Not Set/ કોંગ્રેસે PM મોદીના નિવેદન પર કર્યો પલટવાર, કહ્યું, શું પ્રધાનમંત્રી 15 સેકન્ડ પણ ભ્રષ્ટાચાર, મહિલા સુરક્ષાના મુદ્દે બોલી શકે છે ?

દિલ્લી, કર્ણાટકમાં ૧૨ મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હવે તમામ રાજકીય પાર્ટીઓના આરોપ-પ્રત્યારોપના દોર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ મેદાનમાં ઝંપલાવ્યું છે. મૈસુર ચામરાજનગરમાં પ્રથમ જાહેર સભાને સંબોધતા તેઓએ કોંગ્રેસ પાર્ટી અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે, “વિના કોઈ કાગળ જે ભાષા તમને પસંદ હોય,  હિન્દી, […]

Top Stories
hhffgfgg 1 કોંગ્રેસે PM મોદીના નિવેદન પર કર્યો પલટવાર, કહ્યું, શું પ્રધાનમંત્રી 15 સેકન્ડ પણ ભ્રષ્ટાચાર, મહિલા સુરક્ષાના મુદ્દે બોલી શકે છે ?

દિલ્લી,

કર્ણાટકમાં ૧૨ મેના રોજ યોજાનારી વિધાનસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે હવે તમામ રાજકીય પાર્ટીઓના આરોપ-પ્રત્યારોપના દોર વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ મેદાનમાં ઝંપલાવ્યું છે.

મૈસુર ચામરાજનગરમાં પ્રથમ જાહેર સભાને સંબોધતા તેઓએ કોંગ્રેસ પાર્ટી અને રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીને ચેલેન્જ આપતા જણાવ્યું હતું કે, “વિના કોઈ કાગળ જે ભાષા તમને પસંદ હોય,  હિન્દી, અંગ્રેજી કે તમારી માતાની માતૃભાષા ઈટાલીયનમાં માત્ર 15 મિનિટ માટે કર્ણાટક સરકારની ઉપબ્લિધિઓ જનતા સામે બોલીને બતાવો”.

ત્યારે હવે કોંગ્રેસ દ્વારા PM મોદીના અ નિવેદન નાગે પલટવાર કર્યો છે. મહિલા કોંગ્રેસના અધ્યક્ષ સુષ્મિતા દેવે પીએમ મોદીને એક ચેલેન્જ આપતા કહ્યું, “પ્રધાનમંત્રી વિના કોઈ જુઠ્ઠું બોલ્યા વગર 15 મિનિટ સુધી કઈ પણ બોલીને બતાવે”.

આ ઉપરાંત તેઓએ વડાપ્રધાન મોદીને પણ પૂછ્યું હતું કે, “શું પ્રધાનમંત્રી 15 સેકન્ડ પણ ભ્રષ્ટાચાર, મહિલા સુરક્ષાના મુદ્દે બોલી શકે છે”.

સુષ્મિતા દેવે વધુમાં જણાવ્યું, “પ્રધાનમંત્રી પાસે જય શાહ, રાફેલ ડીલ, પિયુષ ગોયલ સાથે જોડાયેલા કેટલાક મુદ્દાઓ અંગે પણ જવાબ માંગ્યા હતા”. રાહુલ ગાંધી કોઈ પણ ભાષામાં બોલશે તે સાચું જ બોલશે. અમે કોઈ પણ વ્યક્તિ પર વ્યક્તિગત હુમલો કરી રહ્યા નથી. પરંતુ રાહુલ ગાંધીએ રાફેલ ડીલ મુદ્દે બોલવાની વાત કહી છે”.

મહત્વનું છે કે, કર્ણાટકની ચુંટણીમાં ઝંપલાવ્યા બાદ એક જાહેરસભાને સંબોધતા પીએમ મોદીએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું.

PM મોદીએ કોંગ્રેસ અધ્યક્ષને વધુ એક ચેલેન્જ આપતાં કહ્યું કે, “આ ઉપરાંત નામદાર અને કામદારના મુદ્દે આકરા પ્રહાર કરતા તેઓએ કહ્યું, મોદીજીને છોડો અને એક કામ કરો, આ ચૂંટણી દરમિયાન કર્ણાટકમાં જે ભાષા તમને પસંદ હોય,  હિન્દી, અંગ્રેજી કે તમારી માતાની માતૃભાષા ઈટાલીયનમાં માત્ર 15 મિનિટ માટે કર્ણાટક સરકારની ઉપબ્લિધિઓ જનતા સામે બોલીને બતાવવો. તેમાં પણ 15 મિનિટ ભાષણ દરમિયાન ઓછામાં ઓછા 5 વખત શ્રીમાન વિશ્વસરૈયાનું નામ લેવું જોઇએ. જો તમે આટલું કરી દેશો તો કર્ણાટકની જનતા નક્કી કરશે કે તમારી વાતમાં કેટલો દમ છે”.