Not Set/ લોકસભામાં હંગામા વચ્ચે પાસ થયું સરોગસી રેગ્યુલેશન બીલ

નવી દિલ્હી, સંસદના ચાલી રહેલા શિયાળુ સત્ર વચ્ચે બુધવારે લોકસભામાં સરોગસી રેગ્યુલેશન બીલ – ૨૦૧૬ પસાર કરવામાં આવ્યો છે. સંસદના નીચલા ગૃહમાં હંગામા વચ્ચે તમામ સાંસદો દ્વારા ધ્વનિમતથી આ બીલને મંજૂરી આપવામાં આવી છે. The Surrogacy (Regulation) Bill, 2016 passed in Lok Sabha— ANI (@ANI) December 19, 2018 સરોગસી બીલ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે […]

Top Stories India Trending
15 02 2018 parliament house15 લોકસભામાં હંગામા વચ્ચે પાસ થયું સરોગસી રેગ્યુલેશન બીલ

નવી દિલ્હી,

સંસદના ચાલી રહેલા શિયાળુ સત્ર વચ્ચે બુધવારે લોકસભામાં સરોગસી રેગ્યુલેશન બીલ – ૨૦૧૬ પસાર કરવામાં આવ્યો છે. સંસદના નીચલા ગૃહમાં હંગામા વચ્ચે તમામ સાંસદો દ્વારા ધ્વનિમતથી આ બીલને મંજૂરી આપવામાં આવી છે.

સરોગસી બીલ પર કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી જે પી નડ્ડાએ કહ્યું, “જે પણ સરોગસીનો વિકલ્પ પસંદ કરવા ઈચ્છે છે. તેઓએ ઇનફર્ટીલિટીનું સર્ટિફિકેટ ૯૦ દિવસની અંદર જ આપવું પડશે”.

તેઓએ વધુમાં જણાવ્યું, “આજનો (૧૯ ડિસેમ્બર) દિવસ ઐતિહાસિક છે કારણ કે આ બીલ પસાર થયા બાદ મહિલાઓના ઉત્પીડન પર રોક લાગશે અને સરોગસી દ્વારા જન્મ લેનારા બાળકોને પોતાના અધિકાર આપવામાં આવી શકશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, બુધવારે સંસદના શિયાળુ સત્રનો સાતમો દિવસ હતો અને આં દરમિયાન પણ સુપ્રીમ કોર્ટ દ્વારા રાફેલ ડીલને આપવામાં આવેલા ચુકાદો, ૧૯૮૪ના શીખ રમખાણોના કેસ, કાવેરી નદીના પાણી જેવા મુદ્દે હંગામો થઇ રહ્યો છે.

જાણો શું હોય છે સરોગસી અને શા માટે સરકારે લાવવું પડ્યું બીલ ?