Not Set/ પાસ કરવાની લાલચ આપતા ટીચર બાળકી પાસે કરી કિસની માંગ

મુંબઈ મુંબઈમાં આવેલ ઘાટકોપર વિસ્તારમાં રહેતી 17 વર્ષની બાળકીને તેની કોલેજના એક ટીચરે  તેને પાસ કરવા માટે તેના પાસેથી કિસની માંગ કરતા બાળકીના પરિવારે પ્રોફેસર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પ્રોફેસરની અટકાયત કરવામાં આવી છે. આ ઘટના 8 માર્ચના રોજ બની હતી બાળકીને પરીક્ષામાં ઓછા નંબર આવતા ટીચર ઈમરાનને  સગીરા પાસે કિસની માંગ કરતા જણાવ્યું હતું કે તુ […]

India
Untitled 1 પાસ કરવાની લાલચ આપતા ટીચર બાળકી પાસે કરી કિસની માંગ

મુંબઈ

મુંબઈમાં આવેલ ઘાટકોપર વિસ્તારમાં રહેતી 17 વર્ષની બાળકીને તેની કોલેજના એક ટીચરે  તેને પાસ કરવા માટે તેના પાસેથી કિસની માંગ કરતા બાળકીના પરિવારે પ્રોફેસર સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પ્રોફેસરની અટકાયત કરવામાં આવી છે.

આ ઘટના 8 માર્ચના રોજ બની હતી બાળકીને પરીક્ષામાં ઓછા નંબર આવતા ટીચર ઈમરાનને  સગીરા પાસે કિસની માંગ કરતા જણાવ્યું હતું કે તુ મને કિસ આપી તો  હું તેને પાસ કરી આપીશ જોકે આ વાત બાળકીએ કોઈને જણાવી ન હતી.

સગીરાનો વ્યવહાર બદલાતા તેના પરિવાજનોએ બાળકીની પૂછપરછ કરતા શનિવારે જાણવા મળ્યું હતું કે તેના સાથે 8 માર્ચના દિવસે બનેલી આ ઘટના વિશે જાણવા મળ્યું હતું ત્યારબાદ પરિવારજનોએ ટીચર સામે પોલીસ ફરિયાદ કરતા ટીચરની અટકાયત કરવામાં આવી  હતી સાથે સાથે પરિવારના લોકોએ આ વાતને સોશિયલ મીડિયામાં ફેલાવી હતી અને લોકોને પોલીસ સ્ટેશનની બહાર ભેગા થવાનો સંદેશ આપ્યો હતો.

તમને જણાવી દઈએ કે પોલીસે જણાવ્યું  હતું કે પરિવારજના કહ્યા પ્રમાણે ટીચરની સામે આઈપીસી અને પૉક્સો ઍક્ટ જેવી કલમો હેઠળ કેસ નોંધ્યો છે અને વધુ તપાસ હાથ ધરી છે.