Not Set/ પદ્માવતની રીલીઝ અટકાવવા રાજસ્થાન-મધ્યપ્રદેશની સરકારની સુપ્રિમ કોર્ટમાં પીટીશન

નવી દિલ્હી, સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવતને લઈને સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ યથાવત છે. ૨૪ જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થવાની છે. જો કે કરણી સેના સહિતના કેટલાક સંગઠનોએ આ ફિલ્મનો બહિષ્કાર કરી દીધો છે. ત્યારે હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકાર દ્વારા આ ફિલ્મની રિલીઝ અટકાવવાની માંગ સાથે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી […]

Top Stories
Padmavati Supreme Court પદ્માવતની રીલીઝ અટકાવવા રાજસ્થાન-મધ્યપ્રદેશની સરકારની સુપ્રિમ કોર્ટમાં પીટીશન

નવી દિલ્હી,

સંજય લીલા ભણશાલીની ફિલ્મ પદ્માવતને લઈને સમગ્ર દેશમાં કાયદો અને વ્યવસ્થાનો ભંગ યથાવત છે. ૨૪ જાન્યુઆરીએ આ ફિલ્મ રિલીઝ થવાની છે. જો કે કરણી સેના સહિતના કેટલાક સંગઠનોએ આ ફિલ્મનો બહિષ્કાર કરી દીધો છે. ત્યારે હવે મધ્યપ્રદેશ અને રાજસ્થાન સરકાર દ્વારા આ ફિલ્મની રિલીઝ અટકાવવાની માંગ સાથે સુપ્રિમ કોર્ટમાં અરજી દાખલ કરવામાં આવી છે. જે અંગે સુપ્રિમ કોર્ટમાં આવતીકાલે સુનાવણી હાથ ધરવામાં આવશે.

મધ્યપ્રદેશ અને રાજસ્થાનની સરકારે સુપ્રિમ કોર્ટમાં પીટીશન કરતા કહ્યું છે કે, જો આ ફિલ્મ રીલીઝ થશે તો કાયદો અને વ્યવસ્થા જાળવવાની મુશ્કેલી પડશે.

આ પહેલા સુપ્રિમ કોર્ટ ગુજરાત, રાજસ્થાન અને મધ્યપ્રદેશ જેવા રાજયો દ્વારા પદ્માવત ફિલ્મ પર મુકવામાં આવેલા પ્રતિબંધ પર સ્ટે મુકી દીધો હતો. તેમજ વિવિધ સંગઠનો દ્વારા ફિલ્મની રિલીઝ રોકવા માટે કરેલી અરજીને પણ ફગાવી દીધી હતી. તેમજ ફિલ્મ રિલીઝ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવી રાખવા માટે રાજયોને તાકીદ કરી હતી. જો  કે રાજસ્થાન અને મધ્યપ્રદેશ સરકાર દ્વારા આ ચુકાદાને માન્ય ન રાખતા સુપ્રિમ કોર્ટમાં ફિલ્મ પર પ્રતિબંધની માંગ કરતી અરજી દાખલ કરવામાં આવી છે. જેને લઈને ફિલ્મની રિલીઝ આડે વધુ એક અવરોધ સર્જાયો છે.

રાજસ્થાન સરકારે કરણી સેના સહિતના અન્ય રાજપુત સંગઠનોને ખાતરી આપી છે કે, આ ફિલ્મની રિલીઝ અટકાવવા માટે સરકાર તેમની સાથે મળીને લડશે. દરમિયાન ફિલ્મને લઈને દેશભરમાં થઈ રહેલ હિંસક પ્રદર્શ યથાવત છે. હરિયાણાના કરુક્ષેત્રમાં કેટલાક નકારબધારી લોકોના ટોળાએ એક મોલમાં તોડફોડ કરી હતી. આ ફિલ્મ મામલે હરિયાણા સરકારનુ બેવડુ વલણ સામે આવ્યુ છે. એક બાજુ તેઓ થિયટરોને સુરક્ષા પુરી પાડવા માટે તૈયારી દર્શાવી રહ્યા છે. જ્યારે બીજી બાજુ એવુ પણ જણાવી રહ્યા છે કે, કોઈપણ સ્વાભીમાની અને દેશભક્ત વ્યકતિ આ ફિલ્મ ન જોવી.