Not Set/ યોગી સરકારે કરાવી મુન્ના બજરંગીની હત્યા : અખિલેશ યાદવનું સનસનીખેજ નિવેદન

ઉત્તર પ્રદેશની બાગપત જેલમાં મુન્ના બજરંગીની હત્યા બાબતે અખિલેશ યાદવે યોગી સરકાર પર મોટો હુમલો કર્યો છે. એમણે કહ્યું કે યોગી સરકારે મુન્ના બજરંગીની હત્યા કરાવી છે. શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અખિલેશે આ વાત કહી હતી. એમણે કહ્યું કે પ્રદેશમાં કાનૂન વ્યવસ્થા નામની કોઈ વસ્તુ રહી નથી. આ પહેલા મુન્ના બજરંગીની પત્ની સીમા સિંહે કેન્દ્રીય […]

Top Stories India
akhilesh 2018013630 યોગી સરકારે કરાવી મુન્ના બજરંગીની હત્યા : અખિલેશ યાદવનું સનસનીખેજ નિવેદન

ઉત્તર પ્રદેશની બાગપત જેલમાં મુન્ના બજરંગીની હત્યા બાબતે અખિલેશ યાદવે યોગી સરકાર પર મોટો હુમલો કર્યો છે. એમણે કહ્યું કે યોગી સરકારે મુન્ના બજરંગીની હત્યા કરાવી છે.

akhilesh yadav 1528626725 e1531564177613 યોગી સરકારે કરાવી મુન્ના બજરંગીની હત્યા : અખિલેશ યાદવનું સનસનીખેજ નિવેદન

શનિવારે એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અખિલેશે આ વાત કહી હતી. એમણે કહ્યું કે પ્રદેશમાં કાનૂન વ્યવસ્થા નામની કોઈ વસ્તુ રહી નથી. આ પહેલા મુન્ના બજરંગીની પત્ની સીમા સિંહે કેન્દ્રીય રેલમંત્રી મનોજ સિંહ અને પૂર્વ સાંસદ ધનંજય સિંહ સહીત ભાજપના કેટલાક મોટા નેતાઓ પર હત્યાની સાઝીશ કરવાનો આરોપ લગાવ્યો હતો.

જણાવી દઈએ કે ગયા સોમવારે યુપીના માફિયા ડોન પ્રેમ પ્રકાશ સિંહ ઉર્ફ મુન્ના બજરંગી ની બાગપત જેલમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. પૂર્વ બસપા ધારાસભ્ય લોકેશ દીક્ષિત પાસેથી ખંડણી માંગવાના આરોપમાં મુન્ના બજરંગી ની બાગપત કોર્ટમાં હાજરી થવાની હતી. મુન્ના બજરંગીને ઝાંસીથી બાગપત લાવવામાં આવ્યા હતા.

munna bajrangi 2018070910544827 650x e1531564291529 યોગી સરકારે કરાવી મુન્ના બજરંગીની હત્યા : અખિલેશ યાદવનું સનસનીખેજ નિવેદન

આ દરમિયાન જેલમાં એમની હત્યા કરવામાં આવી હતી. એમને 10 ગોળી મારવામાં આવી હતી. આ મામલામાં તાત્કાલિક કાર્યવાહી કરતા જેલના એડીજીએ બાગપતના જેલર, ડેપ્યુટી જેલર, જેલ વોર્ડન અને બે સુરક્ષાકર્મીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.