Not Set/ નેવીમા કામ કરતા જવાનની પત્નીનું શંકાસ્પદ મોત, દહેજને લઇને હત્યા થયાના આરોપ

સુરત, સુરત ડિંડોલીમાં નેવીમાં ફરજ બજાવતા જવાનાની પત્નીનું  શંકાસ્પદ મોત નિપજ્યું હતું. નેવીના જવાન પ્રદીપ ઉપાધ્યાયની પત્ની શ્રુતિનું શંકાસ્પદ મોત થયું હતું જેના લીધે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી. યુવતીની લાશને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે પીએમ કરતી વખતે મૃતક શ્રુતિ ઉપાધ્યાયના ગળા અને માથાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા. જેને […]

Surat Trending
04 3 નેવીમા કામ કરતા જવાનની પત્નીનું શંકાસ્પદ મોત, દહેજને લઇને હત્યા થયાના આરોપ

સુરત,

સુરત ડિંડોલીમાં નેવીમાં ફરજ બજાવતા જવાનાની પત્નીનું  શંકાસ્પદ મોત નિપજ્યું હતું. નેવીના જવાન પ્રદીપ ઉપાધ્યાયની પત્ની શ્રુતિનું શંકાસ્પદ મોત થયું હતું જેના લીધે આસપાસના વિસ્તારમાં ચકચાર મચી ગઈ હતી.

યુવતીની લાશને પીએમ અર્થે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાઇ હતી. જોકે પીએમ કરતી વખતે મૃતક શ્રુતિ ઉપાધ્યાયના ગળા અને માથાના ભાગે ઇજાના નિશાન મળી આવ્યા હતા.

જેને લઈ શ્રુતિની હત્યા કરી હોવાનું શ્રુતિના પરિવાર જનોએ આરોપ લગાવ્યો છે. શ્રુતિના પિતા અશોક ભાઈએ જણાવ્યું હતું કે, શ્રુતિના પતિ અને સાસરિયા દહેજ માટે દબાણ કરતા હતા.

જમાઈ પ્રદીપે દહેજમાં સ્વીફ્ટ કારની માંગ કરી હતી. જોકે નેવી ઓફિસર તરીકે ખ્યાતનામ હોદ્દા પર નોકરી કરતા હોવા છતાં દહેજમા સ્વીફ્ટ કારની માંગણી કરી શ્રુતિને માર મારવામાં આવતો હતો. હાલ પોલીસે આ મામલે વધુ તપાસ હાથધરી હતી