Not Set/ અમેરિકામાં રાષ્ટ્રપતિ કાર્યકાળની જેમ ભારતમાં પણ સીમા અવધી હોવી જોઈએ: જ્યોતિરાદિત્ય

લોકસભામાં કોંગ્રેસના મુખ્ય શુભચિંતક અને પાર્ટીના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ પર એક વ્યક્તિ માટેના નિર્ધારિત બે કાર્યકાળની સીમા વાળી પ્રણાલીનું સમર્થન કરતા કહ્યું કે આપણા દેશમાં પણ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી જેવા ઉચ્ચ પદો પર રહેવા વાળા વ્યક્તિઓ માટે નિયત સીમા અવધી હોવી જોઈએ. સિંધિયાએ કહ્યું કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ પર રહેવા વાળા વ્યક્તિ […]

Top Stories India
jyotiraditya scindia 759 અમેરિકામાં રાષ્ટ્રપતિ કાર્યકાળની જેમ ભારતમાં પણ સીમા અવધી હોવી જોઈએ: જ્યોતિરાદિત્ય

લોકસભામાં કોંગ્રેસના મુખ્ય શુભચિંતક અને પાર્ટીના વરિષ્ઠ નેતા જ્યોતિરાદિત્ય સિંધિયાએ અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ પર એક વ્યક્તિ માટેના નિર્ધારિત બે કાર્યકાળની સીમા વાળી પ્રણાલીનું સમર્થન કરતા કહ્યું કે આપણા દેશમાં પણ પ્રધાનમંત્રી, મુખ્યમંત્રી જેવા ઉચ્ચ પદો પર રહેવા વાળા વ્યક્તિઓ માટે નિયત સીમા અવધી હોવી જોઈએ.

સિંધિયાએ કહ્યું કે અમેરિકામાં રાષ્ટ્રપતિ પદ પર રહેવા વાળા વ્યક્તિ માટે બે કાર્યકાળની અવધી નિશ્ચિત છે. આ રીતે જ દેશમાં પણ પ્રધાનમંત્રી અને મુખ્યમંત્રી જેવા ઉચ્ચ પદો પર સીમિત કાર્યકાળની સંખ્યા નિશ્ચિત હોવી જોઈએ.

shivraj 759 અમેરિકામાં રાષ્ટ્રપતિ કાર્યકાળની જેમ ભારતમાં પણ સીમા અવધી હોવી જોઈએ: જ્યોતિરાદિત્ય

સાથે જ સિંધિયાએ કહ્યું કે સામાન્ય રીતે હું ઉચ્ચ અધિકારીઓના સેવા કાળમાં વૃદ્ધિની નીતિનો વિરોધી છુ. પરંતુ જો ચુંટણીના સમય પર સરકાર નિયુક્તિ કરે છે તો એમાં ષડયંત્રની વાસ આવે છે. એમણે કહ્યું કે જેમનો કાર્યકાળ સમાપ્ત થઇ ચુક્યો છે, એમણે સેવાનિવૃત થઈને નવા માણસને મોકો આપવો જોઈએ.

સિંધિયાએ મંદસૌરમાં આઠ વર્ષની બાળા પર કરવામાં આવેલા સામુહિક બળાત્કાર અને ભોપાલ જીલ્લાના બેરસીયામાં એક દલિત ખેડૂતને દબંગો દ્વારા જીવતા સળગાવી દેવાની ઘટનાની સીબીઆઈ તપાસ કરાવવાની માંગ કરતા કહ્યું કે પ્રદેશ સરકાર મહિલાઓ અને દલિતોને સુરક્ષા આપવામાં નિષ્ફળ સાબિત થઇ છે.

Mandsaur gangrape case1 અમેરિકામાં રાષ્ટ્રપતિ કાર્યકાળની જેમ ભારતમાં પણ સીમા અવધી હોવી જોઈએ: જ્યોતિરાદિત્ય

કોંગ્રેસ નેતાએ ગયા વર્ષે 6 જુને મંદસૌર જીલ્લામાં ખેડૂત આંદોલન દરમિયાન પોલીસ ફાયરીંગમાં માર્યા ગયેલા 6 ખેડૂતોની ઘટના પર તપાસ કમિટી દ્વારા પોલીસને ક્લીન ચીટ આપવા પર મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણને સવાલ કર્યો કે 6 ખેડૂતોના મૃત્યુનું જવાબદાર કોણ છે.

કોંગ્રેસમાં વંશવાદ પર બોલતા સિંધિયાએ કહ્યું કે વિશ્વનું સૌથી મોટું લોકતંત્ર હોવા છતાં આપણે જયારે વંશવાદની વાત કરીએ છીએ તો આપણે લોકતંત્ર પર જ કાળો ધબ્બો લગાવીએ છીએ.

સિંધિયાએ કહ્યું કે જનસેવા કરવા માટે અમે બધા દર પાંચ વર્ષે ચુંટણી સંગ્રામની આગમાંથી નીકળીને આવીએ છીએ. કોઈ ઉપરથી ટપકીને આવતું નથી.