Not Set/ PNB સ્કેમ : ઇન્ટરપોલ દ્વારા કૌભાંડી નીરવ મોદી વિરુધ જાહેર કરાઈ રેડ કોર્નર નોટિસ

નવી દિલ્હી, દેશની સૌથી મોટી સરકારી બેન્કોમાંની એક પંજાબ નેશનલ બેન્કને ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર નીરવ મોદી વિરુધ ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય એજન્સી ઇન્ટરપોલ હેઠળ દુનિયાના ૧૯૨ દેશો આવે છે, ત્યારે હવે આ કૌભાંડી દુનિયાના કોઈ પણ એરપોર્ટ પર જોવા મળશે તો તેની ધરપકડ કરવામાં આવશે. A Red Corner Notice issued […]

Top Stories India Trending
DhE3kHNUwAATT9C PNB સ્કેમ : ઇન્ટરપોલ દ્વારા કૌભાંડી નીરવ મોદી વિરુધ જાહેર કરાઈ રેડ કોર્નર નોટિસ

નવી દિલ્હી,

દેશની સૌથી મોટી સરકારી બેન્કોમાંની એક પંજાબ નેશનલ બેન્કને ૧૩૦૦૦ કરોડ રૂપિયાનું ફૂલેકું ફેરવનાર નીરવ મોદી વિરુધ ઇન્ટરપોલ દ્વારા રેડ કોર્નર નોટિસ જાહેર કરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય એજન્સી ઇન્ટરપોલ હેઠળ દુનિયાના ૧૯૨ દેશો આવે છે, ત્યારે હવે આ કૌભાંડી દુનિયાના કોઈ પણ એરપોર્ટ પર જોવા મળશે તો તેની ધરપકડ કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, આ પાહેલા તપાસ એજન્સી દ્વારા CBI દ્વારા આં ભાગેડુ કૌભાંડીઓ વિરુધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવા માટે વિનંતી કરાઈ હતી. જો કે રેડ કોર્નર નોટિસ જાહેર થયા બાદ નિર્ભર થશે કે નીરવ મોદી કયા દેશમાં છે અને તે દેશના ભારત સાથે કેવા સંબંધ છે. ઇન્ટરપોલ દ્વારા પોતાની વેબસાઈટ પર નીરવ મોદી વિરુધ રેડ કોર્નર નોટિસ જાહેર કરવા અંગે જાણકારી આપી હતી.

આ પહેલા ભારત સરકાર દ્વારા ભાગેડુ નીરવ મોદીનો પાસપોર્ટ રદ્દ કરી દેવામાં આવ્યો છે તેમજ તેઓ વિરુધ લુકઆઉટ નોટિસ પણ જાહેર કરવામાં આવી છે.

248401 nirav modi PNB સ્કેમ : ઇન્ટરપોલ દ્વારા કૌભાંડી નીરવ મોદી વિરુધ જાહેર કરાઈ રેડ કોર્નર નોટિસ

મહત્વનું છે કે, આ પહેલા બ્રિટનના એક ટોચના અખબારે દાવો કર્યો હતો કે, PNB સ્કેમના મુખ્ય કૌભાંડી નીરવ મોદીએ રાજકીય સતામણીની હવાલો આપતા બ્રિટનમાં રાજકીય આશ્રય માંગ્યો છે.

બીજી બાજુ ભારતીય વિદેશ મંત્રાલય દ્વારા ફાઈનન્શિયલ ટાઈમ્સને જણાવ્યું, ભારત સરકાર પોતે આ માહિતી અંગે રાહ જોઈ રહી છે. દેશની લો એન્ફોર્સમેન્ટ એજન્સીઓ દ્વારા નીરવ મોદીને પરત લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.

સેન્ટ્રલ એજન્સી દ્વારા PNB સ્કેમના ૨૫ લોકો વિરુધ દાખલ કરાયા છે કેસ

પંજાબ નેશનલ બેંકમાં સામે આવેલા ૧૩૦૦૦ કરોડ રૂપિયાના ગોટાળા બાદ પોલીસ તેમજ સેન્ટ્રલ એજન્સીઓ દ્વારા ૨૫ લોકો સામે ચાર્જ ફાઈલ કરાયા છે. જેમાં મુખ્ય કૌભાંડી નીરવ મોદી અને મેહુલ ચોકસી, PNB બેન્કના પૂર્વ ચીફ ઉષા અનંત સુબ્રમણ્યમ, બે બેન્કના ડાયરેકટર તેમજ નીરવ મોદીની કંપનીના ત્રણ લોકો શામેલ છે.