Not Set/ કાલે “ભારત બંધ”, ગૃહ મંત્રાલય દ્વારા એડવાઇઝરી જાહેર કરીને રાજ્યોને સુરક્ષા વધારવા માટે કર્યો આદેશ

દિલ્લી, છેલ્લા કેટલાક દિવસથી કેટલાક સમૂહો દ્વારા દેશભરમાં સોશિયલ મીડિયામાં આરક્ષણને લઇ ૧૦ એપ્રિલના રોજ ભારત બંધ બોલાવવાના મેસેજ વાઈરલ કરવામાં આવી રહ્યા છે. આ મેસેજમાં “આરક્ષણ હટાવો”ની માંગ સાથે કેટલાક મેસેજ દ્વારા લોકોને શામેલ થવા માટે કહેવામાં આવી રહ્યું છે. ત્યારે હવે ગૃહ મંત્રાલય દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને તમામ રાજ્યો […]

Top Stories
fsgjg કાલે "ભારત બંધ", ગૃહ મંત્રાલય દ્વારા એડવાઇઝરી જાહેર કરીને રાજ્યોને સુરક્ષા વધારવા માટે કર્યો આદેશ

દિલ્લી,

છેલ્લા કેટલાક દિવસથી કેટલાક સમૂહો દ્વારા દેશભરમાં સોશિયલ મીડિયામાં આરક્ષણને લઇ ૧૦ એપ્રિલના રોજ ભારત બંધ બોલાવવાના મેસેજ વાઈરલ કરવામાં આવી રહ્યા છે. આ મેસેજમાં “આરક્ષણ હટાવો”ની માંગ સાથે કેટલાક મેસેજ દ્વારા લોકોને શામેલ થવા માટે કહેવામાં આવી રહ્યું છે. ત્યારે હવે ગૃહ મંત્રાલય દ્વારા એક એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે અને તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને એલર્ટ કરવામાં આવ્યા છે.

ગૃહ મંત્રાલય દ્વારા પોતાની એડવાઇઝરીમાં જણાવવામાં આવ્યું છે કે, “તમામ રાજ્યો તેમજ કેન્દ્રશાસિત પ્રદેશોને કોઈ પણ હિંસક ઘટનાઓ તેમજ અન્ય ગતિવિધિઓને રોકવા માટે સુરક્ષા વધારવા માટે આદેશ આપ્યો છે”.

ગૃહ મંત્રાલય દ્વારા વધુમાં જણાવતા કહ્યું, “રાજ્ય સરકારો જરૂરત સમયે હિંસા રોકવા માટે જરૂરી તમામ એક્શન લઇ શકે છે”.

મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટ દ્વારા SC/ST એક્ટ અંગેના કાયદામાં ફેરફાર કરવાના વિરોધમાં ૨ એપ્રિલના રોજ દેશભરમાં કેટલાક દલિત સંગઠનો દ્વારા ભારત બંધનું એલાન કરવામાં આવ્યું હતું. ભારત બંધના આંદોલન દરમિયાન દેશભરમાં હિંસક તુફાનો થયા હતા અને ૧૧થી વધુ લોકોના મોત થયા હતા.

ત્યારે હવે આવતી કાલે ૧૦ એપ્રિલના રોજ જનરલ અને ઓબીસી સંગઠનો દ્વારા ભારત બંધની માંગ કરવામાં આવી છે અને દેશભરના લોકોને આ આંદોલનમાં જોડવા માટે સોશિયલ મીડિયામાં મેસેજ વાઈરલ કરવામાં આવી રહ્યા છે.

આ મુદ્દાને ધ્યાનમાં રાખીને જ ગૃહ મંત્રાલય દ્વારા સુરક્ષા અને કાયદાની વ્યવસ્થા જળવાઈ રહેવાના હેતુથી એક એડવાઇઝરી જાહેર કરીને વધુમાં જણાવવામાં આવ્યું છે કે, “જરૂરત પડ્યે પેટ્રોલિંગ હજી પણ વધારવામાં આવે પરંતુ સુરક્ષા અને કાયદાની વ્યવસ્થા બની રહેવી જોઈએ અને કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ પ્રકારની હિંસા અને જાનહાની નુકશાન ન થવું જોઈએ.

ગૃહ મંત્રાલય દ્વારા વધુમાં એ પણ જણાવવામાં આવ્યું છે કે, પોતાના વિસ્તારમાં કોઈ પણ પ્રકારની હિંસા માટે જિલ્લાઅધિકારી અને પોલીસ અધીક્ષક વ્યક્તિગત રૂપથી જવાબદાર રહેશે.

હાપુડમાં ઠપ કરવામાં આવી ઈન્ટરનેટ સેવા

૧૦ એપ્રિલના રોજ બોલવવામાં આવેલા ભારત બંધ અંગે, હાપુડના જિલ્લા અધિકારીઓ દ્વારા એડવાઇઝરી જાહેર કરતા સોમવાર સાંજથી કાલના ૬ વાગ્યા સુધી શહેરમાં ઈંટરનેટ સેવા ઠપ કરવામાં આવી છે.