Not Set/ યુપી: એક ઈન્જેકશને બનાવ્યા 40 લોકોને એઈડ્સના શિકાર, જાણો કેવી રીતે ?

ઉત્તર પ્રદેશના બાંગરમઉ વિસ્તારમાં લગભગ 40 લોકો એચઆઈવી પોઝીટીવ હોવાના સમાચાર સામે આવ્યાં છે અને ડોક્ટરનું કહેવું છે, આ સંખ્યામાં વધારો થવાની પૂરી શક્યતા છે. ગયા વર્ષે નવેમ્બરમાં અહી એક કેમ્પ રાખવામાં આવ્યો હતો. અહી સારવાર માટે આવનાર તમામ લોકોને એક જ સોઇથી ઈન્જેકશન આપવામાં આવ્યા હતાં. એવું કહેવામાં આવી રહ્યું છે, કે એક જ […]

Top Stories
658375 hospital 1 યુપી: એક ઈન્જેકશને બનાવ્યા 40 લોકોને એઈડ્સના શિકાર, જાણો કેવી રીતે ?

ઉત્તર પ્રદેશના બાંગરમઉ વિસ્તારમાં લગભગ 40 લોકો એચઆઈવી પોઝીટીવ હોવાના સમાચાર સામે આવ્યાં છે અને ડોક્ટરનું કહેવું છે, આ સંખ્યામાં વધારો થવાની પૂરી શક્યતા છે.

ગયા વર્ષે નવેમ્બરમાં અહી એક કેમ્પ રાખવામાં આવ્યો હતો. અહી સારવાર માટે આવનાર તમામ લોકોને એક જ સોઇથી ઈન્જેકશન આપવામાં આવ્યા હતાં.

એવું કહેવામાં આવી રહ્યું છે, કે એક જ ઈન્જેકશન બધા લોકોને આપવાના કારણે જ આટલી મોટી સંખ્યામાં લોકોને એઇડ્સનો શિકાર બનવાનો વારો આવ્યો છે.

બાંગરમઉના કોર્પોરેટર સુનીલ કુમારે જણાવ્યું હતું કે, અત્યાર સુંધી 40 કેસો સામે આવ્યાં છે. જો યોગ્ય રીતે તપાસ કરવામાં આવે તો આ સંખ્યામાં વધારો થવાની પૂરી સંભાવના છે અને આંકડો 500 ઉપર પણ જઈ શકે છે.

મેડીકલ સુપરીન્ટેન્ડન્ટ પ્રમોદ કુમારે જણાવ્યું કે, અમે એક હેલ્થ કેમ્પ લગાવ્યો હતો, જેમાં એઈડ્સના કેસ સામે આવ્યાં છે, અમને આદેશ મળ્યાં છે અને અમે કાર્યવાહી કરવાની તૈયારી કરી રહ્યાં છીએ. આ આખા કેસ અંગે રાજ્યના સ્વાસ્થ મંત્રી સિદ્ધાર્થનાથ સિંહે જણાવ્યું હતું કે, આની તપાસ કરવામાં આવી રહી છે. જે લોકો લાયન્સ વગર પ્રેક્ટિસ કરી રહ્યાં છે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.