Not Set/ ભારત સાથે જોડી સ્વર્ગમાં બની, UN માં એક વોટથી સંબંધો બદલી શકાતા નથી : PM નેતન્યાહુ

ઇઝરાયેલના પ્રાઈમ મીનીસ્ટર બેંજામિન નેતન્યાહૂ રવિવારથી છ દિવસના ભારત પ્રવાસે દિલ્લી પહોંચ્યા હતા. ૧૫ વર્ષ બાદ ભારતના પ્રવાસે આવેલા પીએમ નેતન્યાહૂએ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધો અંગે “સ્વર્ગમાં બની છે જોડી” એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ સંયુક્ત રાષ્ટ્રમાં જેરુસલેમના મુદ્દા પર ભારત દ્વારા ઇઝરાયેલ વિરુધ આપવામાં આવેલા વોટ અંગે ઉમેર્યું હતું કે, ભારતના પગલાથી […]

Top Stories
modi ભારત સાથે જોડી સ્વર્ગમાં બની, UN માં એક વોટથી સંબંધો બદલી શકાતા નથી : PM નેતન્યાહુ

ઇઝરાયેલના પ્રાઈમ મીનીસ્ટર બેંજામિન નેતન્યાહૂ રવિવારથી છ દિવસના ભારત પ્રવાસે દિલ્લી પહોંચ્યા હતા. ૧૫ વર્ષ બાદ ભારતના પ્રવાસે આવેલા પીએમ નેતન્યાહૂએ ભારત અને ઇઝરાયેલ વચ્ચેના સંબંધો અંગે “સ્વર્ગમાં બની છે જોડી” એમ જણાવ્યું હતું. આ ઉપરાંત તેઓએ સંયુક્ત રાષ્ટ્રમાં જેરુસલેમના મુદ્દા પર ભારત દ્વારા ઇઝરાયેલ વિરુધ આપવામાં આવેલા વોટ અંગે ઉમેર્યું હતું કે, ભારતના પગલાથી તેઓએના દેશને નિરાશા થઇ હતી પણ આ કારણે બંને દેશોના સંબંધો પર કોઈ ફરક પડશે નહીં.

એક ખાનગી ચેનલ સાથેની વાત્વ્હીતમાં નેતન્યાહૂએજણાવ્યું કે, “તેઓને આશા છે કે, ભારત યાત્રાથી વિશ્વની તકનીકી, કૃષિ અને અન્ય ક્ષેત્રોમાં બંને દેશો વચ્ચેનો સંબંધ મજબૂત બનશે. આ યાત્રા એ વાતનું પ્રમાણ છે કે, અમારા સંબંધો કેટલાય મોર્ચા ઉપર આગળ વધી રહ્યા છે. મને નથી લાગતું કે આ એક વોટ સામાન્ય પ્રવૃતિને પ્રભાવિત કરી શકે છે.

 

તેઓએ વધુમાં જણાવતા કહ્યું, મને આશા છે કે આ પ્રવાસ પર સંરક્ષણ સમજૂતીમાં આવતી મડાગાંઠને દૂર કરવામાં આવશે. આ પ્રવાસના અંત સુધી અમારે રાહ જોવી પડશે. અમે બંને અમારા દેશોની સુરક્ષા કરવા માગીએ છીએ. અમે આક્રમક દેશો નથી, પણ અમે પણ ઈચ્છીએ છીએ કે, અમને પણ કોઈ આક્રમકતા ન બતાવે.

પીએમ મોદી એક મહાન નેતા છે.

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના વખાણ કરતા તેઓએ જણાવ્યું, મોદી એક મહાન નેતાના દર્જ પર હું તેઓની ઈજ્જત કરું છુ. હું તેઓને પોતાના લોકોના ભવિષ્યને સુધારવા માટે અને દુનિયાને બદલવા માટે ઉત્સાહી જોવ છુ. અમારી ભાગીદારી ઘણા કમાલ કરી શકે છે.

ભારતે યુએનમાં કર્યો હતો ઇઝરાયેલની વિરુધ વોટ

મહત્વનું છે કે, ગત ૨૧ ડિસેમ્બરે ઇઝરાયેલની રાજધાની તરીકે જેરુસલેમને માન્યતા આપવા અંગે અમેરિકાના પ્રસ્તાવ સામે ભારતે સંયુક્ત રાષ્ટ્રમાં ૧૨૭ દેશો સાથે મળી વિરુદ્ધમાં મતદાન કર્યું હતું.