Not Set/ મહારષ્ટ્ર સરકાર પણ હવે ભગવાનના ભરોશે, શિરડી ટ્રસ્ટ દ્વારા અપાઈ ૫૦૦ કરોડ રૂ.ની વગર વ્યાજની લોન

મુંબઈ, પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સત્તા પાર બિરાજમાન ભાજપની સરકાર હાલમાં કેસના સંકટથી ઝઝૂમી રહી છે. સરકાર દ્વારા રાજ્યમાં ફાળવવામાં આવેલી સિંચાઈ યોજના માટે નાણાની કમી છે, ત્યારે હવે આ માટે એક મોટો સહારો મળી ગયો છે. દેશના ધનિક મંદિરોમાંના એક શિરડીના સાઈબાબા મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારને ૫૦૦ કરોડ રૂપિયાની લોન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. […]

Top Stories India Trending
Seeking blessings of Sai Baba Shirdi મહારષ્ટ્ર સરકાર પણ હવે ભગવાનના ભરોશે, શિરડી ટ્રસ્ટ દ્વારા અપાઈ ૫૦૦ કરોડ રૂ.ની વગર વ્યાજની લોન

મુંબઈ,

પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં સત્તા પાર બિરાજમાન ભાજપની સરકાર હાલમાં કેસના સંકટથી ઝઝૂમી રહી છે. સરકાર દ્વારા રાજ્યમાં ફાળવવામાં આવેલી સિંચાઈ યોજના માટે નાણાની કમી છે, ત્યારે હવે આ માટે એક મોટો સહારો મળી ગયો છે.

દેશના ધનિક મંદિરોમાંના એક શિરડીના સાઈબાબા મંદિર ટ્રસ્ટ દ્વારા સરકારને ૫૦૦ કરોડ રૂપિયાની લોન આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જો કે આ લોનની ખાસ વાત એ છે કે, આ તમામ રાશિ વગર વ્યાજે આપવામાં આવી રહી છે. સાથે સાથે આ લોનની ભરપાઈ કરવા માટેની સીમા પણ નક્કી કરવામાં આવી નથી.

shirdi મહારષ્ટ્ર સરકાર પણ હવે ભગવાનના ભરોશે, શિરડી ટ્રસ્ટ દ્વારા અપાઈ ૫૦૦ કરોડ રૂ.ની વગર વ્યાજની લોન
national-shirdi-trust-grants-500-crore-loan-cash-starved-maharshtra-government

આ ૫૦૦ કરોડ રૂપિયાની રકમ નિલવંડે સિંચાઈ યોજના પૂરી કરવા માટે આપવામાં આવી રહી છે, જેથી અહેમદનગર જિલ્લાના તાલુકાઓને સિંચાઈના પાણીની સમસ્યા દૂર થઇ શકે.

શિરડી સાઈબાબા મંદિર ટ્રસ્ટના ચેયરપર્સન સુરેશ હવારે એ ભાજપના નેતા છે અને તેઓએ રાજ્ય સરકાર દ્વારા સિંચાઈ યોજના માટે લોન માંગવા પાર અનુમતિ આપી દીધી છે.

જો કે આ પહેલા ક્યારેય પણ કોઈ પણ સરકારી વિભાગને આટલી મોટી માત્રમાં વ્યાજરહિત લોન અપાઈ નથી.

અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા ફેબ્રુઆરી મહિનામાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ દ્વારા એક મિટિંગ કરીને આ લોનનો પ્રસ્તાવ પારિત કરાયો હતો અને ત્યારબાદ હવે લોન જાહેર કરવાનો નિર્દેશ શનિવારે આપવામાં આવ્યો છે.