Not Set/ પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા અંગે સરકારે આપ્યા આ સંકેત

નવી દિલ્હી, દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવવધારા બાદ આ કિંમતોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના ડાયરામાં લાવવા માટેની માંગો ઉભી થઇ છે, ત્યારે આ અંગે એક સરકારી અધિકારીએ મહત્વનું નિવેદન આપ્યું છે. સરકરી અધિકારીએ પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા અંગે જણાવ્યું, ” પેટ્રોલ-ડીઝલને જીએસટીના સૌથી વધુ ૨૮ ટકાના સ્લેબમાં રાખવામાં આવી શકે છે […]

India
Petrol Diesel in GST min પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા અંગે સરકારે આપ્યા આ સંકેત

નવી દિલ્હી,

દેશભરમાં છેલ્લા કેટલાક સમયથી પેટ્રોલ અને ડીઝલના વધતા ભાવવધારા બાદ આ કિંમતોને ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST)ના ડાયરામાં લાવવા માટેની માંગો ઉભી થઇ છે, ત્યારે આ અંગે એક સરકારી અધિકારીએ મહત્વનું નિવેદન આપ્યું છે.

સરકરી અધિકારીએ પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવા અંગે જણાવ્યું, ” પેટ્રોલ-ડીઝલને જીએસટીના સૌથી વધુ ૨૮ ટકાના સ્લેબમાં રાખવામાં આવી શકે છે અને રાજ્ય સરકારો લોકલ સેલ્સ ટેક્સ અથવા વેટ પણ લગાવશે”.

અધિકારીએ જણાવ્યું હતું કે, પેટ્રોલ અને ડીઝલ પર હાલમાં સૌથી વધુ ટેક્સના દરથી વસૂલી કરવામાં આવી રહી છે અને જયારે આ કિંમતોને ૨૮ ટકા GSTમાં લાવવામાં આવે છે ત્યારે કેન્દ્ર અને રાજ્ય સરકારોની આવકમાં ઘટાડો થશે.

તેઓએ વધુમાં કહ્યું, “કેંદ્ર સરકાર પાસે રાજ્ય સરકારની આવકમાં થનારી કમીને પૂરી કરવા માટે પૈસા નથી ત્યારે સમાધાન સ્વરૂપે આ કિંમતોને GSTના સૌથી ઉંચા સ્લેબમાં લાવવામાં આવશે અને રાજ્ય સરકારોને પોતાની આવકની કમી પૂરી કરવા માટે વેટ વસૂલવા માટે અનુમતિ આપવામાં આવી શકે છે.

બીજી બાજુ માનવામાં આવી રહ્યું છે કે, ” સરકાર દ્વારા પેટ્રોલ-ડીઝલને GSTમાં લાવવામાં આવી શકે છે પરંતુ ત્યારબાદ પણ ૨૮ ટકા જીએસટી અને વેટ લગાવાયા બાદ આ કિંમત હાલના ભાવ સાથે જ બરાબર થઇ જશે. મહત્વનું છે કે, હાલમાં કેન્દ્ર સરકાર દ્વારા એકસાઈઝ ડ્યુટી અને રાજ્ય સરકારો દ્વારા વેટ વસૂલવામાં આવે છે.

મહત્વનું છે કે, કેન્દ્ર સરકાર હાલમાં ૧ લીટર પેટ્રોલ પર ૧૯.૪૮ રૂપિયા અને ડીઝલમાં ૧૫.૩૩ રૂપિયા એકસાઈઝ ડ્યુટી વસૂલી રહી છે. આ ઉપરાંત રાજ્ય સરકાર દ્વારાવ વેટ લગાવવામાં આવે છે.

દેશભરમાં પેટ્રોલ પર લગાવતા વેટમાં સૌથી વધુ મહારાષ્ટ્રના મુંબઈમાં ૩૯.૧૨ ટકા અને સૌથી ઓછો અંદમાન નિકોબારમાં ૬ ટકા છે. જયારે ડીઝલમાં તેલંગાણામાં સૌથી વધુ ૨૬ ટકા વેટ લગાવવામાં આવે છે. આ પ્રમાણે પેટ્રોલ પર કુલ ૪૫ થી ૫૦ ટકા અને ડીઝલ પર ૫ થી ૪૦ ટકા ટેક્સ લાગે છે.