સુરત/ SMCની બેદરકારી, લાખોના ખર્ચે બનેલો કોમ્યુનિટી હોલ બન્યો ખંડેર

સુરત મહાનગરપાલિકાએ આ કોમ્યુનિટી હોલ તૈયાર કર્યો છે પરંતુ દેખરેખના અભાવે આ કોમ્યુનિટી હોલ ખંડેર થઈ ગયો છે.

Gujarat Surat
YouTube Thumbnail 2023 10 18T185021.821 SMCની બેદરકારી, લાખોના ખર્ચે બનેલો કોમ્યુનિટી હોલ બન્યો ખંડેર

@અમિત રૂપાપરા

Surat News: સુરતના અમરોલી વિસ્તારમાં કોસાડ H1 આવાસમાં કોમ્યુનિટી હોલ તૈયાર કરવામાં આવ્યો છે પરંતુ મનપા દ્વારા કોમ્યુનિટી હોલની સાર સંભા ઘણા વર્ષોથી રાખવામાં આવતી નથી. તેના જ કારણે લાખોના ખર્ચે બનેલો આ કોમ્યુનિટી હોલ હાલ ખંડેર  હાલતમાં થઈ ગયો છે. ત્યારે લોકો ઈચ્છી રહ્યા છે કે, ફરીથી આ કોમ્યુનિટી હોલ શરૂ થાય અને તેઓ પોતાના પ્રસંગો આ કોમ્યુનિટી હોલમાં કરી શકે પરંતુ અધિકારીઓની આળસના કારણે લાખો રૂપિયાના ખર્ચે તૈયાર થયેલો કોમ્યુનિટી હોલ ખંડેર હાલતમાં જોવા મળી રહ્યો છે. ઉપયોગમાં ન હોવાના કારણે અસામાજિક તત્વોએ આ કોમ્યુનિટી હોલ પર કબજો કર્યો હોય તેવું લાગી રહ્યું છે  કારણ કે કોમ્યુનિટી હોલમાં બારી દરવાજાઓમાં તોડફોડ તેમજ દારૂ પાર્ટી થતી હોય તે પ્રકારે દારૂની બોટલો પણ મળી આવી હતી.

Untitled 10 12 SMCની બેદરકારી, લાખોના ખર્ચે બનેલો કોમ્યુનિટી હોલ બન્યો ખંડેર

સુરત શહેરના અમરોલી વિસ્તારમાં કોસાડ આવાસમાં તૈયાર કરવામાં આવ્યા છે. ત્યારે કોસાડ H-1 આવાસમાં લોકો સામાજિક કાર્યક્રમો કે લગ્ન પ્રસંગો કરી શકે તે માટે એક કોમ્યુનિટી હોલ તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ છેલ્લા 7 થી 8 વર્ષથી આ કોમ્યુનિટી હોલ બંધ હાલતમાં પડ્યો છે.  આ હોલ બનાવવામાં આવ્યા બાદ તેનો કોઈપણ પ્રકારનો ઉપયોગ ન થતાં અસામાજિક તત્વોએ આ કોમ્યુનિટી હોલ પર કમજો કર્યો છે.

Untitled 10 13 SMCની બેદરકારી, લાખોના ખર્ચે બનેલો કોમ્યુનિટી હોલ બન્યો ખંડેર

કોમ્યુનિટી હોલમાં દારૂની બોટલો પણ જોવા મળે છે. આ ઉપરાંત અસામાજિક તત્વો અહીંયા દારૂ પીતા હોય તેવું પણ લાગી રહ્યું છે. તો બીજી તરફ કોમ્યુનિટી હોલના બારી તેમજ દરવાજાઓને અસામાજિક તત્વો દ્વારા નુકસાન પહોંચાડવામાં આવ્યું છે. સુરત મહાનગરપાલિકાએ આ કોમ્યુનિટી હોલ તૈયાર કર્યો છે પરંતુ દેખરેખના અભાવે આ કોમ્યુનિટી હોલ ખંડેર થઈ ગયો છે.

Untitled 10 14 SMCની બેદરકારી, લાખોના ખર્ચે બનેલો કોમ્યુનિટી હોલ બન્યો ખંડેર

આ હોલમાં ઇલેક્ટ્રીક સપ્લાયના જે સ્વીચ બોડ લગાવવામાં આવ્યા છે તે બોડ પણ તૂટી ગયા છે. બાથરૂમની હાલત પણ ખૂબ જ ખરાબ છે. રસોડામાં ખૂબ જ મોટા પ્રમાણમાં ગંદકી છે. ઉપરાંત કોમ્યુનિટી હોલ જાણે જંગલમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારે વનસ્પતિ ખૂબ મોટી સંખ્યામાં ઊગી છે. આ ઉપરાંત કોમ્યુનિટી હોલની છેલ્લા ઘણા સમયથી સાફ-સફાઈ પણ કરવામાં આવી નથી. જેથી કરોળિયાએ આ કોમ્યુનિટી હોલને પોતાનું ઘર બનાવી દીધું હોય તે પ્રકારે ખૂબ મોટી માત્રામાં કરોળિયાની ઝાળ પણ કોમ્યુનિટી હોલમાં જોવા મળી રહી છે.

Untitled 10 15 SMCની બેદરકારી, લાખોના ખર્ચે બનેલો કોમ્યુનિટી હોલ બન્યો ખંડેર

આ ઉપરાંત કોમ્યુનિટી હોલના ટેરેસની જો વાત કરવામાં આવે તો તમામ પીલરો ખૂબ જ જર્જરિત થઈ ગયા છે અને પાણી માટે જે પ્લાસ્ટિકની ટાંકીની સુવિધાઓ કરવામાં આવી હતી તે ટાંકી પણ અસામાજિક તત્વો દ્વારા તોડી પાડવામાં આવી છે. આવાસના લોકો દ્વારા કહેવામાં આવ્યું હતું કે કોમ્યુનિટી હોલ બન્યા બાદ બે ત્રણ વર્ષ સુધી તેનો ઉપયોગ થયો હતો પરંતુ છેલ્લા 8થી 10 વર્ષથી આ કોમ્યુનિટી હોલ બંધ હાલતમાં છે. અવારનવાર અધિકારીઓને આ કમિટી હોલ ચાલુ કરવા માટે રજૂઆતો કરવામાં આવે છે અધિકારી આવીને જોઈને ચાલ્યા જાય છે. આવાસમાં રહેતા લોકોને લગ્ન પ્રસંગ અને નાના-મોટા પ્રસંગો પોતાના ઘરે કરવા હોય તો જગ્યાના અભાવે ખૂબ તકલીફનો સામનો કરવો પડે છે.

Untitled 10 16 SMCની બેદરકારી, લાખોના ખર્ચે બનેલો કોમ્યુનિટી હોલ બન્યો ખંડેર

મનપા દ્વારા આ કોમ્યુનિટી હોલ તૈયાર કરવામાં આવ્યો હતો તે પર્પજ સાર્થક થઈ રહ્યો નથી. આ હોલ લોકોને ઉપયોગમાં આવે તે પ્રકારે નહીં પરંતુ અસામાજિક તત્વો માટે આશરો બન્યો હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે હવે જોવાનું એ રહ્યું કે સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા ક્યારે આ કોમ્યુનિટી હોલની સાર-સંભાર રાખવાની શરૂઆત કરવામાં આવશે અને કોમ્યુનિટી હોલ લોકોને ઉપયોગમાં આવે તે પ્રકારે ફરીથી શરૂ કરવામાં આવશે. કારણ કે, લોકોને કોમ્યુનિટી હોલનો ઉપયોગ કરવો છે પરંતુ હાલ ખંડેર હાલતમાં જે રીતે કોમ્યુનિટી દેખાઈ રહ્યો છે તેને લઈને લોકો પણ અધિકારીઓને એક જ અપીલ કરે છે કે જલ્દીથી આ કોમ્યુનિટી હોલને શરૂ કરવામાં આવે અને જે હેતુથી કોમ્યુનિટી હોલ લાખો રૂપિયાનો ખર્ચ કરીને બનાવવામાં આવ્યો છે તે હેતુને મનપાના અધિકારી સાર્થક કરે.


whatsapp ad White Font big size 2 4 SMCની બેદરકારી, લાખોના ખર્ચે બનેલો કોમ્યુનિટી હોલ બન્યો ખંડેર


આ પણ વાંચો:મહેસાણામાં ધોરણ 6, 7 અને 8ના પેપર ફૂટ્યાનો દાવો

આ પણ વાંચો:છોટાઉદેપુરની સરકારી શાળામાં મધ્યાન ભોજનમાં સડેલુ અનાજ જોવા મળ્યુ

આ પણ વાંચો:જામનગરમાં 9 વર્ષની બાળકીનો આપઘાત, હત્યાના આક્ષેપથી ચકચાર

આ પણ વાંચો:ગુજરાતમાં નકલી ટિકિટ આપી ક્રિકેટ પ્રેમી સાથે છેતરપિંડી