાળામાં સામેલ એવા મૂળ સૂત્રધાર ડાયમંડના વેપારી અને ઝવેરી નિરવ મોદીનું પંજાબ નેશનલ બેંકનો થોડક દિવસ પહેલા 1300 કરોડ રૂપિયાના કૌભાંડનું પર્દાફાશ થયો હતો. બેંકે કહ્યું કે, 1300 કરોડના એક્સ્ટ્રા ટ્રાન્ઝેક્શન્સ પણ થયા છે. ત્યારે હવે ફ્રોડની આ રકમ વધીને 12,672 કરોડ થઇ ચુકી છે.

પીએનબી કૌભાંડમાં સીબીઆઇએ મંગળવારે ગીતાંજલિ ગ્રુપના વાઇસ પ્રેસિડેન્ટ ઓપરેશન્સ વિપુલ ચિતાલિયાને કસ્ટડીમાં લઇને પૂછપરછ શરૂ કરી હતી. નિરવ મોદીની કંપની ફાયરસ્ટારના પ્રેસિડેન્ટ-ફાઇનાન્સ વિપુલ અંબાણી સહિત 6 આરોપીઓને ગઈકાલે સીબીઆઇની સ્પેશિયલ કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા.

તેને બેંકોકથી પાછા ફરતી વખતે એરપોર્ટ પર જ અટક કરી લેવાયો હતો. એની પહેલા સોમવારે સીબીઆઇએ બેંકના જનરલ મેનેજર ટ્રેઝરી એસ.કે. ચંદની પૂછપરછ કરી હતી.

કોર્ટે તેમને 19 માર્ચ સુધી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. વિપુલ અંબાણી રિલાયન્સ ગ્રુપના પ્રમુખ મુકેશ અંબાણીના કાકાના દીકરા છે. તો કૌભાંડના મુખ્ય આરોપીઓ નિરવ મોદી અને મેહુલ ચોક્સી દેશની બહાર છે.

ગઈ 14મી ફેબ્રુઆરીના રોજ સીબીઆઇએ પહેલી એફઆઇઆર નિરવ મોદી, તેની પત્ની અમી, ભાઈ નિશાલ અને નીરવના મામા મેહુલ ચોક્સી વિરુદ્ધ નોંધી હતી. ત્યાર બાદ 15મી ફેબ્રુઆરીના રોજ મેહુલ ચોક્સીના ગીતાંજલિ ગ્રુપ વિરુદ્ધ સીબીઆઇએ બીજી એફઆઇઆર નોંધી હતી. જેમાં ગીતાંજલિ દ્વારા 4886.72 કરોડ રૂપિયાના ફ્રોડની વાત કહેવામાં આવી હતી.

મોદી તેનો પરિવાર અને ચોક્સી જાન્યુઆરીમાં જ દેશ છોડીને ભાગી ગયા હતા.પહેલા આશરે સાડા અગ્યાર હજાર કરોડના ફ્રોડની વાત સામે આવી હતી. અત્યાર સુધીમા આ મામલે સીબીઆઇએ દેશમાં 198 લોકેશન્સ પર પાડેલા દરોડાઓમાં 6 હજાર કરોડથી વધુ કિંમતની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે અને 18 લોકોની ધરપકડ કરવામાં આવી છે.

બીજી બાજુ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટીગેશન (CBI) આ આરોપીઓને પકડવા માટે ઇન્ટરપોલની પણ મદદ લેવામાં આવી જેમાં તેમણે સફળતા મળી છે.