Not Set/ રાજ્યસભાના સાંસદ શરદ યાદવ અને અલી અનવરની સદસ્યતા રદ્દ કરાતા મચ્યો હંગામો

સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ ગયુ છે અને જેવી શક્યતા હતી કે આ સત્ર હંગામેદાર રહેવાનો છે તેની શરૂઆત રાજ્યસભામાંથી થઈ ગઈ છે. રાજ્યસભાના સાંસદ શરદ યાદવ અને અલી અનવરની સદસ્યતા રદ્દ કરવામાં આવતા સદનમાં હંગામો શરૂ થયો હતો. કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે તેમની સદસ્યતા રદ્દ કરવાનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, આવી […]

India
sharad 1512409922 રાજ્યસભાના સાંસદ શરદ યાદવ અને અલી અનવરની સદસ્યતા રદ્દ કરાતા મચ્યો હંગામો

સંસદનું શિયાળુ સત્ર શરૂ થઇ ગયુ છે અને જેવી શક્યતા હતી કે આ સત્ર હંગામેદાર રહેવાનો છે તેની શરૂઆત રાજ્યસભામાંથી થઈ ગઈ છે. રાજ્યસભાના સાંસદ શરદ યાદવ અને અલી અનવરની સદસ્યતા રદ્દ કરવામાં આવતા સદનમાં હંગામો શરૂ થયો હતો.

કોંગ્રેસના નેતા ગુલામનબી આઝાદે તેમની સદસ્યતા રદ્દ કરવાનો વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યુ હતુ કે, આવી રીતે કોઇ સાંસદની સદસ્યતા રદ્દ કરી શકાય નહીં. આપને જણાવી દઇએ કે શરદ યાદવ જેડીયુના અધ્યક્ષ હતા અને અલી અનવર જેડીયુના પ્રવક્તા અને મહાસચિવ પદે હતા. જેડીયુએ બિહારની ચુંટણી દરમ્યાન લાલુપ્રસાદ યાદવની રાષ્ટ્રીય જનતા દળ અને કોંગ્રેસ સહિતના પક્ષો સાથે મળીને ગઠબંધન બનાવ્યુ હતુ અને ચુંટણી જીત્યા પછી લાલુ સાથે મળીને બિહારમાં સરકાર બનાવી હતી.એ પછી નીતીશ કુમારને જેડીયુના પ્રમુખ બનાવા હતા.

જેડીયુના પ્રમુખ બન્યા પછી નીતીશ કુમારે ગઠબંધન સાથે છેડો ફાડીને ભાજપની સાથે મળીને બિહારમાં નવી સરકાર બનાવી હતી. ત્યાર પછી શરદ યાદવ અને તેમના ટેકેદારોને જેડીયુમાંથી હાકી કાઢ્યા હતા. તેઓ જેડીયુના સભ્યના હોવાથી રાજ્યસભામાં તેમની સદસ્યતા રદ્દ કરવામા આવી છે. ત્યારે વિરોધ પક્ષોએ હંગામો કરીને વેલમાં ધંસી જઇ નારા લગાવ્યા હતા.