નિર્ણય/ પંજાબના અધ્યક્ષ તરીકે નવજોત સિદ્વુ ચાલુ રહી શકે છે,ત્રણ સભ્યોની કમિટી બનશે

પંજાબ સરકાર તરફથી કોઈ મોટો નિર્ણય લેતા પહેલા આ પેનલ સાથે સલાહ લેવામાં આવશે. સીએમ નવજોત સિંહ સિદ્ધુ સાથે અને એઆઇસીસીના પ્રતિનિધિઓને આ પેનલમાં સામેલ કરી શકાય છે.

Top Stories
nn પંજાબના અધ્યક્ષ તરીકે નવજોત સિદ્વુ ચાલુ રહી શકે છે,ત્રણ સભ્યોની કમિટી બનશે

પંજાબ કોંગ્રેસમાં ચાલી રહેલી અશાંતિ વચ્ચે ગુરુવારે નવજોત સિંહ સિદ્ધુ અને મુખ્યમંત્રી ચરણજીત સિંહ ચન્ની વચ્ચે યોજાયેલી બેઠકમાં સમાધાનનો રસ્તો મળી ગયો છે. બેઠક બાદ સૂત્રોએ જણાવ્યું કે નવજોત સિંહ સિદ્ધુ પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ તરીકે ચાલુ રહી શકે છે. બેઠકમાં પક્ષના નેતાઓ વચ્ચે સંવાદિતા લાવવા માટે એક સંકલન પેનલ રચવા પર સહમતિ બની છે. પંજાબ સરકાર તરફથી કોઈ મોટો નિર્ણય લેતા પહેલા આ પેનલ સાથે સલાહ લેવામાં આવશે. સીએમ નવજોત સિંહ સિદ્ધુ સાથે અને એઆઇસીસીના પ્રતિનિધિઓને આ પેનલમાં સામેલ કરી શકાય છે.

પીટીઆઈના સૂત્રોએ જણાવ્યું કે સમિતિમાં મુખ્યમંત્રી, સિદ્ધુ અને અખિલ ભારતીય કોંગ્રેસ સમિતિ (એઆઈસીસી) ના પ્રતિનિધિનો સમાવેશ થઈ શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે, એઆઇસીસી આ સંદર્ભમાં જાહેરાત કરી શકે છે. જો કે, ડીજીપી અને એડવોકેટ જનરલની નિમણૂક અંગે ઉદ્ભવતા મતભેદો કેવી રીતે ઉકેલાશે તે અંગે હજુ ચિત્ર સ્પષ્ટ નથી. સિદ્ધુએ મંગળવારે “કલંકિત” અધિકારીઓ અને મંત્રીઓની નિમણૂકને લઈને મતભેદોને કારણે કોંગ્રેસના પંજાબ એકમના અધ્યક્ષ પદેથી રાજીનામું આપ્યું હતું. સિદ્ધુએ બુધવારે જાહેરમાં એક વીડિયો જાહેર કરીને પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું કે, ચન્ની અને સિદ્ધુ ઉપરાંત કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને કેન્દ્રીય નિરીક્ષક હરીશ રાવત, મંત્રી પરગટ સિંહ અને પંજાબ પ્રદેશ કોંગ્રેસ સમિતિના કાર્યકારી પ્રમુખ કુલજીત નાગરા પણ બેઠકમાં હાજર હતા.

હાલમાં, પંજાબ ભવનમાં બેઠક અંગે કોઈ સત્તાવાર નિવેદન બહાર પાડવામાં આવ્યું નથી. ચન્ની પંજાબ ભવનથી સાંજે 6 વાગ્યાની આસપાસ નીકળી ગયા હતા જ્યારે સિદ્ધુ અડધા કલાક બાદ બહાર આવ્યા હતા. બેઠકમાં શું થયું તે અંગે પાર્ટીના કોઈ પણ નેતાએ મીડિયા સાથે વાત કરી ન હતી. અગાઉના દિવસે સિદ્ધુ મુખ્યમંત્રી ચન્નીને મળવા પટિયાલાથી ચંડીગ આવ્યા હતા. ચન્નીએ બુધવારે સિદ્ધુ સાથે વાત કરી હતી અને વાતચીત દ્વારા સમસ્યાઓ ઉકેલવાની ઓફર કરી હતી.