Not Set/ “શિક્ષક દિન”: એક એવા શિક્ષક કે જે વિદ્યાર્થીઓને ભણાવવા માટે કરે છે ૩૭૦ કિમીની મુસાફરી

નવી દિલ્હી, ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વોપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ૫ સપ્ટેમ્બરના દિવસને દેશભરમાં “શિક્ષક દિન” તરીકે ઓળખવામાં આવે છે. દેશભરમાં બુધવારે શિક્ષક દિનના દિવસને ખાસ રીતે મનાવવામાં આવી રહ્યો છે. માનવામાં આવે છે કે, એક શિક્ષક ધારે તો કોઈ પણ વ્યક્તિનું જીવન બદલી શકે છે અને તેઓને પોતાના જીવનમાં એક મુકામ હાંસલ કરવા માટે સિંહ ફાળો […]

Top Stories India Trending
“શિક્ષક દિન”: એક એવા શિક્ષક કે જે વિદ્યાર્થીઓને ભણાવવા માટે કરે છે ૩૭૦ કિમીની મુસાફરી

નવી દિલ્હી,

ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ સર્વોપલ્લી રાધાકૃષ્ણનના જન્મદિવસ ૫ સપ્ટેમ્બરના દિવસને દેશભરમાં “શિક્ષક દિન” તરીકે ઓળખવામાં આવે છે. દેશભરમાં બુધવારે શિક્ષક દિનના દિવસને ખાસ રીતે મનાવવામાં આવી રહ્યો છે.

માનવામાં આવે છે કે, એક શિક્ષક ધારે તો કોઈ પણ વ્યક્તિનું જીવન બદલી શકે છે અને તેઓને પોતાના જીવનમાં એક મુકામ હાંસલ કરવા માટે સિંહ ફાળો આપી શકે છે.

aa 1 e1535979769878 1 “શિક્ષક દિન”: એક એવા શિક્ષક કે જે વિદ્યાર્થીઓને ભણાવવા માટે કરે છે ૩૭૦ કિમીની મુસાફરી
national-teachers-day-success-story-of-ashish-travels-gurugram-to-uttrakhand-teaching

પૂર્વ રાષ્ટ્રપતિ સર્વોપલ્લી રાધાકૃષ્ણન માનતા હતા કે, જ્યાં સુધી કોઈ શિક્ષક શિક્ષા પ્રત્યે સમર્પિત અને પ્રતિબદ્ધ નહિ થાય, ત્યાં સુધી શિક્ષાના મિશનને એક દિશા મળી શકશે નહિ.

૩૭૦ કિમી દદૂર જઈ કરાવે છે અભ્યાસ

ત્યારે આ શુભ દિવસે અમે તમને દેશના એક એવા શિક્ષક અંગે જણાવવા માંગીએ છીએ, જેઓ વિધાથીઓને ભણાવવા માટે પોતાના ઘરેથી ૩૭૦ કિલોમીટર દુર જઈને અભ્યાસ કરાવે છે. તેઓનું નામ છે આશિષ છે અને જે ગુરુગ્રામના રહેવાસી છે.

હરિયાણાના રહેવાસી આશિષ દર અઠવાડિયે ગુરુગ્રામથી ઉત્તરાખંડ સુધીની મુસાફરી કરે છે અને જ્યાં તેઓ વિદ્યાર્થીઓને શિક્ષણ આપે છે.

teachers 659 090518012820 “શિક્ષક દિન”: એક એવા શિક્ષક કે જે વિદ્યાર્થીઓને ભણાવવા માટે કરે છે ૩૭૦ કિમીની મુસાફરી

આ દિવસે સરકાર દ્વારા શ્રેષ્ઠ શિક્ષકોનું સન્માન કરવામાં આવતું હોય કરવામાં આવતી હોય છે,

હકીકતમાં, આશિષ એક મલ્ટીનેશનલ IT કંપનીમાં ફરજ બજાવે છે. બાળકોને શિક્ષણ આપવું તેઓને ખુબ જ સારું લાગે છે, જેથી તેઓએ દર સપ્તાહે પોતાના ઉત્તરાખંડ સ્થિત ગામમાં જાય છે.

ગઢવાલમાં હતી માત્ર એક જ સંસ્કૃત વિદ્યાલય

તેઓનું ગામ ઉત્તરાખંડના તિમલી પૌડી – ગઢવાલ જિલ્લામાં છે વર્ષ ૧૮૮૨માં તેઓના દાદાએ એક સંસ્કૃત સ્કૂલ ખોલી હતી. આ સમયે તે ગઢવાલ, હિમાલયમાં માત્ર એક જ સંસ્કૃત વિદ્યાલય હતી, જેને બ્રિટીશ સરકાર દ્વારા માન્યતા મળી હતી.

એક સમય હતો ત્યારે આ સ્કૂલમાં ખુબ ઓછા છાત્રો અભ્યાસ કરતા હતા. પરંતુ વર્ષ ૨૦૧૩માં જયારે આશિષને ખબર પડી કે, આ સ્કૂલમાં માત્ર ત્રણ જ વિધાથીઓએ અભ્યાસ માટે એડમિશન લીધું હતું, ત્યારબાદ આ સ્થિતિમાં ખુબ ફર્ક પડ્યો છે.

“ધ યુનિવર્સલ ગુરુકુળ” નામથી ખોલી કોમ્પ્યુટર શાળા

જો કે ત્યારબાદ તેઓએ આ તમામ પરીસ્થિતિ જોયા બાદ આ ગામમાં પોતાના સગાસંબંધીઓની મદદથી એક કોમ્પ્યુટર સેન્ટર ખોલી નાખ્યું  અને તેને નામ આપવામાં આવ્યું “ધ યુનિવર્સલ ગુરુકુળ”. આ સેન્ટરમાં આજે તિમલી અને આસપાસના વિસ્તારના વિદ્યાથીઓ કોમ્પ્યુટર શીખવા માટે આવે છે.

૨૩ ગામના ૩૬ બાળકો કરી રહ્યા છે અભ્યાસ

તેઓએ જણાવ્યું હતું કે, જે ગામમાં તેઓ ભણાવવા માટે જાય છે ત્યાં લગભગ ૮૦ કિમીના વિસ્તારમાં કોઈ સ્કૂલ નથી. આ જ કારણે અંદાજે ૨૩ ગામના ૩૬ બાળકો આ સ્કૂલમાં અભ્યાસ કરી રહ્યા છે. સ્કૂલમાં આવવા માટે બાળકો દરરોજ ૪ થી ૫ કિમીની મુસાફરી કરે છે, જયારે આશિષ પોતે ગુરુગ્રામથી ઉત્તરાખંડ વચ્ચે ૩૭૦ કિમીની મુસાફરી કરે છે અને આ માટે ૧૦ કલાકનો સમય લાગે છે.