Not Set/ ગુજરાતના એક્ઝિટ પોલ વિષે શું કહ્યું તેજસ્વી યાદવે? જાણો.

ગુજરાત અને હિમાચલ પ્રદેશની હાલમાં થયેલી વિધાનસભાની ચુંટણીના પરિણામો 18મી ડિસેમ્બરે જાહેર થવાના છે. પરંતુ ચુંટણી બાદ જે એક્ઝિટ પોલ આવ્યાં તે પછી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. બિહારના પૂર્વ ડે,સીએમ તેજસ્વીપ્રસાદ યાદવે પણ ઝંપલાવ્યું છે, તેમણે એક્ઝિટપોલ પર ખુશી વ્યક્ત કરનાર લોકોને બિહાર ચુંટણી પરિણામોને યાદ કરી લેવાની સલાહ આપી છે. તેજસ્વી યાદવે ટ્વીટ […]

Top Stories
TH27TEJASHWI ગુજરાતના એક્ઝિટ પોલ વિષે શું કહ્યું તેજસ્વી યાદવે? જાણો.

ગુજરાત અને હિમાચલ પ્રદેશની હાલમાં થયેલી વિધાનસભાની ચુંટણીના પરિણામો 18મી ડિસેમ્બરે જાહેર થવાના છે. પરંતુ ચુંટણી બાદ જે એક્ઝિટ પોલ આવ્યાં તે પછી રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

બિહારના પૂર્વ ડે,સીએમ તેજસ્વીપ્રસાદ યાદવે પણ ઝંપલાવ્યું છે, તેમણે એક્ઝિટપોલ પર ખુશી વ્યક્ત કરનાર લોકોને બિહાર ચુંટણી પરિણામોને યાદ કરી લેવાની સલાહ આપી છે.

તેજસ્વી યાદવે ટ્વીટ કરતા કહ્યું કે, બિહાર ચુંટણીમાં સૌથી સટીક મનાતા એક્ઝિટ પોલે ભાજપને ૧૫૫ બેઠકોની ભવિષ્યવાણી કરી હતી અને આવી ફક્ત ૫૩. જયારે અમારી ૫૫ બેઠકની ભવિષ્યવાણી કરી હતી અને આવી ૧૭૮.

14 ડિસેમ્બરે એક્ઝિટપોલમાં જણાવ્યું કે, ગુજરાતમાં ભાજપ ફરીથી સ્પષ્ટ બહુમતી મેળવશે. ગુજરાતમાં 182 વિધાનસભાની બેઠકોમાંથી ભાજપને ૧૧૫ અને કોંગ્રેસને 65 બેઠકો મળશે. અન્ય એક એક્ઝિટપોલમાં ભાજપને 108 અને કોંગ્રેસને 74 બેઠકો મળી શકે તેમ દાવો કરવામાં આવી રહ્યો છે.