Not Set/ ત્રિપુરા: ખીણમાં પડી યાત્રીઓથી ભરેલી બસ, ૩૦ થી વધુ ઘાયલ

ત્રિપુરામાં ઢલાઈ જીલ્લામાં ગંડાચેરા વિસ્તારમાં મંગળવારે એક દુર્ઘટના થઇ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે એક બસ ખીણમાં પડી ગઈ હતી જેને લીધે ૩૦ થી પણ વધારે યાત્રીઓ ઘાયલ થયા છે. Tripura: Over 30 passengers injured after the bus carrying them fell into a gorge on Gandachara Amarpur road in Dhalai district on December 4, were rescued […]

Top Stories India Trending
accident ત્રિપુરા: ખીણમાં પડી યાત્રીઓથી ભરેલી બસ, ૩૦ થી વધુ ઘાયલ

ત્રિપુરામાં ઢલાઈ જીલ્લામાં ગંડાચેરા વિસ્તારમાં મંગળવારે એક દુર્ઘટના થઇ છે. સુત્રોના જણાવ્યા પ્રમાણે એક બસ ખીણમાં પડી ગઈ હતી જેને લીધે ૩૦ થી પણ વધારે યાત્રીઓ ઘાયલ થયા છે.

જેમાંથી ૨૨ યાત્રીઓની હાલત ઘણી ગંભીર છે. આ દુર્ઘટના અમરપુર રોડ પર થઇ હતી.

ઘાયલ થયેલા યાત્રીઓને સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. ત્રિપુરાના સીએમ વીપ્લ્બ દેબએ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.

આ બસ ગંડાચેરાથી અગરતલા તરફ જઈ રહી હતી તે દરમ્યાન બસ અચાનક અનિયંત્રીત થઇ જવાથી પહાડો ની વચ્ચે એક ખીણમાં પડી ગઈ હતી. આ બસની સ્પીડ ઘણી વધારે હતી તેવું તેમાં સવાર યાત્રીઓનું કહેવું છે . પોલિસને જાણ થતા તે ઘટનાસ્થળે પહોચી ગઈ હતી અને બચાવ કામગીરી શરુ કરી દીધી હતી.